શિવજી આપે છે ભયંકર દંડ | ક્યારેય ન કરવા જોઈએ આ 5 કામ | ઘણા લોકો કરતા હોય છે આ કામ

ભગવાન શિવજી આપે છે ભયંકર દંડ…. ક્યારેય ન કરવા જોઈએ આ 5 કામ…

મિત્રો ભગવાન શિવને દેવોના દેવ મહાદેવ માનવામાં આવે છે. મિત્રો એવું કહેવાય છે કે સંસારના કણેકણમાં વસેલી અસીમ ઉર્જા ભગવાન શિવ જ છે. ભગવાન શિવને પ્રેમ અને ઉર્જાના પ્રતિક માનવામાં આવે છે. તો તેઓને એક ઉત્તમ પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એક સારા પિતા તરીકે પણ પૂજાય છે. જે કુંવારી કન્યાઓ ભગવાન શિવના વાહન નંદીના કાનમાં સારો પતિ પ્રાપ્ત કરવાની ઈચ્છા પ્રગટ કરે છે તેને શિવજી ક્યારેય નિરાશ નથી કરતા.

આમ તો ભોળાનાથને ખુબ જ ઝડપથી પ્રસન્ન કરી શકાય છે. તેમને ગમે તે સ્થાન પર પુંજી શકાય છે અને તેમને માત્ર એક લોટો જળ ચડાવીને પણ પ્રસન્ન કરી શકાય છે. પરંતુ જો શિવજી કોઈ વ્યક્તિના દુષ્કૃત્યથી નારાજ થઇ જાય તો તેના પર ખુબ જ ક્રોધિત થઇ જાય છે. આજે અમે શિવપુરાણ અનુસાર એવા જ છ પાપો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે કોઈ વ્યક્તિ કરે તો ભગવાન શિવ પોતે જ તે વ્યક્તિને તેના પાપનો ભયંકર દંડ આપે છે.

પહેલું પાપ છે લગ્ન તોડવાનો પ્રયત્ન. જો કોઈ વ્યક્તિ કોઈ દુષ્ટ કારણના લીધે લગ્ન તોડવાનો પ્રયત્ન કરે અથવા તો કોઈ સ્ત્રી કે પુરુષ કોઈ અન્ય વ્યક્તિના વૈવાહિક જીવનમાં સમસ્યાઓ ઉભી કરે, તેના લગ્ન તોડાવવાનો પ્રયત્ન કરે, તો તેવા વ્યક્તિને ભગવાન શિવ ભયંકર દંડ આપે છે. જે પુરુષ બીજાની સ્ત્રી પર ખરાબ નજર રાખે અને તેનું લગ્ન જીવન નષ્ટ કરવાની કોશિશ કરે, તેને ભગવાન શિવ ક્યારેય માફ નથી કરતા.

બીજુ પાપ છે પૈસાની બાબતમાં દગો કરવો. પૈસા માટે ચોરી કરવી, લુંટ ફાંટ કરવી અને કોઈને દગો આપવો તે ભગવાન શિવજીની નજરમાં ખુબ મોટું પાપ છે. માટે જેટલું તમને મળે છે એટલામાં ખુશ થઈને જીવન પસાર કરવું જોઈએ. ભૂલથી પણ કોઈ અન્ય વ્યક્તિના ધન પર ખરાબ નજર ન કરવી જોઈએ. આ ઉપરાંત પૈસા બાબતે કોઈ સાથે છળ કપટ કે દગો ન કરવો જોઈએ. નહિ ભગવાન શિવજીના પ્રકોપથી કોઈ નથી બચાવી શકતું.

ત્રીજું પાપ છે કોઈ વ્યક્તિને ખૂન કષ્ટ આપવું. કોઈ પણ ગરીબ, નાદાન કે કોઈ નબળી વ્યક્તિનો ફાયદો ઉઠાવીને તેને કષ્ટ ન આપવું જોઈએ. કારણ કે ભગવાન શિવની નજરમાં આ એક ઘોર પાપ છે. જે લોકો કોઈ ભોળા અને ભલા માણસને કષ્ટ આપવાનું વિચારે છે અથવા તો આપે છે તેને ભગવાન શિવજી અવશ્ય દંડ આપે છે.

ચોથું પાપ છે ખોટો રસ્તો અપનાવવો. ઘણી વાર અમુક લોકો ઝડપથી સફળતા મેળવવા માટે દુષ્કર્મ કરવા લાગે છે. ભગવાન દ્વારા કહેવાયેલી વાતોનો અનાદર કરીને ખોટા રસ્તે ચાલવા લાગે છે અને બીજા લોકોને ફસાવીને ઝડપથી ધનવાન બનવા માંગતા હોય છે. આવા લોકોને ભગવાન ભોળેનાથ કોઈ પણ સ્થિતિમાં માફ નથી કરતા. તેને ભગવાન અવશ્ય દંડ આપે છે.

પાંચમું પાપ છે દુષ્ટ વિચારો. શિવપુરાણ અનુસાર કોઈ પણ વ્યક્તિએ કોઈ અન્ય વ્યક્તિનું ખરાબ થાય તેવું ન વિચારવું જોઈએ. આવા વિચારોના કારણે તે વ્યક્તિ પોતે જ ઈશ્વરની નજરમાં પોતાને જ દોષિ બનાવી રહ્યો હોય છે. બીજા પ્રત્યે ખરાબ વિચારનાર અને બીજાનું અહિત થાય તેવું કરનાર અને વિચારનાર વ્યક્તિને ભગવાન શિવ ક્યારેય માફ નથી કરતા.

છઠ્ઠું પાપ છે ખોટું બોલવું. શિવ પુરાણ અનુસાર જે પણ મનુષ્ય બીજાને નુકશાન પહોંચાડવાના હેતુથી ખોટું બોલે છે અને અન્ય લોકો સાથે છળ કપટ કરે છે, તો તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં ક્ષમાને લાયક નથી હોતા. જે વ્યક્તિ જાણી જોઈને ખોટું બોલીને કોઈ અન્ય વ્યક્તિનું અહિત કરે છે તેના પર શિવજી ક્યારેય કૃપા નથી કરતા અને શિવજી તેને દંડ આપવા યોગ્ય જ સમજે છે.

તો મિત્રો આ છ પાપ એવા છે કે જેને કરનાર વ્યક્તિને શિવજી સ્વયં ભયંકર દંડ આપે છે. તો મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટ કરો અને લખો હર હર મહાદેવ…

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment