કેન્સરમાં મૃત્યુનો ખતરો ડબલ કરી દે છે આ 3 ખરાબ આદતો, બીજા નંબરની ભૂલ 99% લોકો રોજ દોહરાવે છે… જિંદગી બચાવવા આજે જ છોડો આ ખરાબ આદતો…

લગભગ છેલ્લા 10 થી 15 વર્ષમાં જોઈએ તો એવી ગંભીર બીમારીઓ ફાટી નીકળી છે, જેને આપણે ક્યારેય જાણતા ન હોઈએ. કોઈક બીમારીઓ એટલી ગંભીર હોય છે કે, જે જીવલેણ સાબિત થાય છે. આવી ગંભીર બીમારીઓમાં એક છે કેન્સર. જો કે કેન્સરથી આપણે સૌ અવગત છીએ જ. કેન્સર એક ઘાતક અને જીવલેણ બીમારી છે. કેન્સરથી બચવા માટે તેના લક્ષણો પર ધ્યાન રાખવું અને સમય પર તપાસ કરાવતા રહેવું જરૂરી છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા એક અધ્યયનમાં એ વાતનો ખુલાસો થયો છે કે, હૃદય રોગ બાદ કેન્સર વિશ્વભરમાં મૃત્યુનું બીજું મુખ્ય કારણ છે. એ વાત સાચી છે કે, કેન્સર ખરાબ રીતે શરીરમાં ફેલાઈ જાય છે. પરંતુ હાલમાં જ થયેલા એક અધ્યયનમાં આશ્ચર્યજનક પરિણામો સામે આવ્યા છે, જેમાં મોટાભાગના લોકો એવા હતા જેમણે કેન્સરના જોખમને વધારતા પરિબળોને ગંભીરતાથી ન લીધા, કે જેને રોકી શકાતા હતા.

આ ચિંતાજનક અને વિચારવા વાળું અધ્યયન છે જેમાં એવો બોધપાઠ શીખી શકાય છે કે કેન્સર નિવારણ પરિબળો પર વધુ સારી રીતે કામ કરીને આ ગંભીર રોગથી થતા મૃત્યુથી બચી શકાય છે અને રોગનું જોખમ પણ ઘટાડી શકાય છે.

શોધમાં જાણવા મળ્યું કે 2019 માં દરેક કેન્સરથી થતા મોતમાં 44.4% રોકી શકાય તેવા જોખમ પરિબળોને કારણે થયા હતા. આંકડાઓથી જાણવા મળે છે કે, જોખમકારક પરિબળોના કારણે કેન્સરથી થતા મોતમાં વધારો થઈ રહ્યો છે. વર્ષ 2010 થી 2019 સુધી વિશ્વભરમાં 20.4% નો વધારો થયો છે. આ નિશ્ચિત રૂપથી સ્વાસ્થ્ય જીવન શૈલીમાં બદલાવ લાવવા માટે ચિંતાનો એક સંકેત છે.

1) ધુમ્રપાન : સિગરેટમાં હાજર રસાયણ તમારા ડીએનએને નુકશાન પહોંચાડે છે અને તમારી કોશિકાઓ માટે કોઈપણ ડીએનએને થતા નુકશાનને સુધારવાનું મુશ્કેલ બનાવી દે છે. તેનાથી ડીએનએને એવા ભાગમાં નુકશાન પહોંચાડે છે જે ખરેખરમાં કેન્સરથી બચવામાં મદદ કરે છે. સમયની સાથે એક જ કોશિકામાં ડીએનએને નુકશાન થવું કેન્સરની તરફ લઈ જાય છે.

2) ધુમ્રપાનથી થતા કેન્સર : તેનાથી લગભગ કોઈ પણ ભાગમાં કેન્સર થઈ શકે છે. આ મોં, ગળા, અન્નનળી, પેટ, કોલોન, ગુદામાર્ગ, યકૃત, સ્વાદુપિંડ, કંઠસ્થાન શ્વાસનળી, બ્રોનેક્સ, કિડની અને કિડનીની શ્રેણી, મૂત્રાશય, ગર્ભાશય અને સર્વાઇકલના કેન્સરનું કારણ બની શકે છે.

3) વધુ પડતું દારૂનું સેવન : નિયમિત અને વધુ પડતું દારૂનું સેવન તમારા લીવરને નુકશાન પહોંચાડી શકે છે, જેનાથી સોજો અને લીવરના કેન્સરનું જોખમ વધી શકે છે. દારૂનું સેવન કોલોન અને ગુદામાર્ગના કેન્સરના ઊંચા જોખમ સાથે પણ સંકળાયેલું છે. દારૂનું સેવન ઓછું કરવાથી કેન્સરના જોખમને પણ ઘટાડવામાં મદદ મળે છે. દારૂનું સેવન કરવામાં તમે જેટલી પરેજી રાખશો તેટલું તમે આ જોખમને જલ્દીથી દૂર કરી શકશો.

4) સ્થૂળતા : જો તમારું વજન વધારે હોય તો તમને કેટલાક પ્રકારના કેન્સરના જોખમો વધી શકે છે, સાથે જ ઉપચાર કરાવ્યા બાદ પણ કેન્સર પાછું થવાની સંભાવના વધી શકે છે. વધુ પડતું વજન તમારા હોર્મોન ઇન્સુલિન લેવલને વધારી શકે છે અને તેનાથી કેટલાક પ્રકારના કેન્સરનું જોખમ વધી શકે છે. ફેટ ટીસ્યુ પણ હોર્મોન એસ્ટ્રોજનનું વધુ ઉત્પાદન કરે છે જે બ્રેસ્ટ કેન્સરના વિકાસમાં મદદ કરે છે.

5) અભ્યાસકારોનું સૂચન : સંશોધકોનું માનવું છે કે, લોકોમાં કેન્સરથી જોડાયેલા જોખમકારક પરિબળને લઈને જાગૃતતા ફેલાવવી અત્યંત જરૂરી છે. આમ કરવાથી ભવિષ્યમાં કેન્સરથી થતું મૃત્યુના આંકડાને ઘટાડી શકાય છે. કેન્સરના ઈલાજ અને નિદાનમાં જોખમકારક પરિબળોને લઈને પણ મોટા સ્તર પર ચર્ચા થવી જોઈએ.

6) અહીંયા પ્રકાશિત થયું છે અધ્યયન : ધ લેટેસ્ટ જનરલમાં પ્રકાશિત થયેલ પેપરને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. જોખમી પરિબળો અને કેન્સર વચ્ચેના સંબંધનું વિશ્લેષણ કરવા માટે ડેટાનો ઉપયોગ ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશનના ગ્લોબલ બર્ડન ઑફ ડિસીઝ પ્રોજેક્ટના માટે કરવામાં આવ્યો હતો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment