કંપની જેવા જ ખાખરા બનાવો હવે તમારા ઘરે આવી રીતે…. એટલા સ્વાદિષ્ટ બનશે કે ચાખતા રહી જશો.

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🍪 બજાર જેવા ક્રિસ્પી ખાખરા હવે બનાવો આ રીતે ઘરે જ.. 🍪

🍪 ખાખરાનો સામાન્ય રીતે નાસ્તામાં ઉપયોગમાં લેવાય છે અને તે આપની ગુજરાતી વાનગી છે પરંતુ લોકો ખાખરા પણ બજારમાંથી ખરીદતા હોય છે કારણ કે તે લોકો ડરતા હોય છે કે ક્યાંક તેના ખાખરા બજાર જેવા ક્રિસ્પી નહિ બને તો એમ વિચારી ઘરે બનાવવાનું ટાળતા હોય છે પરંતુ મિત્રો તમે ખૂબજ સરળતાથી ઘરેજ બજાર જેવા ક્રિસ્પી ખાખરા બનાવી શકો છો.બસ ખાલી એક બે વસ્તુનું ધ્યાન રાખવામાં આવે તો તમારા ખાખરા બજાર જેવા જ ક્રિસ્પી બનશે.ખાખરા ઘણા બધા ફ્લેવરમાં મળે છે જેમ કે સાદા ખાખરા,મસાલા ખાખરા વગેરે મિત્રો તમે તમારી રીતે તમારા મનપસંદ કોઈ અન્ય ફ્લેવરના પણ બનાવી શકો છો.તો ચાલો જાણીએ કે કઈ રીતે બનાવવામાં આવે છે અને કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરી તમે ખાખરા બનાવી શકીએ છીએ તે જાણીએ.મિત્રો ખાખરાની ખાસ વાત એ છે કે તમે તેલ નો ઉપયોગ કર્યા વગર જ બનાવી શકો છો જેથી આ ખાખરાનો નાસ્તો  અન્ય તળેલા નાસ્તાની તુલનામાં તમારા સ્વાસ્થ્ય માટે વધારે સારો ગણાય.Image Source :

👨‍🍳  બજાર જેવા ક્રિસ્પી ખાખરા બનાવવા માટે જોઈતી સામગ્રી:- 👨‍🍳

🍚 એક કપ ઘઉંનો લોટ એટલે કે ૧૫૦ ગ્રામ

🥄 બે ચમચી ચણાનો લોટ

🥄 એક ચમચી મેથી

🥄 અડધી ચમચી હળદર

🥄 અડધી ચમચી અજમો

🥄 અડધી ચમચી આખું જીરૂ

🥄 લાલ મરચું પાવડર

🥄 બે ચમચી તેલ

🌶 એક નાનું લીલું મરચું સમારેલું

🌶 મીઠું સ્વાદ અનુસાર

🍳 તેલ ટાળવા માટે

👨‍🍳 બજાર જેવા ક્રિસ્પી ખાખરા ઘરે બનાવવાની રીત:- 👨‍🍳Image Source :

🍪 સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ અને ચણાનો લોટ મિક્સ કરી લો.

🍪 ત્યાર બાળદ તેમાં મેથી સૂકવેલી નાખી દો.

🍪 ત્યાર બાદ તેમાં હળદર,લાલ મરચું પાવડર અને મીઠું સ્વાદ અનુસાર નાખી દો અને બરાબર મિક્સ કરી લો.

🍪 હવે જીરા અને અજમાને થોડા વાતી લો ત્યાર બાદ જીરૂ અને અજમો લોટના મિશ્રણમાં નાખી દો.Image Source :

🍪 હવે એક લીલું મરચું લો અને તેને જીણું સમારી લો અને તે મિશ્રણમાં ઉમેરી દો.(તમને લીલા મરચાનો  સ્વાદ પસંદ હોય તો જ નાખવા બાકી તમે તેને ટાળી શકો છો.)

🍪 હવે તેમાં બે ચમચી તેલ નાખી લો અને બધું બરાબર રીતે હલાવીને મિક્સ કરી લો.

🍪 હવે તમારે એક કપ દૂધ લેવાનું છે અને થોડું થોડું દૂધ નાખતા નાખતા લોટને બાંધતા જાઓ.

🍪 મિત્રો દૂધ એક દાથે નથી નાખવાનું તેને થોડું થોડું કરીને નાખવાનું છે. લોટ તમારે રોટલીનો લોટ હોય તેનાથી વધારે કઠણ રાખવાનો છે જો ઢીલો રહેશે તો ખાખરા ક્રિસ્પી નહિ બને.

🍪 જો લોટ જરૂરીયાત કરતા પણ એકદમ વધારે કઠણ લાગે તો તમે તેમાં જરૂરીયાત મૂજબ પાણીનો ઉપયોગ કરી શકો છો.Image Source :

🍪 લોટ બંધાઈ જાય ત્યાર બાદ તેને વીસ મિનીટ માટે ઢાંકીને સેટ થવા માટે રાખી દો.

🍪 વીસ મિનીટ પછી લોટ સેટ થઇ જાય ત્યાર બાદ તમારા હાથમાં થોડું તેલ લગાવી લો અને ત્યાર બાદ તેલવાળા હાથને લોટને મસળવાનો  છે.

🍪 બરાબર મસળી ને લોટ તૈયાર થઇ જાય ત્યાર બાદ તેમાંથી નાની નાની લૂઈ બનાવી લો.

🍪 હવે જે લૂઈમાંથી તમે ખાખરો વણવા જઇ રહ્યા છો તેને પાટલા પર રાખો અને બાકીની લૂઈને ઢાંકીને રાખવી.

🍪 હવે એકદમ પાતળો અને એકસમાન ખાખરો વણવાનો છે. તે પાટલા પર ચિપકે નહિ તેથી તમારે કોરા લોટનો ઉપયોગ કરતા કરતા વણવાનો છે.

🍪 હવે વણાય ગયા બાદ તેને શેકવાનો છે તેના માટે એક પેન ગરમ કરો. પેન ગરમ થઇ જાય ત્યાર બાદ ગેસની આંચ ધીમી કરી દેવાની છે.Image Source :

🍪 હવે તેમાં વણેલો ખાખરો નાખો. મિત્રો જે ધ્યાન રાખવાનું છે તે હવેજ રાખવાનું છે તેને સેકવામાં જો સેકવામાં ગડબડ થશે તો ખાખરાને રોટલી બનતા વાર નહિ લાગે.

🍪 ખાખરાને પેન પર નાખ્યા બાદ તે થોડું સાવ થોડો નીચેની સાઈડથી ચળી  જાય અને ઉપરની સાઈડ બબલ્સ દેખાવા લાગે એટલે તેને પલટાવી દો અને બીજી સાઈડ પણ આટલી ચળી જાય એટલે તેને પલટાવી દો હવે તમારે ખાખરાને એક કપડાની મદદથી શેકવાનો છે.

🍪 એક સાફ ચોખ્ખું કપડું લો અને કપડાની મદદથી ખાખરો દબાવી દબાવીને પકાવો.

🍪 એક બાજુથી પાકી જઈ એટલે ખાખરો પલટાવી નાખો અને બીજી બાજુ પણ તેને કપડાથી દબાવી દબાવીને શેકો.

🍪 બંને બાજુ બરાબર શેકાય જશે ત્યાર બાદ તે એકદમ પાપડ જેવા અને બજાર કરતા પણ સરસ ક્રિસ્પી બની જશે.

🍪 આ રીતે એક ખાખરો સેકવામાં તમારે ચારથી પાંચ મિનીટ લાગશે. કારણકે આપને તેને એકદમ ધીમા તાપે શેકીએ છીએ.

🍪 આ રીતે બાકીના ખાખરા પણ શેકી લો.

🍪 હવે તૈયાર છે તમારા ક્રિસ્પી મસાલા ખાખરા. ખાખરા જ્યારે ઠંડા થઇ જાય ત્યાર બાદ તેને ડબ્બામાં ભરી તમે સાત થી આઠ દિવસ સુધી સ્ટોર કરી ખાખરાની  નાસ્તામાં મજા લઇ શકો છો.

🍪 આ રીતે આટલી માત્રામાં સામગ્રી લઇ તમે લગભગ દસ ખાખરા બનાવી શકો છો. જ્યારે તમે બજારમાં દસ ખાખરા લેવા જશો તેના કરતા તમે ઘરે બનાવશો તો તે તમારા માટે સસ્તું રહેશે અને હેલ્ધી પણ ખરું.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

 👉  તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

Leave a Comment