પુડલા, ઢોંસા કે રોટલી તવીમાં વારંવાર ચીપકી જાય છે ? તો લગાવી દો એમાં આ એક વસ્તુ, ચીંકણી તવી પણ થઈ જશે સાફ…

તમે જાણતા હશો કે રસોઈઘરમાં અનેક સમસ્યાઓ રહેલી હોય છે.  આવી જ અનેક સમસ્યાઓમાં એક સમસ્યા છે લોઢી અથવા તો કોઈ વાસણમાં વારંવાર ભોજન ચોટી જાય છે. જો તમારી સાથે પણ આવું થાય છે તો તમે સહેલાઈથી આ ટીપ્સ અપનાવી શકો છો.

ઘણા લોકોની સાથે આ સમસ્યા થતી હોય છે કે દરરોજ તમે જે લોઢી અથવા વાસણનો ઉપયોગ કરો છો તેમાં ખુબ જ વધુ ખોરાક ચોટી જવાથી ખરાબ થઈ જાય છે. તેમજ આ લોઢીમાં તમે જ્યારે ઢોસા, ઉત્તપમ બનાવો છો તો તે પણ ચોંટી જાય છે. અને ખાવાનો સ્વાદ ખરાબ થઈ જાય છે. જો તમારી સાથે પણ આ સમસ્યા થાય છે તો અહીં તમને કેટલીક ટ્રીક આપી છે જે તમને ઉપયોગી સાબિત થશે.

લોઢીની સમસ્યા ઘણા લોકોને હોય છે. આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટેની ઘણી નાની નાની અને સરળ ટ્રીકસ તમને જરૂર ઉપયોગી થશે.લોટથી સાફ કરો લોઢી : જો તમે ઢોસા, ઉત્તપમ અથવા કોઈ પણ વસ્તુઓ બનાવવા જઈ રહ્યા છો અને તે લોઢી પર ચોટે છે તો તમારે સૌથી પહેલા તેની ચીકાશ દુર કરવી પડશે, જે પહેલા બનાવેલ ખોરાકની ચીકાશ હોય છે. તેને ઠીક કરવા માટે તમે લોઢી પર થોડો લોટ નાખો. આમ કર્યા પછી આંગળીઓથી લોટને ઘસો. તમે જોશો કે જો લોઢીમાં તેલ હશે તો તે લોટમાં ભળી જશે અને તેની સાથે ખોરાકના કણ પણ આવી જશે. આ તેલ અને ખોરાકના કણ લોઢી પર બળીને ભોજનનો સ્વાદ બગાડી દે છે. આ ટ્રીક તમને ખુબ ઉપયોગી થશે.
નોંધ : યાદ રાખો કે આ ટ્રીક કરતી વખતે લોઢી પર કોઈ મોઈશ્ચર ન હો નહિ તો લોટ મોશ્ચરના કારણે ચોટી જશે. 

વાસી બ્રેડથી લોઢીને સાફ કરો : વાસી બ્રેડ પણ એ રીતે જ કામ કરશે જે રીતે લોટની મદદથી લોઢી સાફ કરીએ છીએ. મોઈશ્ચર વાળી લોઢીને 1 થી 2 દિવસ વાસી બ્રેડને ઘસો. તેની કોર્નર પર પણ બ્રેડને બરાબર ઘસો. આમ કરવાથી વધારાનું તેલ, ખોરાકના કણ અને બળી ગયેલ ખોરાક સાફ થાય છે. તેનાથી ફાયદો એ થાય છે કે લોઢી ધોયા પછી તેમાં રહેલ સાબુ પણ સાફ થઈ જાય છે
નોંધ : તમે કોઈ પણ વસ્તુ બનાવવા જઈ રહ્યા છો તો બ્રેડને ઘસીને જોશો તો લોઢીની સ્ટીકીનેસ ઘણી ઓછી થઈ જશે. લોઢીને હંમેશા સુકવીને જ મુકો :  લોઢી પર તમે ભલે રોટલી બનાવી રહ્યા છો, ઢોસા, કે ઉત્તપમ બનાવી રહ્યા છો જો તે બરાબર ધોવાશે નહિ તો તેનાથી ઘણી પરેશાની થશે. લોઢી પર સાબુ રહી જવો તે સામાન્ય વાત છે અને તમે તેને ધોયા પછી લૂછતાં નથી તો તેમાં સાબુના કણ ચોટી જાય છે અને તેમાં ચીકાશ રહી જાય છે આથી સારું રહેશે કે તમે લોઢીને ધોયા પછી સુકવી નાખો.
નોંધ : લોઢીને વારંવાર સ્ક્રબથી ન ઘસો. તેનાથી તે પાતળી થઈ જાય છે અને ખોરાક વારંવાર ચિપકે છે.

એક જ લોઢી પર ઘણી વસ્તુઓ નો ઉપયોગ ન કરો : એક જ લોઢી પર રોટલી, પરાઠા, ઉત્તપમ, થેપલા વગેરે બધું બનાવશો તો લોઢી હંમેશા સ્ટીકી રહેશે અને કોઈ પણ રીતે તે ખોરાકને ખરાબ કરશે. દરરોજ રોટલી અને પરાઠા માટે એક અલગ લોઢી રાખો અને અને કોઈ સ્પેશીયલ ડીશ બનાવવા માટે અલગ લોઢી રાખો.
નોંધ : નોન-સ્ટીક અથવા ટેફલોન કોટિંગ વાળી લોઢી પર ઢોસા વગેરે બનાવવા સારું છે આ માટે લોઢાની લોઢી પણ ઉપયોગ કરો. ખુબ જ જૂની લોઢીને બદલી નાખો : ઘણી વખત આપણે વર્ષો સુધી એક જ લોઢીનો ઉપયોગ કરીએ છીએ જે ખોટું છે. તે ભોજનને હંમેશા ખરાબ કરે છે અને તેમાં ખોરાક પણ વધુ ચીપકે છે. તમારા માટે એ જરૂરી છે કે તમે સમય આવે લોઢીને બદલી નાખો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment