દક્ષિણ ભારતની ટ્રેડીશનલ મીઠાઈ “ખુજુ ખટ્ટાઈ”…. ફક્ત દલ અને ચોખામાંથી જ બની જશે આ મીઠાઈ… લખી લો રેસીપી

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🍮 દાળ ચોખામાંથી વગર ઘી અને ખાંડ બનાવો હેલ્ધી અને ટેસ્ટી મીઠાઈ🍮

 Image Source :

💁 મિત્રો આજે અમે જે મિષ્ટાન વિશે વાત કરવા જઇ રહ્યા છીએ તે ખૂબ જ સ્વાસ્થ્ય વર્ધક છે. કારણ કે તેમાં ઘી કે ખાંડ જેવી વસ્તુઓનો કોઈ ઉપયોગ થતો નથી. તેથી તે આપણા શરીરને કોઈ નુંકશાન થતું નથી. માટે જો તમને મીઠાઈ ખાવાનું મન થાય તો તમે આ મીઠાઈ એક વાર ઘરે બનાવજો.

💁 મિત્રો આ વાનગી ગુજરાતી નથી પરંતુ દક્ષીણ ભારતની ટ્રેડીશનલ મીઠાઈ છે. ખુબ જ સ્વાદિષ્ટ  અને હિતકારી છે. આ મીઠાઈ સ્વીટ ખુજ્જું ખટ્ટઈનાં નામે ઓળખાય છે. જે દેખાવમાં ચૂરમાના લાડૂ જેવી દેખાય છે. પરંતુ તેને બનાવવાની રીત એકદમ અલગ જ છે. તમે લગભગ ક્યારેય વિચાર્યું પણ નહિ હોય કે દાળ ચોખામાંથી આવી રીતે મીઠાઈ પણ બનાવી શકાય છે. તો ચાલો જાણીએ મીઠાઈ બનાવવા જોઈતી સામગ્રી અને તેને બનાવવાની વિધિ.

👩‍🍳 બનાવવા માટે જોઈતી સામગ્રી:- 👩‍🍳

 Image Source :

🍚 એક કપ ચોખા,

🍚 એક કપ મગછડી પીળી દાળ,

🍚 એક કપ જેટલો ગોળ, (તમે તમારા સ્વાદ મૂજબ વધારે કે ઓછો પણ લઇ શકો છો.)

🥄 એક ચમચી એલચી પાવડર,

🥣 ગોળનું ૩/૪ પાણી,

🥥 તાજું છીણ કરેલું નાળીયેર અડધો કપ,

🥥 સુકા ટોપરાનું છીણ અડધો કપ સજાવવા માટે,

👩‍🍳 બનાવવાની રીત:- 👩‍🍳

 Image Source :

🍚 સૌપ્રથમ એક કડાઈ ગેસ પર ગરમ કરવા મૂકી દો. ગરમ થાય ત્યાર બાદ કાચા ચોખા અને દાળ નાખી દો અને તેને થોડી વાર માટે શેકી લો. તેનો થોડો કલર બદલાઈ જાય ત્યાં સુધી જ શેકો વધારે કલર ન બદલવા દેવો. તેમજ ગેસને સાવ ધીમા તાપે રાખવો.

🍚 ચોખાને દાળ શેકાઈ જાય ત્યાર બાદ તેને ઠંડા થવા દો.

🍚 ઠંડા થઇ જાય ત્યાર બાદ તેને પાણીની મદદથી ધોઈ લો.

🍚 થોડી વાર સુકાવા દો ત્યાર બાદ એક મીક્ષ્યરમાં તે નાખો.

🍙 અને બંનેને મીક્ષ્યરમાં પીસી લો. મિત્રો એકદમ સાવ પાવડર નથી બનાવવાનો સેજ જાડો રાખવાનો છે. જેવો આપણે લાડવાનો લોટ દળાવીએ તેવો જ થોડો જાડો રાખવાનો છે.

🍙 હવે તે પાવડરને એક બાઉલમાં કાઢીને સાઈડમાં રાખી દો.

🍳 હવે કડાઈને ગરમ કરો તેમાં ગોળ નાખો અને તેનું ૩/૪ પાણી ઉમેરો અને ગોળને બરાબર રીતે મિક્સ થવા દો.

🍳 ગોળ જ્યારે મિક્સ થઇ જાય ત્યાર બાદ તેમાં ચોખા અને દાળના મિશ્રણમાંથી દળેલો લોટ તેમાં ઉમેરી દો. મિત્રો યાદ રહે કે ગોળની ચાસણી નથી લેવાની. જેવો ગોળ ઓગળી જાય કે તરત જ લોટ ઉમેરી દેવાનો રહેશે.

🍳 હવે તેમાં બીજી અન્ય વસ્તુઓ ઉમેરો. તાજા નાળીયેરનું છીણ, એલચી પાવડર વગેરે ઉમેરી દો.

 Image Source :

🍲 હવે તેને બરાબર હલાવો અને તે મિશ્રણ થોડું કઠણ ન થાય ત્યાં સુધી તેને બરાબર રીતે હલાવો. ફરી પાછું યાદ અપાવી દઈએ કે ગેસ પરની બધી જ પ્રક્રિયા કરતી વખતે ગેસ એકદમ ધીમા તાપે રાખવાનો રહેશે.

 🍲 હવે મિશ્રણ થોડું કઠણ લાડૂ બનાવી શકાય તેવું થઇ જાય ત્યાર બાદ તેને ગેસ પરથી ઉતારી લો. તેને થોડું ઠંડુ થવા દો. પરંતુ મિત્રો યાદ રહે તેને વધારે ઠંડુ થવા દેવાનું નથી, નહિ તો જો એકદમ ઠંડુ થઇ જશે તો તેમાંથી લાડુ સારા નહિ બને. માટે થોડું ગરમ હોવું જોઈએ મિશ્રણ.

🌰 હવે લાડુ વાળી શકો તેટલું ઠંડુ થઇ જાય ત્યાર બાદ મિશ્રણમાંથી લાડૂ બનાવી લો.

🌰  હવે એક ગેસ પર તપેલીમાં પાણી ગરમ કરવા માટે મૂકી દો અને તેની અંદર એક સ્ટેન્ડ રાખી દો.

 Image Source :

🌰 હવે બધા લાડુને એક પછી એક કાણા વાળી ઝારીમાં ગોઠવી દો.

🍳 હવે જુઓ જો પાણીમાંથી વરાળ બહાર નીકળવા માંડી છે તો તે ઝારીને સ્ટેન્ડ ઉપર સેટ કરી લો.

🍳 હવે તેને ઉપરથી ઢાંકી દો. પરંતુ મિત્રો તેના ઢાંકણને બરાબર રીતે કપડાથી કવર કરીને પછી ઢાંકો જેથી વરાળ લાડુ પર ન પડે. જો લાડૂ પર વરાળ પડશે તો તેનો ટેસ્ટ જતો રહેશે. તેથી ઢાંકણું અંદર અને બહાર બંને સાઈડથી કપડાથી કવર થયેલું હોવું જોઈએ.

🥟 હવે તેને થોડી વાર સુધી વરાળે કૂક થવા દો જેથી તે ખાવામાં એકદમ સોફ્ટ થઇ જાય.અને કાચા પણ નાં રહે.

🥟 હવે તેને ચારથી પાંચ મિનીટ સુધી આ રીતે વરાળે પકવો ત્યાર બાદ તેને એક પ્લેટમાં કાઢી લો.

🥟 હવે તેનો દેખાવ વધારે સુંદર લાગે તેના માટે એક બાઉલમાં સુકા ટોપરાનું છીણ લો અને બનાવેલા લાડુ ને એક એક કરી તે વાટકામાં નાખો અને તેને વાટકામાં આગળ પાછળ બધી બાજુ ઘુમાવીને ટોપરાનું છીણ લગાવી લો. આવી જ રીતે બધા જ લાડુમાં ટોપરાનું છીણ લગાવી લો.

🥟 હવે તેને એક પ્લેટમાં કાઢી સર્વ કરો.

💁‍♂️ તો મિત્રો એકદમ હેલ્દી છે આ મીઠાઈ તમારા સ્વાશ્ય માટે. તે કોઈ પણ પ્રકારનું નુંકશાન નહિ પહોંચાડે. ખાસ વાત તો એ છે કે સામાન્ય અને ખૂબ જ ઓછી સામગ્રી અને ખૂબ જ ઓછી મહેનતથી બની જશે આ મીઠાઈ.

🤷‍♂️તમને અમારી આ રેસેપી કેવી લાગી તે જરૂર જણાવજો કોમેન્ટ દ્વારા.

 Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

Leave a Comment