બ્લડ કેન્સર સામે લડી રહી છે બોલીવુડની આ ફેમસ અભિનેત્રી, હાથ ભાંગ્યો ત્યારે થઈ જાણ…

બોલીવુડની દિગ્ગજ એક્ટ્રેસ અને ચંડીગઢથી ભાજપની સાંસદ કિરણ ખેર મલ્ટિપલ માયલોમા નામની બીમારીથી લડી રહી છે, જેને એક પ્રકારનું બ્લડ કેન્સર કહેવાય છે. 68 વર્ષની એક્ટ્રેસનો ઈલાજ મુંબઈમાં ચાલી રહ્યો છે અને તે રિકવર થઈ રહી છે. ચંડીગઢ ભાજપના અધ્યક્ષ અરુણ સુદે આ જાણકારી મીડિયાને આપી છે. તેના જણાવ્યા અનુસાર એક્ટ્રેસને આ બીમારી વિશે ગયા વર્ષે નવેમ્બરમાં જાણ થઈ હતી.

હાથ તૂટી ગયા બાદ જાણવા મળ્યું બીમારી વિશે : અરુણ સુદે પોતાના બયાનમાં કહ્યું કે, ‘ગયા વર્ષે 11 નવેમ્બરના રોજ ચંડીગઢમાં સ્થિત પોતાના ઘરમાં જ કિરણનો ડાબો હાથ તૂટી ગયો હતો. ચંડીગઢના પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટીટયુટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિચર્સમાં તપાસ કરાવ્યા બાદ જાણવા મળ્યું કે તેને મલ્ટિપલ માયલોમા છે. આ બીમારી તેના ડાબા હાથથી લઈને ખભા સુધી ફેલાય ગઈ હતી. 4 ડિસેમ્બરના રોજ તેને મુંબઈ લાવવામાં આવ્યા. તેને ઈલાજ માટે કોકિલાben હોસ્પિટલમાં રેગ્યુલર જવું પડે છે.’ટ્રીટમેન્ટ બાદ રિકવર થઈ રહી છે કિરણ ખેર : કિરણના પતિ અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર આધિકારિક સ્ટેટમેન્ટ જારી કરી અને તેની સાહેદ વિશે જણાવ્યું હતું. તેમણે દીકરા સિકંદર અને પોતાના નામથી જારી સ્ટેટમેન્ટમાં લખ્યું છે કે, “હાલ તો તેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને અમને પૂરો વિશ્વાસ છે કે, તે પહેલા કરતા વધુ મજબૂતી સાથે આમાંથી બહાર આવશે. અમે ખુશનસીબ છીએ કે, તે બહેતરીન ડોક્ટર્સની નિગરાનીમાં છે. તે હંમેશા ફાઈટર રહી છે.” અનુપમ ખેરે આગળ કિરણ ખેર માટે દુવા કરી રહેલ ફેન્સનો આભાર વ્યક્ત કર્યો છે અને લખ્યું છે કે તે રિકવર થઈ રહી છે.

2014 માં પહેલી વાર ચુંટણી લડી : કિરણ ખેરે 2014 માં પહેલી લોકસભા ચુંટણી લડી હતી. તેમણે કોંગ્રેસના પવન બંસલ અને આમ આદમી પાર્ટીના ગુલ પનાગને હરાવ્યા હતા. 2019 માં એક વાર ફરી તે પવન બંસલને હરાવીને લોકસભા સાંસદ બની ગઈ હતી. ગયા વર્ષે કોરોના મહામારીની વચ્ચે ચંડીગઢમાં કિરણ ગુમ થઈ ગઈ એવા પોસ્ટ લગાવામાં આવ્યા હતા. કોંગ્રેસે તેના પર આરોપ લગાવ્યો હતો કે, તે મહામારીમાં પોતાના લોકસભા ક્ષેત્રને નજરઅંદાજ કરી રહી છે.

અરુણ સુદ કિરણનો બચાવ કરતા કહે છે કે, ‘ગયા વર્ષે ડિસેમ્બર સુધી તે ચંડીગઢમાં જ હતી. તે સિનીયર સિટીઝન અને ડાયાબિટીક છે. તેને લોકડાઉન દરમિયાન ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી હતી. તે માત્ર પોતાની બીમારીનો ઈલાજ કરાવવા માટે શહેરની બહાર ગઈ હતી. બીમાર હોવા છતાં પણ કિરણ મારી સાથે લગાતાર સંપર્કમાં હતી અને શહેર સાથે જોડાયેલા અલગ અલગ મુદ્દા પર ડિસ્કશન કરી રહી હતી.’1933 માં ફિલ્મોમાં આવી હતી કિરણ : કિરણે 1983 માં રિલીઝ થયેલી પંજાબી ફિલ્મ ‘આસરા પ્યાર દા’ થી ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. બોલીવુડમાં તેની પહેલી ફિલ્મ પેસ્તોંજી (1988) હતી. તેણે હિન્દી ફિલ્મ ‘સરદારી બેગમ’ (1996) પહેલી વાર નેશનલ એવોર્ડ મળ્યો હતો. બાંગ્લા ફિલ્મ ‘બારીવાલી\ધ લેડી ઓફ ધ હાઉસ’ (1999) માટે તેમણે બીજો એવોર્ડ જીત્યો હતો. તેની અન્ય પોપ્યુલર ફિલ્મોમાં દેવદાસ (2002), વીર જારા (2004), ઓમ શાંતિ ઓમ (2007) અને ખૂબસૂરત (2014) શામિલ છે.

કિરણની પર્સનલ લાઈફ : કિરણે પહેલા લગ્ન મુંબઈ બેઝ્ડ બિઝનેસમેન ગૌતમ બેરી સાથે કર્યા હતા. જેનો એક દીકરો છે સિકંદર. બાદમાં અભિનેતા અનુપમ ખેર સાથે તેના સંબંધો વિકસ્યા અને બેરી સાથે છૂટાછેડા લીધા. બાદમાં અનુપમ ખેર સાથે લગ્ન કર્યા.  અનુપમ અને કિરણના કોઈ સંતાન નથી. પરંતુ સિકંદર તેની સાથે જ રહે છે અને અનુપમ પણ તેને પોતાના સગા દીકરાની જેમ પ્રેમ કરે છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment