જો તમારે કોઈ પણ ક્ષેત્રે સફળ થવું હોય તો આ ૧૫ સુત્રો તો યાદ રાખવા જ જોઈએ (પાર્ટ – 2)… જરૂર વાંચો

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🎯 સફળતાના ૧૫ સુત્રો  (પગલા) 🎯 

પાછળ ના ( ૧ થી ૬ ) પગલા ભાગ – 1  વાંચવા માટે અહી લાલ અક્ષર પર ક્લિક કરો -> success-formula-by-napoleon-hill


પગલું – ૭  [ગુસ્સો, હર્ષ, શોક વગેરે ભાવ પર કાબુ ]   

જો તમે એક સફળ વ્યક્તિ બનવા માંગતા હોય તો તમારે હર્ષ, શોક અને ગુસ્સા જેવી લાગણીથી દુર રહેવું જોઈએ. કેમ કે આ લાગણીઓ જ તમને તમારા લક્ષ્યની નજીક પહોંચવામાં રોકતી હોય છે. હા, પણ એનો મતલબ એવો પણ નથી કે તમારે સાવ લાગણીઓથી વિમુખ રહેવું… 

 Image Source :

પણ વધુ પડતી લાગણીઓથી દુર રહેવામાં જ તમારી ભલાઈ છે, જો તમારે સફળ થવું હોય તો.

પગલું – ૮ [પગાર કરતા વધુ કામ કરવાની આદત.]

આજકાલ સૌ નોકરિયાતોને કે યુવાનોને પૂછાતો પ્રશ્ન છે કે “તમારી સેલેરી કેટલી? કે કેટલો પગાર તમારા હાથ માં આવે?”

ખુદ નોકરિયાતો પણ આવો સવાલ કેટલાક બીજા સાથીદારોને કરતા હોય છે. આ સવાલ કરતા પણ એક મહત્વનો સવાલ એ છે કે તમે ખુદ જે કામ કરો છો તેમાં કેટલો સમય આપો છો?  તમે એ તમારા કામને ખરેખર ધગશથી અથવા મહેનત થી કરો છો? તમને તમારું કામ ખરેખર ગમે છે?

ખેર, આવા સવાલો કોઈ નથી પૂછતા હોતા બધાને બસ રસ પોતાના પગારમાં જ હોય છે. તેનો મતલબ એ નથી કે પગારમાં રસ ના રાખવો, કે યોગ્ય સેલેરી ની ઈચ્છા ના રાખવી પણ સેલેરી કરતાય જો કામને મહત્વ આપો અને મારું કામ બેસ્ટ જ હોય એવો અભિગમ અપનાવો તો સેલેરી જ નહિ તમારો આત્મવિશ્વાસ, અનુભવ અને તમારું મન પણ બીજા કરતા વધી જશે.

 

પગલું – ૯ [આકર્ષક વ્યક્તિત્વ]

આકર્ષક વ્યક્તિત્વનો મતલબ તમે મોંઘા કપડા, મોંઘા બુટ, ઘડિયાળ, મોબાઈલ જેવી વસ્તુ સાથે જો સરખાવતા હોય તો તમે સદંતર ખોટા છો. હા, મોંઘા અને સારા કપડા બાહ્ય વ્યક્તિત્વને આકર્ષક કરી શકે પરંતુ આંતરિક વ્યક્તિત્વ આપણને વધુ આકર્ષક બનાવતું હોય છે.

 Image Source :

એક સાદગીભર્યા પણ સાફ કપડા,યોગ્ય રીતે સાફ બુટ, સાદી પણ સમયસર રહેતી ઘડીયાર, યોગ્ય વાતચીત થઈ શકે તેવો સાદો મોબાઈલ અને ખિસ્સામાં રાખેલી સસ્તી પેન તમારા બાહ્ય વ્યક્તિત્વ માટે યોગ્ય છે. તમારા વ્યક્તિત્વને તમારે સુગંધિત કરવું હોય તો થોડા સુગંધી અત્તરનો છંટકાવ સાથે તમારી અંદરથી ઉદ્દભવેલા આત્મવિશ્વાસ, દ્રઢ મનોબળ, ખડતલ શરીર અને વાંચાળ બોલીની સુગંધ પણ જરૂરી છે.

હવે તમે એક સાદા કપડામાં હોવા છતાં, તમારામાં આંતરિક વ્યક્તિત્વનું તેજ હોય તો તે તમારા બાહ્ય વ્યક્તિત્વના તેજમાં બમણો વધારો કરી દે છે. એટલે હંમેશા જેટલું ધ્યાન તમે તમારા બાહ્ય વ્યક્તિત્વ પર આપો એટલું જ ધ્યાન તમારા આંતરિક વ્યક્તિત્વ પર પણ આપો.

 

પગલું – ૧૦ [સચોટ વિચાર.]

સચોટ વિચાર એ તમારા ભવિષ્યના ભાગ્યનું ઘડતર કરે છે. જો તમે સચોટ વિચારને જીવનમાં જ્યાં સુધી નથી અપનાવતા ત્યાં સુધી તમે તમારા જીવનધોરણને નથી સુધારી શકતા.

દુનિયાની બધી શોધો શરૂઆતમાં ઘણી વખત અસફળ થાય છે પરંતુ શોધકનો તેની પાછળ સચોટ વિચાર હોવાથી અંતે તે શોધ સફળતા સુધી પહોચે જ છે. દુનિયામાં તમામ મોટા બીઝનસ પણ સચોટ વિચારના જ પરિણામ છે. પછી ભલે તે રિલાયન્સ, તાતા, અદાણી, વિપ્રો કે ઈન્ફોસીસ હોય. માણસ પોતાના મંતવ્ય જણાવવામાં પણ સચોટ ના હોય તો સામેના માણસ સુધી તેની વાત યોગ્ય રીતે પહોચતી નથી.

એટલા માટે એક સચોટ વિચાર કરનારા બનો તો, આજે નહી તો કાલે તમે સફળ બનશો જ.

 

 Image Source :

પગલું- ૧૧- [એકાગ્રતા]   

આજના માતાપિતા, શિક્ષકો અને વડીલોની એક જ ચિંતા રહેલી હોય છે કે વિદ્યાર્થીઓ એકાગ્રતા જાળવતા જ નથી હોતા. તે એકાગ્ર થઈને અભ્યાસમાં ધ્યાન નથી આપતા પણ હા, એકાગ્ર થઇ મોબાઈલ કે સોશિયલ મીડિયામાં રચ્યા પચ્યા રહે છે. આ પ્રશ્ન વિદ્યાર્થીઓનો જ નથી પરંતુ યુવાનો, નોકરિયાતો તેમજ ધંધાકીય વર્ગનો પણ છે.

તમે પહેલી વખત પ્રયાસ કરો ત્યારે એકાગ્રતામાં પારંગત થઇ જવાની અપેક્ષા ના રાખશો. પહેલા તો તમે જે નાના કામો કરો છો, જેમ કે પેન્સિલની અણી કાઢવી, એક પેકેટને કાગળ માં વીંટવું, એક પત્ર પર સરનામું લખવું વગેરે પર એકાગ્ર થતા શીખો. તમે જે શરુ કર્યું છે તેને પૂરું કરવાની આ અદ્દભુત કળામાં પરફેક્શન લાવવાની રીત છે, તમે કરો છો તે દરેક કામ સાથે આને જોડીને કરવાની ટેવ પડવી, ભલે તે ગમે તેટલું નાનું કામ હોય. તમે જે સૌપ્રથમ જાણશો તે એ છે કે આ નિયમિત આદત બની જશે અને તમે કોઈ પ્રયાસ વગર તે આપોઆપ કરશો. આવી નાની નાની આદતોનું મહત્વ સફળતા અને નિષ્ફળતા વચ્ચે નું છે.

એકાગ્રચિત્ત એ સફળતાના આ પગલામાં અત્યંત મહત્વ ધરાવે છે કેમ કે એકાગ્રતા વગર કોઈ પણ કાર્ય કે નિર્ણય યોગ્ય રીતે નથી લઇ શકતા.

 

પગલું – [૧૨ દ્રઢનિશ્વય]

સચોટ વિચાર પછીના આ પગલામાં દ્રઢનિશ્વયનો સમાવેશ થાય છે, દ્રઢનિશ્વય એ ખુબ જ જરૂરી પગલું છે. દ્રઢનિશ્વય વડે આપણે કોઈ પણ કામ તેના અંજામ સુધી પહોંચાડી શકીએ છીએ. કોઈ કામમાં ઢીલ કરવી એ દ્રઢનિશ્વયના અભાવને આપણે સચોટ વિચાર અને એકાગ્રતા જેવા પગલાઓ વડે ટાળી શકીએ.

આજનો યુવાન જો દ્રઢનિશ્વય કરીને કોઈ પણ કાર્ય કરવાનું વિચારે તો તે કામમાં આજે નહિ તો કાલે સફળતા ચોક્કસ મેળવે છે.

 Image Source :
પગલું –  ૧૩ – [નિષ્ફળતામાંથી શીખવું.]

કહેવાય છે કે એક સફળતા સો નિષ્ફળતા માંથી પસાર થઈને આવે છે, હા, એનો મતલબ એ નથી કે, દર વખતે સો નિષ્ફળતા પછી જ સફળતા મળે પણ સફળતા મેળવતી વખતે નિષ્ફળતાનો સામનો કરવો પડે છે પણ યાદ રાખો કોઈ નિષ્ફળતાએ કાયમી નથી પણ દરેક નિષ્ફળતા માંથી નીકળવાનો રસ્તો આપણે શોધી કાઢવો પડે છે. આ રીતે આપણે નિષ્ફળતાને પણ સફળતા મેળવવાના હથિયાર તરીકે વાપરી શકીએ છીએ.

આમ, જોઇએતો નિષ્ફળતાએ માનવી ની સાચી પ્રકૃતિ બહાર લાવતી એક પ્રક્રિયા છે. તેનાથી ખબર પડી જાય છે કે માણસ ખરેખર કઈ પ્રકૃતિ ધરાવે છે. “ નિષ્ફળતાને ધિક્કારો નહિ તેમના વજન હેઠળ તમારી ચકાસણી નો અધિકાર આપવા માટે ઈશ્વરનો આભાર માનો.

 

પગલું – ૧૪ – [સહિષ્ણુતા]

આ એક એવી તાકાત છે જેને યોગ્ય રીતે ઉપયોગ માં લેવાય તો દુનિયામાં ઘણા બધા ફેરફાર કરી શકાય છે. એક અસંસ્કૃત બાળકને તેના જન્મ પછી તરત જ તેના માં-બાપ થી દુર કરી દો અને એક સંસ્કૃત વાતાવરણમાં તેને આધુનિક ઘરમાં તેને ઉછેરો તો તે બાળક બધીજ લાક્ષણિકતાઓ ગ્રહણ કરી લે છે અને આ વરસો હંમેશા તેની સાથે જ રહેશે.

એક વાત યાદ રાખો તમે જેની પુરતી તપાસ નથી કરી તેને ન વખોડવું જ ઉત્તમ છે. કારણ કે આ આદત એવા મગજનો નિષ્કર્ષ છે જેના પર અસમજણ તથા પૂર્વ ગ્રહનું શાસન છે.

જે લોકો તમને નથી ગમતા તેમની તમારે નિંદા જ કરવી પડે એમ હોય તો તમારી ફરિયાદને વાચા ન આપવાની કાળજી રાખો પરંતુ તેમને લખી લો અને તે એવી જગ્યાએ લખો કે જલ્દીથી પરિસ્થિતિ સારી થતા તેને ભૂસી પણ શકો.

 Image Source : 
પગલું – ૧૫ – [ગોલ્ડન રૂલ ને લાગુ કરવો]

આ ગોલ્ડન રૂલ એ વસ્તુ છે કે જેના વડે આગળના ૧૪ પગલાઓને વ્યવસ્થિત ગોઠવી તેનું જીવનમાં અવલોકન કરી તેનામાંથી મળતી શક્તિઓ અને સિદ્ધિને સાથે લઇ જીવનમાં વધુ આગળ વધવું. વ્યક્તિ આગળના ૧૪ પગલાઓને તેના એકદમ નિયંત્રણમાં લઇ શકે પરંતુ ૧૫માં પગલા વડે જો તેના પ્રયાસોને માર્ગદર્શન આપવામાં નિષ્ફળ જાય તો તે કાયમી સફળતા મેળવી ન શકે.

 

આગળ ના ૧૪ પગલા એના મિશ્રણથી શક્તિ વિકસાવી શકાય પરંતુ આ ગોલ્ડન રૂલના સિધાંત વડે માર્ગદર્શન ન અપાય તો તે શક્તિ સફળતાના બદલે નિષ્ફળતામાં પણ પરિવર્તિત થઇ શકે.

આમ, નેપોલિયન હિલ દ્વારા લાખાયેલ આ ૧૫ સફળતાની નિશાનીઓ જો આપણે લાઈફમાં અપનાવીએ અને તેના પર અડગ રહીએ તો સફળતા આજે નહિ તો કાલે ચોકક્સ મળશે જ.

જો આ ૧૫ નિશાની તમને પસંદ પડતી હોય તો તમારા મિત્રોને પણ જણાવજો જેથી તે તેમના જીવનમાં જૂની અને અઘરી સફળતાની વ્યાખ્યા બદલીને સફળતાની એક નવી અને સરળ વ્યાખ્યા સમજી તેને મેળવવા આગળ વધી શકે.    

પાછળ ના ( ૧ થી ૬ ) પગલા ભાગ – 1  વાંચવા માટે અહી લાલ અક્ષર પર ક્લિક કરો -> success-formula-by-napoleon-hill
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

Leave a Comment