આ છે જૂનામાં જૂની કબજિયાતની સમસ્યા દુર કરવાનો અકસીર ઉપાય, સાથે સાથે વધુ વજન અને ડાયાબિટીસ પણ આવી આવી જશે કંટ્રોલમાં…

આજના સમયમાં મોટાભાગના લોકોને કબજિયાતની તકલીફ રહેતી હોય છે. જેનો સમયસર ઈલાજ કરાવવો જરૂરી છે. આ એક એવી સમસ્યા છે જેનાથી શરીરમાં બીજી અનેક બીમારીઓ થઈ શકે છે. આથી કબજિયાતને જડમૂળથી દુર કરવું જરૂરી છે.

બીલીના ફળ વિશે તો તમે બધા જાણતા જ હશો, ગરમીમાં ખાસ કરીને બિલાનું શરબત શરીરને ઠંડક પહોંચાડે છે અને તમને હાઈડ્રેડ રાખે છે. બિલા એ એક મીઠા અને સુગંધીદાર ફળ છે, જેને વૂડ એપ્પલ, બંગાળ ક્વિંસ, ઇંડિયન બિલા અને સ્ટોન એપ્પલના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દેશી ફળ પોષકતત્ત્વો અને ઔષધિય ગુણોથી ભરપૂર છે.

એક અધ્યયન મુજબ, બિલાના ફળમાં પાણી, ખાંડ, પ્રોટીન, ફાઈબર, ફૈટ, કેલ્શિયમ, ફૉસ્ફરસ, પોટેશિયમ, આયરન અને ઘણા બધા વિટામીન્સ હોય છે. એટલું જ નહીં તે હૃદય અને મગજ માટે પણ શાનદાર ટોનિક છે. બિલા ફળ, જ્યુસ અને પાવડરના રૂપમાં ઉપલબ્ધ હોય છે. આપણે અહીં વાત કરીએ છીએ બિલાના પાવડરની. બિલાનો પાવડર તમારી આસપાસ સરળતાથી મળી જાય છે. તેનું સેવન કરવાથી ઘણા રોગો દૂર થઈ જાય  છે.

એક ન્યુટ્રિશનિસ્ટ કહે છે કે, મસાલા અને જડીબુટ્ટીઓની માત્રાની ખબર હોવી અને તેટલી જ માત્રામાં તેનું સેવન કરવું ખુબ જ જરૂરી છે, જેથી તમે તેના બધા જ ફાયદાઓ મેળવી શકો. તો આવો જાણીએ વિશેષજ્ઞના મત મુજબ બિલાના પાવડરથી થતાં સ્વાસ્થયના લાભ વિશે.

વજન : બિલાનો પાવડર વજન ઘટાડવામાં ખુબ જ મદદ કરે છે. ખાસ કરીને તે તમારા ટમી ફૈટને ઘટાડવાનો એક સરસ ઉપાય છે. ઘણી મહિલાઓને ટમી ફૈટની સમસ્યા રહેતી હોય છે અને તે તેને ઘટાડવા માટે બધી જ વસ્તુઓ શોધે છે. વાસ્તવમાં બિલાના પાવડરમાં અમુક એવા ગુણ રહેલા છે જે ટમી ફૈટને ઘટાડવામાં મદદ કરે છે.

કબજિયાતમાં : બિલા તેના એન્ટિફંગલ અને એન્ટિબેક્ટેરિયલ ગુણોને કારણે પાચન સંબંધી સમસ્યાઓને સરખી કરવા માટે એક સારું ફળ છે. ન્યુટ્રિશનિસ્ટ કહે છે કે, આજકાલની ખાણીપીણી અને જીવનશૈલીને જોતાં બિલાનો પાવડર લોકો માટે વરદાન સાબિત થયો છે. ખાવાની ખરાબ આદતોને કારણે કબજિયાત અને પાઇલ્સની સમસ્યા થાય છે. એવામાં બિલાનો પાવડર કબજિયાતથી છુટકારો અપાવવામાં ઘણી મદદ કરે છે.

ડાયાબિટીસ : ડાયાબિટીસ વાળા લોકો માટે બિલાનો પાવડર કોઈ વરદાનથી ઓછો નથી. વાસ્તવમાં બિલામાં લેક્સેટિવ હોય છે, જે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે અને તેનાથી ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

ઇંફર્ટિલિટી : આજકાલ બેબી કંસીવ કરવું એક સામાન્ય સમસ્યા બની ગયી છે. ઘણી મહિલાઓને તમામ પ્રયત્નો પછી પણ બાળક રહેતું નથી. આવી મહિલાઓ માટે બિલાનો પાવડર ખુબ જ ફાયદાકારક છે. વિશેષજ્ઞ કહે છે કે, બિલાના પાવડરમાં એવા પોષકતત્વો રહેલા હોય છે, જે ઇંફર્ટિલિટીની સમસ્યા દૂર કરે છે. જેથી મહિલાઓ કુદરતી રીતે બાળકને જન્મ આપી શકે છે.

બિલાના પાવડરનું સેવન કેવી રીતે કરવું : એક્સપર્ટના મત મુજબ, દિવસમાં એકથી અડધી ચમચી બિલાના પાવડરનું સેવન કરવું સારું ગણાય છે. સવારે એક ચમચી બિલાનો પાવડર ખાલી પેટ પાણી સાથે લેવો અને બપોરે કે રાત્રે અડધી ચમચી લેવું. આવું તમારે 7 દિવસ સુધી કરવાનું છે અને પછી 7 દિવસ નહીં લેવાનો અને ફરી પાછો 7 દિવસ લેવાનો. આ પ્રકારે બિલાના પાવડરના સેવનથી તમને ઘણા રોગો દૂર કરવામાં સહાયતા મળી શકે છે.

અમુક પ્રકારની બીમારીઓથી પીડિત લોકો માટે તેનું સેવન કરવું નુક્સાનકારક સાબિત થઈ શકે છે, માટે તેના સેવન પહેલા એક વખત એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment