મેડીકલમાં મળતી દુઃખાવાની દવાઓનું સેવન તમાર શરીરને પડી શકે છે ભારે, જાણો આવી પેઈન કિલર દવાઓની હકીકત…

ક્યારેક પીઠ દર્દની સાથે માંસ પેશીઓમાં ખેચાવ થવો એ સામાન્ય બાબત છે. કોઈના કોઈ કારણથી અચાનક પીઠમા દુઃખાવાની ફરીયાદ થવા લાગે છે. અને આ દુઃખાવો એટલો તેજ હોય છે કે ઉઠવા, બેસવા, ચાલવા, ફરવામાં તકલીફ કરાવે છે. સાથે એ ઉભા રહેવામા પણ તકલીફ પડે છે. ઘણા લોકો આ દુઃખાવાને સહન નથી કરી શકતા અને માંસપેશીઓને આરામ અને દુઃખાવાને ઓછો કરવા માટે કોઈ પણ પેઈન કિલર દવાઓ ખાઈ લે છે. પરંતુ શું વાસ્તવમાં આ સ્થિતિમાં આવી દવાઓનું સેવન કરવું હિતાવહ છે ?

આ વિશે વિશેષજ્ઞનું કહેવું છે કે, પીઠની નીચેના ભાગમાં દુઃખાવાને દુર કરવા માટે લોકો સામાન્ય રીતે માંસપેશીઓને આરામ આપવા વાળી દવાઓનું સેવન કરતા હોય છે. જેની કોઈ ખાસ અસર નથી હોતી, એ જાણવા છતાં પણ તેનું સતત સેવન કરતા હોય છે. પરંતુ આવું દવાઓના સતત સેવનથી આપણા શરીરમાં સાઈડ ઈફેક્ટ થઈ શકે છે.  તો આવો જાણીએ માંસાપેશીઓને આરામ આપતી દવાઓના સાઈડ ઈફેક્ટ્સ વિશે.

માંસપેશીઓને થોડા સમય માટે આરામ આપે છે : એક અધ્યયનમાં પ્રકાશીત થયુ છે કે, જે દુઃખાવા ઓછા કરવા વાળી મસલ્સ રીલેક્સ દવાઓના દુષ્પ્રભાવ વિશે જણાવે છે. અભ્યાસ ઉપરથી એવું જાણવા મળે છે કે, આ દવાઓ થોડી હદ સુધી તો રાહત આપી શકે છે. પરંતુ આ રાહત થોડા સમય માટે જ મળી શકે છે, પણ આ દવાઓનો દુષ્પ્રભાવ ખુબ જ લાંબા સમય સુધી રહે છે. જે આપણા શરીર માટે ખુબ જ નુકશાનકારક સાબિત થાય છે. 

ખાસ કરીને તમે જો પીઠના દુઃખાવાના ઈલાજ માટે આવી દવાઓનું સેવન કરો છો, તો એ ફક્ત દર્દને ઓછું કરે છે. પરંતુ આ દવાઓથી દુઃખાવાના મૂળ કારણને ઓછું કરવું શક્ય નથી. એવું પણ થઈ શકે કે, આ દવા લીધા પછી દર્દ થોડું હળવું થઈ જાય પણ આ બીજી વાર ફરી એ સમસ્યા નહિ થાય તેની કોઈ ગેરેંટી હોતી નથી.

શું માંસપેશીઓને આરામ આપતી આ દવાઓ સુરક્ષિત છે ? : સ્નાયુઓને આરામ આપતી દવાઓ કેટલી સુરક્ષીત અને પ્રભાવી છે એ જોવા માટે ઓસ્ટ્રેલીયાના રીસર્ચર્સ એ એક અધ્યયન કર્યુ છે. તેમાં 30 રેંડમ અને 6500 પ્રતીભાગીઓને સામેલ કરવામાં આવ્યા. આ રીસર્ચમા જાણવા મળ્યું કે પીઠના નીચેના ભાગમા થતા દુઃખાવા માટે નોનબૈજોડાયજેપાઈન એન્ટી સ્પાસમોડિકનું સેવન સુરક્ષીત છે

જો કે ક્લિનિકલ સ્કેલ પર માપવાથી આ પ્રભાવ સરેરાશથી ઓછું જોવા મળ્યુ છે, જે તેના ફાયદા લગભગ ખત્મ જ કરી દે છે. આ અધ્યયનમાં બે સપ્તાહના સમયગાળામાં માંપેલું છે. જેમ જેમ ટાઈમ લિમીટ વધતી જશે મસલ્સ રીલેક્સેંટનો ઈફેક્ટ પૂરો થઈ જાય છે

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment