શરીરમાં નાની મોટી આ 7 બીમારી દેખાય, તો થઈ જજો અત્યારથી જ સાવધાન… હોય શકે છે આ જીવલેણ બીમારી… 99% લોકોને થઈ જાય છે અજાણતા જ…

આજનું ખાન પાન અને જીવન શૈલીને જોતા હૃદયથી જોડાયેલી અનેક પ્રકારની ગંભીર અને જીવલેણ બીમારીઓનો આંકડો દિન પ્રતિદિન વધી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે હૃદયથી જોડાયેલા રોગ વિશ્વ સ્તર પર મૃત્યુનું કારણ છે. દર વર્ષે અનુમાનીત 17.9 મિલિયન લોકોનું મૃત્યુ હૃદયથી જોડાયેલા રોગોના કારણે થાય છે.

દર વર્ષે 29 સપ્ટેમ્બરે વિશ્વ હૃદય દિવસ એટલે કે વર્લ્ડ હાર્ટ ડે ઉજવવામાં આવે છે. આ દિવસને ઉજવવાની શરૂઆત વર્લ્ડ હાર્ટ ફેડરેશને કરી હતી. આ દિવસને ઉજવવાનો ઉદ્દેશ્ય વિશ્વભરમાં હૃદયથી જોડાયેલા રોગોના જોખમ કારક, કારણ, બચાવ ની રીતો વગેરેમાં જાગૃતતા ફેલાવવાનો છે.

જો વાત કરીએ હૃદયના વિકારોની તો તેમાં સીવીડી, કોરોનરી હાર્ટ ડીસીઝ, સેરેબ્રોવેસ્ક્યુલર રોગ, રુમેટિક હૃદય રોગ અને અન્ય સ્થિતિઓનો સમાવેશ થાય છે. કાર્ડિયાર્ક સર્જન ની સલાહ પ્રમાણે હૃદય સંબંધીત બીમારીઓથી પીડિતો ની સંખ્યા ઝડપથી વધી રહી છે, તેનું મુખ્ય કારણ લોકો માં હૃદય રોગની બીમારીઓ વિશે સંપૂર્ણ જાણકારી નથી હોતી.હૃદય ખરાબ થવાના લક્ષણ કયા છે?:- હૃદયનું સ્વાસ્થ્ય બગડતા જ શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે આ લક્ષણો વિશે ખબર ન હોવાના કારણે લોકો તેને નજર અંદાજ કરે છે. સમય રહેતા જો ઈલાજ ન કરવામાં આવે તો હાર્ટ અટેક અને હાર્ટ ફેલ થવાનું જોખમ રહે છે.

હાર્ટ ફેલિયર કે હાર્ટ ફેલ થવાનું શું હોય છે:- હૃદયની નિષ્ફળતા ત્યારે થાય છે જ્યારે હૃદયના સ્નાયુને નુકસાન થાય છે અથવા હૃદયની અસરકારક રીતે પંપ કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. હૃદયના વાલ્વની ખામી, સારવાર ન કરાયેલ હાઈ બ્લડ પ્રેશર, કે આનુવંશિક રોગ પણ હૃદયની ગતિને રોકવાના કેટલાક જોખમકારકો હોઈ શકે છે. હૃદય ફેલ થવાના કારણો ચાહે કોઈ પણ હોય, અસફળ હ્રદય શરીરને ઓક્સિજનયુક્ત લોહીની આવશ્યકતા ને પૂરું કરવા માટે પર્યાપ્ત રૂપે પંપ નથી કરી શકતું.હૃદય નિષ્ફળ થવાના લક્ષણો:-

1) થાક:- જ્યારે કોઈનું હૃદય શરીરની જરૂરી ઉર્જા ને પૂરી કરવા માટે ઓક્સિજનયુક્ત લોહીને પંપ કરવામાં અસમર્થ રહે છે, તો વ્યક્તિ થાકનો અહેસાસ કરે છે. આ રીતે વ્યક્તિ પોતાના દૈનિક કાર્યોને સરળતાથી નથી કરી શકતો.

2) રોજિંદા કામો પર અસર થવી:- હૃદય નિષ્ફળતા વાળા લોકો પોતાના દૈનિક કાર્યોને પણ સરળતાથી કરવામાં અસમર્થ હોય છે કારણ કે તેઓ એકદમ જલ્દી અને સરળતાથી થાકી જાય છે અને શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવે છે. તેઓ લગભગ થાકેલા અને કામ પર ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા.3) શ્વાસ લેવામાં તકલીફ:- જે લોકોનું હૃદય નિષ્ફળ થઈ રહ્યું છે કે થઈ જાય છે તેઓમાં હંમેશા ઉધરસ, ગભરામણ, અને શ્વાસ લેવામાં મુશ્કેલી જેવા લક્ષણો જોવાય છે. આવા લક્ષણોને ક્યારેય પણ નજર અંદાજ ન કરવા જોઈએ. 

4) પગની ઘૂંટી માં સોજો:- જ્યારે હૃદયમાં ઉપયોગ કરેલા લોહીને નીચેની આટીઓ માંથી ફરીથી ઉપર લાવવા માટે આવશ્યક પંપીંગ શક્તિ નથી હોતી. તેથી ઘૂંટીઓ, પગ, જાંઘ અને પેટમાં દ્રવ્ય જમા થઈ જાય છે. વધુ પડતા પ્રવાહી પદાર્થો પણ કેટલાક લોકોમાં વજન વધવાનું કારણ બની શકે છે.5) ભૂખ ન લાગવી, જીવ ગભરાવવો:- કેટલાક લોકોનું  પાચનતંત્ર ઓછું રક્ત પ્રાપ્ત કરે છે, જેનાથી પાચન સંબંધિત સમસ્યાઓ થાય છે, તેથી ભૂખ ઓછી લાગે છે અને ત્યાં સુધી કે જીવ ગભરાવવા જેવા લક્ષણો પણ જોવા મળે છે.

6) હૃદયના દરમાં વધારો:- જો તમને પણ હૃદયના દરમાં વધારો થઈ રહ્યો હોય તો તેને નજર અંદાજ ન કરવો અને તુરંત જ ડોક્ટરની સલાહ લેવી. આ લક્ષણોને સમય રહેતા ઓળખી લેવા અને યોગ્ય સલાહ કે ઈલાજ કરાવીને સ્થિતિ માં સુધારો કરી શકાય છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment