એપેંડિક્સ એ આપણાં પેટમાં રહેલ એક એવી ગ્રંથિ છે, જેમાં સોજાની સમસ્યા થાય છે, આ રોગને એપેંડીસાઈટિસ કહેવામાં આવે છે. એપેંડિક્સ પેટમાં ડાબી બાજુ પર રહેલ એક ગ્રંથિ હોય છે, જે કોલનથી જોડાયેલ હોય છે. જો કે, એપેંડિક્સનું શરીરમાં શું કામ છે, તેના વિશે કોઈ વિસ્તૃત માહિતી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે, તે આપણાં પાચનમાં સહયોગી હોય છે. એપેંડિક્સમાં સોજાની સમસ્યા થાય છે તેને એપેંડીસાઈટિસ કહેવામાં આવે છે, આ એક ગંભીર સમસ્યા છે. એપેંડિક્સને નજર અંદાજ કરવું તે પણ ક્યારેક જોખમી થઈ શકે છે.
એપેંડીસાઈટિસની સમસ્યામાં થવા વાળો દુઃખાવો પણ ગંભીર સાબિત થઈ શકે છે. શરૂઆતમાં આ દુઃખાવો નાભીની પાસે થાય છે અને સોજો વધવાની સાથે જ દુઃખાવો પણ વધવા લાગે છે. વધારે આ સમસ્યા 30 થી 40 વર્ષની ઉંમર વાળા લોકોમાં જોવા મળે છે, જો કે આ કોઈ પણ ઉમરમાં થઈ શકે છે. એપેંડિક્સની સમસ્યામાં સર્જરીને જ એક ઉત્તમ ઉપાય માનવામાં આવે છે. પરંતુ જો કોઈ પણને એપેંડિક્સનો દુઃખાવો થઈ રહ્યો છે, તો ઘણા ઘરેલુ ઉપાયો છે, જેને અપનાવીને તમે આ સમસ્યાથી રાહત મેળવી શકો છો. તમે આ દુઃખાવાથી મુક્તિ મેળવવા માટે, આ ઘરેલુ ઉપાયોને પણ અપનાવી શકો છો.એપેંડિક્સ અને એપેંડિસાઈટિસના દુઃખાવાનું કારણ(What Causes Appendix or Appendicitis?) : એપેંડિક્સની ગ્રંથિમાં સોજો થવાના કારણે એપેંડિસાઈટિસની સમસ્યા થઈ શકે છે. 10 થી 30 વર્ષની ઉંમર વાળા લોકોમાં આ સમસ્યા વધારે જોવા મળે છે. એપેંડિક્સની સમસ્યાનું મુખ્ય કારણ તેમાં સંક્રમણ થવાનું માનવામાં આવે છે. એપેંડિક્સમાં પેટનો ચેપ અથવા મળના કારણે એપેંડિક્સમાં બ્લોક થવા પર દુઃખાવો થવા લાગે છે. જો તમારા શરીરમાં કોઈ પણ પ્રકારનો ચેપ છે, તો તે કારણથી પણ એપેંડિક્સમાં સોજો થઈ શકે છે. સોજો થવા પર જ દુઃખાવો શરૂ થઈ જાય છે.
એપેંડિસાઈટિસના લક્ષણો(Appendicitis Symptoms) : એપેંડિસાઈટિસની સમસ્યામાં સૌથી પહેલા પેટમાં નાભીની આસપાસ દુઃખાવો શરૂ થાય છે. જો કે, પેટમાં નાભીની આસપાસ થતો દુઃખાવો, એ એપેંડિક્સનું પહેલું લક્ષણ માનવામાં આવે છે. આ સિવાય એપેંડિસાઈટિસની સમસ્યા થવાના મુખ્ય લક્ષણ આ પ્રકારના છે. જેમાં પેટમાં નાભીની આસપાસ દુઃખાવો, ભૂખ ન લાગવી, ગભરામણ થવી અને ઉલ્ટી થવી, તાવ, પેટમાં સોજો, પેટમાં ગંભીર એઠન, કબજિયાતની સમસ્યા, ઉધરસ અને છીંક આવવી વગેરે હોય છે. હવે જાણીએ એપેંડિક્સના દુઃખાવા માટેના ઘરેલુ કારગર ઉપાયો.લીંબુ અને મધનો ઉપયોગ : લીંબુ અને મધનો ઉપયોગ કરીને તમે એપેંડિક્સની સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો. લીંબુ અને મધના મિશ્રણને એપેંડિક્સની સમસ્યામાં ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. તેનો ઉપયોગ પહેલાના સમયથી કરવામાં આવે છે. એપેંડિક્સના દુઃખાવાથી રાહત મેળવવા માટે, તમે સમાન માત્રામાં મધ અને લીંબુનો રસ લો. તેનું નિયમિત રૂપથી સેવન કરવાથી તમારું પેટ સાફ થશે અને એપેંડિક્સના કારણે થતી કબજિયાતમાં પણ ફાયદો થશે.
એપેંડિક્સમાં ગ્રીન ટીનો ઉપયોગ : એપેંડિક્સની સમસ્યામાં ગ્રીન ટીનો ઉપયોગ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ગ્રીન ટીમાં એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી ઈમ્ફ્લેમેટરી ગુણ હોય છે, જે એપેંડિક્સના દુઃખાવામાં રાહત આપવા માટે લાભકારી થાય છે. એપેંડિક્સના દુઃખાવાથી મુક્તિ મેળવવા માટે, એક કપ ગરમ પાણીની અંદર ગ્રીન ટી અને મધને ઊમેરો અને નિયમિત રૂપથી તેનું સેવન કરો. આમ, કરવાથી એપેંડિક્સના દુઃખાવાથી અને તેનાથી જોડાયેલ અનેક સમસ્યામાં ફાયદો થશે. દિવસમાં 2 વાર એક અઠવાડીયા માટે તેનું સેવન કરવાથી એપેંડિક્સનો દુઃખાવો દૂર થઈ જાય છે.મેથી દાણાનો ઉપયોગ : મેથી દાણાનો ઉપયોગ પેટ માટે રામબાણ છે. મેથી દાણાનો ઉપયોગ કરવાથી પેટથી જોડાયેલ અનેક સમસ્યામાં ફાયદો થાય છે. આયુર્વેદમાં મેથીને ઔષધિના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. એપેંડિક્સમાં મેથી દાણાનો ઉપયોગ આંતરડામાં રહેલ કચરાને સાફ કરે છે અને પેટના ચેપથી પણ બચાવે છે. એપેંડિક્સના દુઃખાવાને દૂર કરવા માટે દરરોજ એક કપ નવશેકા પાણીમાં 2 મોટી ચમચી મેથીના દાણાને ઉકાળો. તે સારી રીતે ઉકળી ગયા પછી 10 મિનિટ સુધી ધીમી આંચ પર તેને ઉકાળો. આ પછી તેને ગાળીને દરરોજ દિવસમાં 1 વાર સેવન કરો, આ રીતે મહિના સુધી કરો. આમ કરવાથી એપેંડિક્સથી જોડાયેલ સમસ્યામાં રાહત મળશે.
ત્રિફળા ચૂર્ણનો ઉપયોગ : ત્રિફળા એ એપેંડિક્સના દુઃખાવામાં રામબાણની જેમ કામ કરે છે. ત્રિફળાને પેટ માટે અમૃત માનવામાં આવે છે. ત્રિફળાનું ચૂર્ણ હરડે, બહેડા અને આમળાના મિશ્રણથી બનાવવામાં આવે છે. ત્રિફળાના ચૂર્ણનું દરરોજ નિયમિત રૂપથી સેવન કરવાથી એપેંડિક્સના દુઃખાવામાં ફાયદો થાય છે અને તેનાથી પેટ પણ સાફ થાય છે. દરરોજ રાત્રે સૂતા પહેલા 1 ચમચી ત્રિફળાના ચૂર્ણનું સેવન કરવાથી એપેંડિક્સનો દુઃખાવો દૂર થાય છે.બદામનું તેલ : એપેંડિક્સની સમસ્યામાં બદામનું તેલ ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. બદામના તેલની માલિશ કરવાથી એપેંડિક્સની સમસ્યામાં રાહત મળે છે અને તેના કારણે થવા વાળા દુઃખાવામાં પણ રાહત મળે છે. બદામના તેલને ગરમ કરીને પેટ ઉપર માલિશ કરો અને એક ટુવાલને ગરમ પાણીની અંદર પલાળીને દુઃખાવા વાળી જગ્યા પર રાખી દો. આમ, કરવાથી એપેંડિક્સના દુઃખાવામાં રાહત મળે છે. પેટ પર દરરોજ બદામના તેલની માલિશ કરો અને આ પ્રક્રિયાને જરૂરથી અપનાવો, થોડા દિવસ આ પ્રમાણે કરવાથી એપેંડિક્સના દુઃખાવાથી મુક્તિ મળશે.
ફુદીનાનો ઉપયોગ : એપેંડિક્સમાં સોજાના કારણે થવા વાળા એપેંડીસાઇટીસની સમસ્યામાં ફુદીનાના પાંદડાનો ઉપયોગ પણ લાભકારી છે. ફુદીનાને પેટ માટે એક ઔષધિના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. ફુદીનાનો ઉપયોગ કરીને તમે પેટથી જોડાયેલ અનેક સમસ્યાનો હલ કરી શકો છો. એપેંડિક્સના દુઃખાવાને દૂર કરવા માટે તમે, 1 ચમચી તાજા ફુદીનાના પાંદડાને પાણીમાં નાખીને ઉકાળો. તે સારી રીતે ઉકળી જાય એ પછી તેમાં થોડું મધ નાખો. તેને સારી રીતે મિક્સ કર્યા પછી, તેને નવશેકું જ સેવન કરો. દરરોજ દિવસમાં 2 થી 3 વાર સેવન કરો. આમ કરવાથી તમને એપેંડિક્સના દુઃખાવામાં રાહત મળશે.છાશનું સેવન : એપેંડિક્સમાં છાશનું સેવન કરવું જોઈએ. છાશનું સેવન એ શરીર માટે ખુબ જ લાભકારી છે. ગરમીના દિવસોમાં લોકો છાશનું સેવન પેટની સમસ્યાને દૂર કરવા માટે અને શરીરને ફ્રેશ રાખવા માટે કરે છે. છાશનું નિયમિત રૂપથી સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યા દૂર થાય છે અને ચેપ વગેરેથી લડવા માટે પ્રોબાયટીક બનાવે છે. એપેંડિક્સની સમસ્યામાં દરરોજ 1 લીટર છાશનું સેવન કરવું જોઈએ. આમ કરવાથી પેટ સારું રહેશે અને દુઃખાવો પણ ઓછો થશે.
આ ઘરેલુ ટીપ્સો સિવાય તમારે નિયમિત રૂપથી પર્યાપ્ત પાણી પણ પીવું જરૂરી છે અને સંતુલિત અથવા પૌષ્ટિક આહાર પણ આ સમસ્યામાં લાભકારી છે. ઘણીવાર પેટના નીચેના ભાગમાં બીજી બાબતના કારણે પણ દુઃખાવો થતો હોય છે, તેથી તેને એપેંડિક્સ ન સમજી લેતા પહેલા તેની નિષ્ણાંતની પાસે ચેકઅપ જરૂરથી કરાવવું જોઈએ. એપેંડિક્સના દુઃખાવાને નજરઅંદાજ કરવાથી આગળ જતાં વધારે સમસ્યા થઈ શકે છે, તેથી જ તેનું નિવારણ સમય રહેતા પહેલા જ કરવું એ ખુબ જ જરૂરી છે. આમ, ઉપર મુજબ ટીપ્સોને તમે ફોલો કરીને એપેંડિક્સના દુઃખાવામાં તમે રાહત મેળવી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી