તીખું-તળેલું કે તેલ વાળું ફૂડ ખાધા બાદ તરત પિય લ્યો આ 3 માંથી કોઈ એક વસ્તુ, પેટમાં ગડબડ પણ નહિ થાય અને વજન પણ નહિ વધે…

કેટલાક લોકો ઓઈલી એટલે કે તેલ વાળા ખાદ્ય પદાર્થ ખાતા પહેલા ખુબ જ વિચાર કરે છે. ઓઈલી ખાદ્ય પદાર્થ ખાવાથી વજન વધે છે, તે કારણથી લોકો ઓઈલી ખાદ્ય પદાર્થનું સેવન કરતાં પહેલા ખુબ જ વિચાર કરે છે. ખુબ જ ઓઈલી ખાદ્ય પદાર્થ ખાવાથી વજનની સાથે જ શરીરમાં અન્ય પણ કેટલીક બીમારી થવાની સંભાવના વધી જાય છે.

તેવામાં અમે તમારી સાથે એવી ટિપ્સને શેર કરવા જઈ રહ્યા છીએ, જેને તમે ઓઈલી ખાદ્ય પદાર્થનું સેવન કર્યા પછી કરી શકો છો. અને ફોલો કરીને તમે તમારી કોઈ પણ પસંદગીની વસ્તુઓ ખાય શકશો અને તમારો વજન પણ નહિ વધે. તો ચાલો જાણીએ આ વિશે વધુ માહિતી.નવશેકું પાણી :

ઓઈલી ખોરાકનું સેવન કર્યા પછી લગભગ 15 થી 20 મિનિટ પછી 1 ગ્લાસ નવશેકું પાણી જરૂરથી પીવું જોઈએ. આમ, કરવાથી તમારું પાચનતંત્ર મજબૂત થાય છે અને ઓઈલી પદાર્થ સહેલાઇથી પચી જાય છે. સાથે જ, નવશેકું પાણી પીવાથી શરીરમાં રહેલ એક્સ્ટ્રા ચરબી ઓછી થાય છે.

ડિટોક્સ ડ્રિંક :

ઓઈલી પદાર્થનું સેવન કર્યા પછી ડિટોક્સ ડ્રીંક પીવાનું વધારે ફાયદાકારક થાય છે. આ ડ્રિંક પીવાથી શરીરમાં રહેલ એક્સ્ટ્રા ફેટ અને શરીરમાં રહેલ ઝેરી પદાર્થોને દૂર કરવામાં મદદ મળે છે. આ માટે ઓઈલી પદાર્થનું સેવન કર્યા પછી 10 થી 15 મિનિટ પછી 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 લીંબુનો રસ નાખીને તેનું સેવન કરો.ફ્રેશ ફ્રૂટ્સ : ઓઈલી ખોરાકનું સેવન કર્યા પછી તમે ફ્રેશ ફળોનું સેવન પણ કરી શકો છો. આમ કરવાથી ઓઈલી ખોરાકથી જે પણ નુકશાન થાય છે, તેનાથી બચી શકાય છે. તેનાથી પાચનતંત્ર સારું થાય છે અને વજન વધવાની સમસ્યાથી પણ બચી શકાય છે.

આમ તમે જો તેલ યુક્ત ખાદ્ય પદાર્થનું સેવન કરવા માંગો છો અને વજન ન વધે તે પણ ઈચ્છો છો તો તમે તેલ યુક્ત ખાદ્ય પદાર્થ ખાધા પછી ઉપર આપેલ ખોરાકનું સેવન કરી શકો છો. તેનાથી તમારું પાચનતંત્ર પર સારું થશે અને તેલ યુક્ત ખાદ્ય પદાર્થ ખાધા પછી જે તેલના ઓડકાર આવે છે તે પણ ઓછા થઈ જશે. આથી તમને આ ટીપ્સને જરૂર અપનાવી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment