અજમો એ દરેક ઘરમાં જોવા મળતી એક ખુબ જ સામાન્ય ઔષધી છે. સામાન્ય રીતે અજમો રસોઈમાં એક મસાલાના રૂપે ઉપયોગમાં લેવાય છે. તેમાં ઘણા બધા એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી ઇન્ફલેમેટરી અને એન્ટીફંગલ ગુણો હોવા સિવાય તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ પણ જોવા મળે છે. જેના કારણે આ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.
જો તમે વજન વધારાથી પરેશાન છો તો દરરોજ સવારે અજમાનું પણ સેવન કરવું જોઈએ, જેનાથી તમારું મેટાબોલિઝ્મ બરાબર રહે છે અને તમારું વજન સહેલાઈથી ઓછું થાય છે. તમને જણાવી દઈએ કે, અજમો સ્વાદમાં ખુબ જ સ્ટ્રોંગ અને થોડો તીખો હોય છે. પણ તે છતાં પણ તેનું સેવન કરવાથી તમને ઘણા પ્રકારના સ્વાસ્થ્ય લાભ થાય છે. જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.વજન : જો તમે અજમાનું મધની સાથે સેવન કરો છો તો આ પથરી જેવી ખતરનાક બીમારીને પણ દુર કરવામાં મદદ કરે છે. આ સિવાય અજમો શિયાળાની મૌસમમાં શરદી, તાવ, કફ અને નાકમાં આવતા પાણીની સમસ્યાને પણ ઠીક કરવમાં કામ આવે છે. ચાલો તો જાણીએ અજમો શરદી, છાતીની અકડન અને સાઈનસ વગેરેને બરાબર કરવામાં સહાયક કેમ થાય છે. આ સિવાય પણ અજમાના ઘણા લાભકારી ગુણો છે.
અજમાનો ઉકાળો : આ માટે તમે એક ચમચી અજમો, થોડા તુલસીના પાન, અડધી ચમચી આદુનો પાવડર(સુંઠ), એક ચમચી લવિંગ, 5 તીખા, અડધી ચમચી હળદર, અને અડધો કપ પાણીમાં 1/3 કપ ગોળ નાખીને ઉકાળી લો. ઉકાળ્યા પછી તેને ગાળી નાખો. અને ઠંડુ થવા દો. જો તમે આ ઉકાળાનું સેવન દરરોજ દિવસમાં 2 વખત ભોજન લીધા પછી લેશો તો તમને છાતીની અકડન, શરદી અને કફમાં ખુબ જ ફાયદો થશે.અજમાની પોટલી : આ માટે તમે બે ચમચી અજમો લઈને તેને તવા પર શેકી નાખો, ત્યાં સુધી કે તેની સુગંધ જતી ન રહે. ત્યાર પછી તેને એક મલમલના કાપડમાં રાખીને એક પોટલી અથવા એક પાઉચ બનાવી લો અને પોતાની છાતી પર ફેરવો. આમ કરવાથી તમારી છાતીની અકડન, નાકમાં પાણી આવવા અને કફ વગેરેમાં રાહત મળી જશે.
અજમો અને લસણની પોટલી : આ માટે તમે 2 મોટા લસણની કળીને લઈ લો, એક ચમચી અજમાની સાથે તવા પર શેકી લો. ત્યાર પછી તેને એક મલમલના કપડામાં નાખીને પોટલી બાંધી લો. આ મિશ્રણથી આવતા ધુમાડાથી તમારા નાકમાંથી પાણી આવવા, સાઈનસ અને કફ સહેલાઈથી દુર થઈ જશે.અજમો અને ગોળનું મિશ્રણ : કફથી છુટકારો મેળવવા માટે તમે અજમો અને ગોળનાં પાવડરનું મિશ્રણ બનાવી લો અને દરરોજ તેને એક ચમચી જેટલું સેવન કરો. તમને જણાવી દઈએ કે, આ મિશ્રણને તમે ઓછી માત્રામાં જ બનાવો કારણ કે વધુ સમય રહેવાથી તેનો સ્વાદ ખત્મ થઈ જાય છે.
અજમાનું પાણી : આ માટે તમે અજમાને પાણીમાં નાખીને ઉકાળી લો અને આ મિશ્રણને ઠંડુ થવા દો. શરદી, તાવથી છુટકારો મેળવવા માટે તમે દિવસમાં 2 થી 3 વખત આ મિશ્રણ પીવો. તમને શરદી, તાવ અને કફમાં આરામ મળશે.અજમાનું તેલ : મસાજ કરતા તેલમાં અજમો મિક્સ કરીને તેને થોડી સેકેંડ ગરમ કરી લો. જ્યારે આ તેલ થોડું નવશેકું થઈ જાય તો તેને છાતી અને પીઠ પર લગાવો. આમ કરવાથી તમને શરદી, તાવ, કફ અને સાઈનસની સમસ્યાથી સરળતાથી છુટકારો મળી જશે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી