રાત્રે સુતા પહેલા નાભિ પર લાગવી દો આ એક વસ્તુ, માથાથી લઈને પગ સુધીની આટલી બીમારીઓ કાયમી થઈ જશે દુર..

ભારતીય પરિવારોમાં ઘીનું સેવન એ ખુબ જ સામાન્ય અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દરેક ઘરમાં ઘી બનાવવું એ પણ નોર્મલ વાત છે. આયુર્વેદમાં પણ ઘીના ગુણો વિશે જણાવવામાં આવ્યું છે. તે માત્ર ભોજનમાં જ ઉપયોગમાં નથી લેવાતું, પરંતુ અનેક બીમારીઓમાં તે એક અમુલ્ય ઔષધી રૂપે કામ કરે છે.

સાંધાનો દુઃખાવો હોય, કબજિયાતની સમસ્યા હોય, આ બીમારીઓમાં માત્ર થોડા જ ઘી ના ટીપાનો ઉપયોગ કરવાથી બધી જ બીમારીઓ થઈ જશે છુમંતર. પરંતુ સારા પરિણામ માટે ઘીને નાભિમાં લગાવવું પડે છે, ત્યારે જ તમને તેના ખુબ જ અસરકારક ફાયદાઓ મળી શકે છે.

હોઠને સુંદર બનાવવા માટે : પહેલાના સમયમાં હોઠ ફાટવા પર લોકો નાભિમાં ઘી લગાવતા હતા. નાભિમાં ઘી લગાવવાથી હોઠ મુલાયમ અને સુંદર બને છે. જો તમારા હોઠ દરેક ઋતુમાં ફાટેલા રહે છે અને તેમાં જલન પણ થાય છે તો તમારે નાભિમાં બે ટીપા ઘીના લગાવવા જોઈએ. આમ કરવાથી હોઠની ત્વચા મુલાયમ બનવાની સાથે સુંદર પણ બને છે.

ગોઠણનો દુઃખાવો : જો તમે લાંબા સમયથી ગોઠણના દુઃખાવા અને સોજાની સમસ્યાથી પરેશાન રહો છો તો દરરોજ રાત્રે નાભિમાં ઘી લગાવીને માલીશ કરો. ઘી માં રહેલ દર્દ નિવારક ગુણથી તમને રાહત મળશે. આથી દરરોજ આ ઉપાયને જરૂર અપનાવો.

ખરતા વાળ : ચોમાસું આવતા જ વાળ ખરવાની સમસ્યા વધી જાય છે. આ સમયે રાત્રે નાભિમાં ઘી લગાવવાથી ઘણી હદ સુધી ખરતા વાળ કંટ્રોલમાં આવી જાય છે. વાળ ઘણા કારણોથી ખરતા હોય છે. પણ ઘણી વખત આ ઉપાય કામ કરી જાય છે. આથી તેને જરૂરથી ટ્રાય કરવી જોઈએ.

કબજિયાત : નાભિમાં ઘી નો ઉપયોગ કરવાથી કબજિયાત જેવી સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. ઘીમાં ભરપુર માત્રામાં ફાઈબર હોય છે અને નાભિ પર લગાવવાથી તે અવશોષિત થઈને તમને સારા એવા પ્રમાણમાં ફાયદો પહોંચાડે છે.

નાભિમાં ઘી લગાવવાના સાઈડ ઈફેક્ટ : આમ તો નાભિમાં ઘી લગાવવાથી કોઈ પણ પ્રકારના સાઈડ ઈફેક્ટની જાણકરી નથી મળતી. પરંતુ જો તમને ઘીથી કોઈ પણ પ્રકારની એલર્જી છે તો તમે ઘીને હાથ અથવા પગની સ્કીન પર લગાવીને ટેસ્ટ કરી શકો છો. જો તમને કોઈ પણ પ્રકારનો રીએક્શન નજર આવે છે તો ડોક્ટરને જરૂરથી બતાવો.

આ રીતે ઘીને લગાવો : રાત્રે સૂતા પહેલા ઘીને થોડું નવશેકું ગરમ કરી લો. પછી તેના 5 થી 7 ટીપા નાભિમાં નાખીને ધીમે ધીમે આંગળી વડે માલીશ કરો. નાભિની સાથે તેની આસપાસ પણ ઘી લગાવવાથી ફાયદો મળે છે.

આમ તમે નાભિમાં ઘી લગાવીને તેના અનેક લાભો લઈ શકો છો, તેમજ તંદુરસ્ત જીવન માટે તમારું સ્વસ્થ રહેવું ખુબ જ જરૂરી છે. તો આજે જ આ ઉપાય અજમાવી જુઓ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment