ખરતા વાળને ઈન્સ્ટન્ટ રોકવા અજમાવો 4 માંથી કોઈ પણ 1 ઉપાય, વાળ તૂટતા બંધ થશે અને બની જશ એકદમ લાંબા, મજબુત અને સિલ્કી…

આજના સમયમાં મોટાભાગે આપણે જોઈએ છીએ કે, લોકો પોતાના ખરતા વાળને લઈને ખુબ જ પરેશાન રહે છે. ખરતા વાળ રોકવા, ખોડો દુર કરવા, તેમજ વાળને ખરાબ થતા રોકવા માટે આપણે અનેક ઉપાયો અજમાવીએ છીએ. આજે અમે તમને આ લેખમાં એવા ઉપાય વિશે જણાવશું જેને અપનાવીને તમે ખરતા વાળ રોકી શકો છો.

મહેંદી અને સરસવનું તેલ : મહેંદી અને સરસવનું તેલ વાળની તમામ મુશ્કેલી દુર કરવામાં તમારી મદદ કરી શકે છે. મહેંદી અને સરસવનું તેલ વાળને ખરતા અટકાવવા માટે ઉપયોગી છે. જો તમે તમારા ખરતા વાળથી પરેશાન હોય તો, તમારે મહેંદીમાં સરસવનું તેલ મિક્સ કરીને ઉપયોગમાં લેવું જોઈએ. તે માટે 250 ગ્રામ તેલને ગરમ કરી અને તેમાં 60 ગ્રામ મહેંદીના પત્તા નાખો. ધીમા તાપે પાંદડાનો રંગ ભૂરો થાય ત્યાં સુધી ગરમ કરો પછી ગેસ બંધ કરી લો. તેને ઠંડુ થવા દેવું. ત્યાર બાદ એક સાફ કપડું લઈને તેલને ગળી લો અને કાંચની બોટલમાં ભરી લો. તેને પોતાના માથામાં આખી રાત લગાડીને રાખો અને બીજા દિવસે ધોઈ લો. આમ સ્ટોર કરેલ આ તેલને તમે ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો.

એરંડિયું : વાળની દરેક પ્રકારની સમસ્યાઓ દુર કરવા માટે તમે એરંડાના તેલનો ઉપયોગ કરી શકો છો. એરંડાના તેલની માલિશ પણ તમને ઉપયોગી સાબિત થઈ શકે છે. સ્ટાઈલક્રેજના મત મુજબ, 2 થી 3 મોટા ચમચા એરંડાના તેલને થોડું ગરમ કરી અને તેને પોતાના વાળમાં લગાડો. તેને આખી રાત લગાવી રાખવું. એક અઠવાડિયામાં 3 થી 4 વખત કરવું. એરંડાના તેલથી વારંવાર માલિશ કરવાથી આખી ખોપડીમાં રક્તનું સંચાર વધીને વાળના મૂળને ઉત્તેજિત કરે છે. તે સ્વસ્થ વસાની સાથે સાથે ખોપડીને પોષણ આપે છે. જેનાથી વાળના વિકાસમાં મદદ મળે છે.

સફરજન : સફરજનમાં રહેલ અનેક પોષક તત્વો તમારા વાળને પોષણ આપવામાં તમારી મદદ કરે છે. સફરજનનો રસ પણ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. સફરજનનો રસ 1 થી 2 મોટા ચમચા જેટલો લેવો. તમારા વાળને શેમ્પુથી ધોયા બાદ આ રસથી તમારા વાળને રગડો. એક કે બે મિનિટ માટે તેનાથી માલિશ કરવી અને પછી હળવા ગરમ પાણીથી માથું ધોઈ લેવું. અઠવાડિયામાં બે વખત આવું કરવું. તે ખોપડીના પીએચને સંતુલિત કરીને કોઈ પણ રોગાણૂઓ જે વાળના વિકાસમાં બાધક બનતા હોય તેમણે દૂર કરે છે. તે સંચલનને પણ ઉત્તેજિત કરે છે.

એલોવેરા જેલ : એલોવેરા વાળ માટે એક કુદરતી જેલ છે. જેનો ઉપયોગ કરવાથી તમારી વાળની દરેક સમસ્યા દુર થઈ જાય છે. એલોવેરા જેલ તમારા માથા અને વાળના સ્ટ્રેંડ્સ વચ્ચે સ્ટોરમાંથી ખરીદેલ તાજું એલોવેરા જેલ અથવા ઓર્ગેનિક વર્ઝન લગાડવું. તેને 15 થી 20 મિનિટ લગાડેલું રહેવા દો. તમારા વાળને હંમેશાની જેમ રગડો. તેને અઠવાડિયામાં બે કે ત્રણ વખત કરવું. માથામાં એલોવેરાનું પેસ્ટ લગાડવાથી સૂકાપણું દૂર થાય છે. અને તેના પીએચ સ્તરને વધારી રાખવામાં મદદ મળે છે. તે વાળના વિકાસને વધારે છે.

ડુંગળી : વાળની હેલ્થ માટે ડુંગળી પણ એટલી  ઉપયોગી છે. તેમાં રહેલ પોષક તત્વો તમારા વાળને પુરતું પોષણ આપવાનું કામ કરે છે. ડુંગળીનો રસ પણ ઉપયોગી છે. એક મધ્યમ આકારની ડુંગળી અને એક મોટી ચમચી મધ લેવું. તેમાં મધ મિક્સ કરીને કોટનની મદદથી રસને વાળના મૂળમાં લગાડવો. અને 20 થી 30 મિનિટ સુધી રહેવા દેવું. ત્યારબાદ વાળને શેમ્પુથી ધોઈ લેવા. સારા પરિણામ માટે તેને અઠવાડિયામાં બે વખત કરવું. ડુંગળી વાળના મૂળને પુનર્જીવિત કરે છે અને જ્યારે મધ સાથે મિક્સ કરવામાં આવે છે તો તે વાળના ઉપચારમાં શાનદાર કાર્ય કરે છે. તેનાથી વાળના વિકાસમાં પણ મદદ મળે છે.

આમ તમે ઉપર આપેલ ઉપાયો અજમાવીને તમારા વાળને ચમકદાર, મુલાયમ, સ્વસ્થ રાખી શકો છો. વાળ આપણી સુંદરતાનો એક અહમ ભાગ છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment