વિજ્ઞાન પણ માની ગયું ઘરમાં અખંડ દીવો રાખવાનું આ રહસ્ય… લાભ જાણી તમને પણ અખંડ જ્યોત પ્રગટાવવા લાગશો

આ વર્ષે ચૈત્ર નવરાત્રી 13 એપ્રિલમાં શરૂ થઈ ગઈ છે અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. ચૈત્ર નવરાત્રી હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન રાખે છે. આ નવરાત્રીના સમયે લોકો સાફ-સફાઈ અને ખાવા પીવાની વસ્તુનું વિશેષ ધ્યાન રાખે છે. એવું માનવામાં આવે છે કે આ માહિનામાં શુભતા અને ઉર્જાનો આરંભ થાય છે અને આવા સમય પર માતાજીના વિભિન્ન સ્વરૂપોની પૂજા થાય છે. અને ઘરમાં અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે. કારણ કે ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય. એવામાં ચાલો જાણીએ શું છે નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવવાનું મહત્વ.

શું છે ચૈત્ર નવરાત્રીનું મહત્વ : જ્યોતિષીય  દ્રષ્ટિથી ચૈત્ર  નવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે. ચેત્ર નવરાત્રીમાં સૂર્યનું રાશિમાં પરિવર્તન થાય છે. સૂર્ય 12 રાશિયોનું ચક્ર પૂરું કરી ફરી મેષ રાશિમાં પ્રવેશ કરે છે અને એક નવા ચક્રની શરૂઆત કરે છે. એવામાં ચૈત્ર નવરાત્રીથી જ હિન્દુઓના નવા વર્ષની શરૂઆત થાય છે.ચૈત્ર નવરાત્રીનું વૈજ્ઞાનિક મહત્વ : ચૈત્ર નવરાત્રીના વૈજ્ઞાનિક મહત્વની વાત કરીએ તો આ સમય ઋતુ પરિવર્તનનો  હોય છે. એટલે માનસિક સ્વાસ્થ્યનું તેના પર વિશેષ પ્રભાવ પડે છે. આ સમયે ઘણા લોકોની બીમાર થવાની શક્યતા રહે છે. એવામાં વ્રત કરવું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે.

ધાર્મિક કારણ : દિપક જ્ઞાન અને રોશનીનું પ્રતિક છે. દીવાને સકારાત્મકતાનું પ્રતિક તેમજ દરીદ્રતાને દૂર કરે છે એવું માનવામાં આવે છે. દીવો પ્રગટાવવાનું કારણ એ છે કે આપણે અજ્ઞાનતાનો અંધકાર દૂર કરીને આપણા જીવનમાં જ્ઞાનના પ્રકાશ માટે પુરુષાર્થ કરીએ. આપણા ધર્મ શાસ્ત્ર પ્રમાણે પૂજાના સમયે દીવો કરવો અનિવાર્ય માનવામાં આવે છે.સામાન્ય રીતે વિશેષ સંખ્યામાં દીવો પ્રજ્વલિત કરવાની પરંપરા ચાલી આવી રહી છે. ઘીનો દીવો કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તેનાથી લક્ષ્મીનું સ્થાયી રૂપે નિવાસ થાય છે. ઘીનું પંચામૃત એટલે પાંચ અમૃત માંથી એક માનવામાં આવે છે. કોઈ પણ સાત્વિક પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત કરવા માટે ઘીનો દીવો અને તામસિક એટલે તાંત્રિક પૂજાને સફળ બનાવવા માટે તેલનો દીવો કરવામાં આવે છે.

વૈજ્ઞાનિક કારણ : ગાયના ઘીમાં અનેક રોગોને ભગાડવાની ક્ષમતા હોય છે. ઘી જ્યારે દીવામાં અગ્નિના સંપર્કમાં આવે છે તો વાતાવરણને પવિત્ર બનાવી દે છે. તેનાથી પ્રદૂષણ દૂર થાય છે. દીવો પ્રગટાવવાથી આખા ઘરને ફાયદો થાય છે. પછી કોઈ પૂજામાં ભાગ લે અથવા ન લે. દીવો પ્રગટાવવો એ ઘરને પ્રદૂષણ મુક્ત બનાવવાનો એક ક્રમ છે. અગ્નિમાં કોઈ પણ વસ્તુ સળગાવવાથી ખત્મ નથી થતી. પરંતુ નાના-નાના અદશ્ય ટુકડાઓ વાતાવરણમાં ફેલાય જાય છે. એટલે અગ્નિથી ઘી ફેલાવવું એ વાતાવરણને શુદ્ધ કરે છે.મગજની નકારાત્મકતા : નવરાત્રીમાં ઘી અથવા તેલનો અખંડ દીવો પ્રગટાવવાથી મગજમાં ક્યારેય પણ નકારાત્મક વિચાર આવતા નથી અને મન ખુશ અને શાંત રહે છે. નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવવાથી સ્વાસ્થ્ય માટે પણ સારું રહે છે. કારણ કે ઘી અને કપૂરની સુગંધ માણસના શ્વાસ અને નર્વસ સિસ્ટમને  સારી રાખે છે.

પૂજામાં ધ્યાન રાખો દીવાથી જોડાયેલી આ બાબતોનું : દેવી-દેવતાને ઘીનો દીવો પોતાના જમણા હાથની બાજુ અને તેલનો દીવો ડાબા હાથની બાજુ મુકવો જોઈએ. પૂજા કરતી વખતે દીવો ઓલાવવો ના જોઈએ. ઘીના દીવા માટે સફેદ રૂની વાટનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે તેલના દીવા માટે લાલ દોરાની વાટ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. પૂજામાં ક્યારેય પણ ખંડિત દીવો ન પ્રગટાવવો જોઈએ. ધાર્મિક કાર્યમાં ખંડિત સામગ્રી શુભ ગણવામાં આવતી નથી. આમ તમારે પૂજા સમયે આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

તમે ઘરમાં અખંડ દીવો રાખો છો ? તો કોમેન્ટ કરો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “વિજ્ઞાન પણ માની ગયું ઘરમાં અખંડ દીવો રાખવાનું આ રહસ્ય… લાભ જાણી તમને પણ અખંડ જ્યોત પ્રગટાવવા લાગશો”

Leave a Comment