શાકનો સ્વાદ બેગણો વધારી દેશે આ લસણ વાળી રોટલી… જાણો ઘરે બનાવવાની આ સરળ રેસિપી… સ્વાદ અને શરીર બંને માટે છે બેસ્ટ….

મિત્રો જેમ કે આપણે જાણીએ છીએ તેમ લસણ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો કે તમે લસણનું સેવન અલગ અલગ રીતે કરી શકો છો. તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. તેના પોષક તત્વો તમારા શરીરને અનેક રોગો સામે રક્ષણ આપે છે. જો કે તમે લસણનો ઉપયોગ અનેક વાનગીઓ બનાવવામાં કરતા હશો. ઘણા લોકો તેને ચટણીના રૂપે સેવન કરે છે. ઘણા લોકો શાક બનાવે છે.

જો કે લસણ એવી વસ્તુ છે જેના સેવનથી તમારા સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે. આજે અમે તમને આ લેખમાં લસણની એક ખુબ જ અનોખી એવી વાનગી વિશે જણાવીશું. લસણની તમારે અહી ચૂર-ચૂર રોટલી બનાવવાની છે. તો ચાલો ફટાફટ જાણીએ લસણ વાળી રોટલી બનાવવાની રેસિપી…

દરેક શાક સાથે રોટલી ખાવાની પરંપરા ઘણી જૂની થઈ ગઈ છે. પરંતુ દરેક પાર્ટી, દરેક લગ્ન, દરેક ખાસ અવસરની જાન નાન જ હોય છે. સાથે જ મખ્ખની દાળ કે અમૃતસરી છોલે સાથે ચૂર-ચૂર નાન ખાવા મળી જાય તો ખાવાનો સ્વાદ ડબલ થઈ જાય છે. આમ તો ભારતમાં દરેક જગ્યાએ નાન ખુબ જ લોકપ્રિય છે. ખાસ કરીને નોર્થ ઇન્ડિયામાં તો તેના દિવાના ઘણા લોકો છે.

તે જ કારણ છે કે, તમને માર્કેટમાં ઘણા પ્રકારના નાન સરળતાથી મળી જાય છે. પરંતુ શું તમે લસણની ચૂર-ચૂર રોટલી ક્યારેય ઘરે બનાવી કે ખાધી છે ? જો નહિ, તો ચાલો જાણીએ આજે લસણની ચૂર-ચૂર રોટલીની ખાસ રેસિપી. જેને તમે સરળતાથી ઘરે બનાવી શકો છો.

સામગ્રી : 3 કપ- લોટ, 5 ચમચી- દેશી ઘી, 5 – લસણની કળીઓ, 6- મરી, 3- લીલા મરચાં (કાપેલા), ½ નાની ચમચી – અજમો, ½ નાની ચમચી – ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું.

બનાવવાની રીત : લસણની ચૂર-ચૂર રોટલી બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં ઘઉંનો લોટ છાળી લો અને પછી મીઠું મિક્સ કરી લો. હવે તેમાં અન્ય મસાલા જેમ કે, ગરમ મસાલો, 6 વાટેલાં મરી, કાપેલા 3 લીલા મરચાં, ½ નાની ચમચી અજમો અને ઘી વગેરે પણ મિક્સ કરી લો. પછી એક પેનમાં 1 કપ પાણી ગરમ કરો અને બીજી બાજુ લસણની કળીઓ વાટીને રાખી લો.

હવે વાટેલી લસણની કળીઓ લોટમાં નાખીને મિક્સ કરો અને લોટમાં ગરમ પાણી નાખીને તેને બાંધી લો. પછી 10 થી 15 મિનિટ માટે લોટને રેસ્ટ કરવા માટે મૂકી રાખો જેથી લોટ સરખી રીતે સેટ થઈ જાય. હવે લોટના સરખી માત્રાના લુવા કરો અને ગોળ-ગોળ પાતળું વણી લો. હવે ગેસ પર તવી રાખો અને ગરમ કરો. પછી તવા પર રોટલી રાખીને બંને બાજુ સરખી રીતે બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. હવે રોટલીને એક પ્લેટમાં રાખીને માખણ લગાડીને ગરમાગરમ સર્વ કરો.

તો તૈયાર છે તમારી લસણની ચૂર-ચૂરી રોટલી. જો તમે પણ તમારા શાકભાજીને કંઈક ડિફરન્ટ ફ્લેવર આપવા માંગતા હોય, તો નક્કી આ લસણની રોટલી તમારા સ્વાદને વધારી આપશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment