રીંગણાનું સેવન 6 તકલીફ વાળા લોકોએ ક્યારેય ન કરવું, તેની નાની સમસ્યાઓ થઈ જાય છે મોટી….

મિત્રો તમે હાલ જાણો છો તેમ શિયાળો શરૂ છે તો દરેક લોકોના ઘરમાં રીંગણનો ઓળો અથવા તેનું શાક થતું હોય છે તેમજ બજારમાં પણ ઠેરઠેર કાળા, ગુલાબી અને લીલા રીંગણ જોવા મળે છે. અને મન લલચાય જાય તેને ખરીદવા માટે. પરંતુ આજે અમે આ લેખમાં અમુક એવા લોકો વિશે જણાવશું જેમણે રીંગણનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. તેમના માટે રીંગણનું સેવન હાનિકારક અને ઝોખમી સાબિત થઈ શકે છે. એ વાત સાચી છે કે રીંગણમાં ઘણા પોષક તત્વ રહેલા હોય છે. જે બીજી સબ્જીમાં નથી હોતા. ઘણા લોકોને તબિયતને સંબંધિત ઘણી બીમારી હોય છે તેમના માટે રીંગણનું સેવન નુકસાનકારક છે. તો ચાલો જાણીએ ક્યાં લોકોએ રીંગણનું સેવન ન કરવું જોઈએ.

બવાસીર થવા પર : જે લોકોને બવાસીરની તકલીફ હોય તેમણે રીંગણનું સેવન કરવામાં ધ્યાન રાખવું જોઈએ. જો આ બીમારીથી પીડિત વ્યક્તિ રીંગણનું સેવન કરશે તો તેની તકલીફમાં વધારો થઈ શકે છે. માટે તેમણે ક્યારેય પણ રીંગણનું સેવન ન કરવું જોઈએ.

એલર્જીથી ગ્રસિત વ્યક્તિ : જો તમે કોઈ પણ પ્રકારની એલર્જીથી પરેશાન છો તો તમારે રીંગણના સેવનથી બચવું જોઈએ. કારણ કે રીંગણ તમારી એલર્જીની સમસ્યાને વધારી શકે છે. જેના કારણે તમારા શરીરમાં એલર્જીઓની સમસ્યાઓમાં વધારો થઈ શકે છે.જે લોકો ડિપ્રેશનની દવા લે છે : જે લોકો ડિપ્રેશનની દવા લેતા હોય તેમણે રીંગણનું સેવન ન કરવું જોઈએ. કારણ કે ડિપ્રેશનની દવાથી શરીર પર જે અસર થાય છે તે ઓછી થઈ જાય છે.

આંખોમાં જલનથી પરેશાન લોકો : રીંગણનું સેવન એ લોકોએ પણ ન કરવું જોઈએ જે જેને આંખ સંબંધી કોઈ સમસ્યા હોય. કારણ કે તેના સેવનથી આંખની સમસ્યા વધી શકે છે.

પથરીની સમસ્યાથી પરેશાન લોકો : જો તમે પથરીની સમસ્યાથી પરેશાન હો તો રીંગણનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. કારણ કે રીંગણમાં ઓક્સ્લેટ હોય છે જે કીડની માટે નુકસાનકારક છે.લોહીની ઉણપથી પીડિત લોકો : જો કોઈ વ્યક્તિ લોહીની ઉણપથી પીડિત હોય અથવા એનીમિયાથી ગ્રસિત હોય તો તેમણે પણ રીંગણનું સેવન ન કરવું. ડોક્ટરના કહ્યા અનુસાર રીંગણના સેવનથી રક્ત બનવામાં મુશ્કેલી થાય છે.

(નોંધ : તેમ છતાં જો ઉપર જણાવેલ બીમારી હોય અને રીંગણનું સેવન કરવું હોય તો, કોઈ ડોક્ટર અથવા નિષ્ણાંતની સલાહ અવશ્ય લેવી જોઈએ.)

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment