રસોડાની ગમે તેવી જૂની છરી કે ચપ્પુ આપશે એકદમ નવા જેવું જ કામ, આવી રીતે ઘરમાં જ રહેલી વસ્તુથી કાઢો તેની ધાર..

રસોડામાં સૌથી વધારે ઉપયોગી ટૂલ્સમાં છરી પહેલા નંબર પર આવે છે. કેમ કે રસોઈમાં શાકભાજી અથવા કોઈ પણ વસ્તુનું કટિંગ કરવાનું હોય તો પહેલી જરૂર  ચપ્પુ અથવા છરીની પડે છે. તેવામાં જો છરીની ધાર ઓછી થઈ જાય તો કામ કરવામાં સમસ્યા થઈ શકે છે. છરીની ધાર જો બરાબર ન હોય કામ કરવામાં મુશ્કેલી થાય છે અને જોખમી પણ થાય છે. કારણ કે છરીની ધાર ન હોવા પર તે છટકી શકે છે, જે કારણથી ઘા લાગી શકે છે.

આમ, તો સૌથી સરળ રીત એ છે કે, તમે બજારમાંથી નવી છરી ખરીદી લો. પરંતુ ઘણી વાર સારી અને મોંઘી છરી ફેંકવાનું મન થતું નથી. જો તમારી પાસે પણ આવી મોંઘી છરી છે, જેની ધાર ઓછી થઈ ગઈ છે, તો તમે તેને ફેંકવાની ભૂલ ન કરશો. પરંતુ તમે તેને ઘર પર જ ધારદાર બનાવી શકો છો. જો તમે ઘરે બેઠા જ છરીની ધારને તેજ કરવા માંગો છો, તો આ ઉપાય તમારા માટે કારગર સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ રસોડામાં રહેલી છરીની ધારને તેજ કરવા માટેના ઘરેલું મફત ઉપાય…

નક્કર પથ્થર : જો છરીની ધાર ઓછી થઈ ગઈ છે, તો તેને કોઈ પણ નક્કર પથ્થરની ઉપર ઘસો. તમે ગ્રેનાઇટ પથ્થર, માર્બલ પથ્થર અથવા કોઈ પણ સાધારણ પથ્થર પર છરીને ઘસીને તેની ધારને તેજ કરી શકો છો. પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે પથ્થર વધારે ચીકણો પણ ન હોવો જોઈએ, ન તો વધારે ખરબચડો હોવો જોઈએ. તમે જમીન પર ઘસીને પણ છરીની ધારને વધારી શકો છો. પરંતુ આવું કરતાં સમયે હાઇજિનનું ધ્યાન રાખવું જોઈએ. છરીને જો તમે જમીન પર ઘસી રહ્યા છો, તો ધાર તેજ કર્યા પછી ગરમ પાણીની અંદર નાખીને સાફ કરી લો.

સિરામિક કપ : સિરામિકના કપ તો લગભગ દરેકના ઘરોમાં હોય છે. આ કપ ઉપરથી ભલે ચીકણા લાગતા હોય, પરંતુ તેની ઉલ્ટી તરફનો ભાગ ખરબચડો અને નક્કર હોય છે. જો તમારી છરીની ધાર ઓછી થઈ ગઈ છે, તો સિરામિકના કપને ઉલ્ટો કરીને તેના ખરબચડા અને નક્કર ભાગ પર તેજીથી છરીને ઘસો. આવું કરતાં સમય પર ધ્યાન રાખો કે કપ પર વધારે દબાણ ન પડવું જોઈએ, કારણ કે તે ટૂટી શકે છે, તેનાથી તમને ઘા લાગી શકે છે.

લોખંડનો સળિયો : ઘરમાં કોઈ પણ લોખંડનો સળિયો પડ્યો હોય, તો પણ તેનો ઉપયોગ કરીને તમે છરીની ધારને વધારી શકો છો. આ માટે તમારે લોખંડના સળિયાને થોડી વાર સુધી તડકામાં ગરમ થવા માટે રાખવો પડશે. જ્યારે લોખંડનો સળિયો ગરમ થઈ જાય, ત્યારે તમે તેના પર છરીને ઘસીને છરીની ધારને તેજ કરી શકો છો. પરંતુ તમારે થોડી સાવધાની રાખવી પડશે, કારણ કે લોખંડ પર છરી ઘસવા પર તેમાંથી થોડા તણખલા નીકળી શકે છે.

છરીની ધાર તેજ કરતાં પહેલા તમારે એ જાણવું જરૂરી છે કે, દરેક છરીને ફરીવાર ધારદાર બનાવી શકાતી નથી. તેવામાં તમે તે છરીને જ તેજ કરો કે, જેને ફરીવાર ધારદાર બનાવી શકાય છે.

ઉપર આપેલા ઉપાયોમાંથી તમે કોઈ પણ ટિપ્સને અપનાવીને બેકાર થઈ ગયેલી છરીને ફરી ઉપયોગમાં લઈ શકો છો. પરંતુ આ ટિપ્સને અપનાવ્યા પછી તમે છરીને પાણી અને વિનેગરના મિશ્રણમાં થોડીવાર સુધી રાખવાની છે. આમ, કરવાથી છરી લાંબા સમય સુધી ધારદાર રહે છે.

આમ તમે છરીની ધાર કાઢવા માટે ઉપર આપેલ ટીપ્સ અપનાવી શકો છો. જે તમને ધાર કાઢવામાં ખુબ જ ઉયોગી નીવડે છે. તો આજે જ આ ટીપ્સ અપનાવી જુઓ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment