ચહેરો, છાતી અને વાળમાં દેખાય આવા ગંભીર સંકેતો, તો થઈ જાવ સાવધાન. આવી શકે હૃદયનો હુમલો… જાણો હાર્ટએટેકના 3 અજાણ્યા સંકેતો.

ભારત માં હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. હાર્ટ એટેક હવે નાની ઉંમરના લોકોમાં પણ જોવા મળે છે. હાર્ટ એટેક આવતાં પહેલાં અમુક એવા લક્ષણો જોવા મળે છે જેનાથી સાવચેત થઇ જવાથી યોગ્ય ઈલાજ મળી જાય છે અને હાર્ટ એટેકના જોખમને ટાળી શકાય છે.

 હૃદયનો હુમલો ત્યારે આવે છે કે જ્યારે હૃદયની માંસપેશીઓ ના એક ભાગમાં પૂરતું લોહી ન મળતું હોય. મોટા ભાગની બાબતોમાં હૃદયનો હુમલો ધમનીઓ બંધ થવાના કારણે થાય છે. ધમનીઓમાં અવરોધ, સામાન્ય રીતે ફૈટ, કોલેસ્ટ્રોલ અને અન્ય પદાર્થો જામી જવાથી થાય છે. તેના કારણે ધમનીઓ બ્લોક થઈ જાય છે. જેનાથી રક્ત પ્રવાહ ધીમો પડી જાય છે.

હૃદયનો હુમલો આવ્યા બાદ મૃત્યુનું જોખમ દૂર કરવા માટે ઇમરજન્સી મેડિકલ ની મદદની જરૂરત હોય છે. હાર્ટ એટેકના બીજા અન્ય કારણો પણ છે જેમાં, જંકફૂડ ખાવું, એક્સરસાઇઝ ન કરવી, સ્થૂળતા વગેરે. આ બધા કારણોથી શરીરમાં કોલેસ્ટ્રોલ અને અન્ય ગંદા પદાર્થો જમા થાય છે જે નસોને બ્લોક કરી દે છે અને આ કારણે હૃદયને ઓક્સીજન નથી મળી શકતું, જેનાથી હાર્ટ એટેક આવી શકે છે.

જો વાત કરીએ હાર્ટ એટેકના લક્ષણો ની તો છાતીમાં દુખાવો થવો, કમજોરી મહેસૂસ થવી, જડબા અને ગરદનમાં દુખાવો થવો અને શ્વાસ લેવામાં તકલીફ થવી વગેરે સામેલ છે. હૃદયના હુમલાના કેટલાક એવા લક્ષણો પણ છે જેને તમારા ચહેરા પર પણ જોઇ શકાય છે. આ લક્ષણોને જો સમયસર સમજી લેવાય તો ઈલાજ કરવામાં મદદ મળે છે.

ઘટતી હેરલાઈન અને માથામાં ટાલ ના ધબ્બા:- માથામાં ટાલ પડવી એ હદય રોગના જોખમનું કારણ હોઇ શકે છે, વિશેષરૂપે હાઈ બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ વાળા લોકો માં વધુ જોવા મળે છે. સંશોધકો પ્રમાણે હાઈ કોલેસ્ટ્રોલ અને માથામાં ટાલ વાળા પુરુષો માં હાઈ કોલેસ્ટ્રોલ વાળા પુરૂષોની તુલનામાં હૃદય રોગનું જોખમ ત્રણ ગણું વધી ગયું હતું. વાળ ખરવા અને હૃદયરોગની વચ્ચે જૈવિક લિંકમાં પુરુષ હોર્મોનનું ઊંચું સ્તર સામેલ  છે.

2) આંખના પોપચાની આસપાસ કોલેસ્ટ્રોલ જમા થાય:- કોલેસ્ટ્રોલ પોપચા ની ચારેય તરફ પીળાપણું કરી દે છે. જેને  ‘ક્ષેનથેલેષ્મા’ કહેવાય છે. આ લોહીમાં અસામાન્ય લિપિડ સ્તર જોડાયેલું હોય છે જેને ડિસ્લીપિડેમીયા ના રૂપે ઓળખાય છે.ડિસ્લીપિડેમીયા ધમની અને દીવાલ પર કોલેસ્ટ્રોલના નિર્માણના જોખમને વધારે છે. આ બિલ્ડઅપ હૃદય, મગજ અને શરીરના અન્ય ભાગોમાં રક્ત પ્રવાહને પ્રતિબંધિત કરી શકે છે, જેનાથી હાર્ટ એટેક, સ્ટ્રોક અને પરિધીય ધમની ની બિમારીનું જોખમ વધે છે.3) કાનની તિરાડો:- 350 દર્દીઓ ના એક અધ્યયનમાં જાણવા મળ્યું કે ઇયરલોબ ક્રિઝ એ ઉંમર વધવાની સાથે અને કોરોનરી આર્ટરી ડિસીઝ સાથે સંકળાયેલ સંકેત છે. જે લોકોમાં આ લક્ષણો દેખાઈ રહ્યા હતા તેઓમાં તિરાડો વધુ જોવા મળી હતી. એક અધ્યયનમાં, સંશોધકોએ પુરૂષો અને સ્ત્રીઓમાં ઇયરલોબ ક્રિઝ અને મૃત્યુ સંબન્ધી કારણો વચ્ચે મજબૂત કડી શોધી કાઢી છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment