એવું ઘણી વાર થતું હોય છે, કે આપણે પરોઠા તો બનાવીએ છીએ, પણ તે સોફ્ટ બનવાની જગ્યા પર કડક થઈ જાય છે. આવા પરાઠા ખાવાથી તમારા મોં નો સ્વાદ તો ખરાબ થઈ જાય છે, પરંતુ સાથે જ તમારા ઘરના સદસ્યોના મોં નો સ્વાદ પણ ખરાબ થઈ જાય છે. તેવામાં તમે ચાહો તો કેટલીક ટિપ્સને ફોલો કરી શકો છો, જેના દ્વારા તમારા પરોઠા સોફ્ટ અને ટેસ્ટી બનશે.
કેટલીક વાર આપણે પરોઠાને સોફ્ટ બનાવવા જતાં હોઈએ છીએ પરંતુ સોફ્ટ બનતા નથી અને કડક બની જતા હોય છે. તેના કારણે આપણા દાંતની હાલત પણ ખરાબ થઈ જાય છે. ઘણી વાર તો એવું થાય છે કે, જ્યારે પરોઠા ઠંડા થઈ જાય છે, ત્યારે સખત થઈ જાય છે, તેના કારણે પરોઠા જમવાનું મન થતું નથી. તો આજે આ લેખમાં અમે તમને એવી 3 ટીપ્સ વિશે જણાવશું, જેને ફોલો કરીને તમે સોફ્ટ પરોઠા બનાવી બનાવી શકો છો.પરોઠાનો લોટ આ રીતે બાંધો : જો તમે પરોઠાનો લોટ બાંધી રહ્યા છો, તો તે બાંધતી વખતે તેમાં ઘી અને મીઠાનો ઉપયોગ કરો. જો તમે એક કપ ઘઉંનો લોટ લીધો છે, તો તેમાં હળવું થોડું મેલ્ટ ઘીને ઉમેરીને મિક્સ કરો, આ સમયે ધ્યાન રાખો કે ઘી વધારે ગરમ ન હોવું જોઈએ. હવે તેમાં ¼ ચમચી જેટલું મીઠું નાખો.
હવે લોટને પાણી વડે બાંધી લો. લોટ બંધાઈ ગયા બાદ તેના પર એક પ્લેટ ઢાંકી દો. થોડી વાર પછી જ્યારે તમે પ્લેટને હટાવો, તે પછી ફરીવાર તેને ગૂંથો. આવું બે થી ત્રણ મિનીટ સુધી ગૂંથવાની પરફેક્ટ લોટ તૈયાર થઈ જશે. જો આ ટિપ્સથી તમે જ્યારે પરોઠાને બનાવશો, તો તમારા પરોઠા ખુબ જ સોફ્ટ બનશે.દહીંનો કરો ઉપયોગ : મીઠું અને ઘી ની સિવાય જો તમે ચાહો તો લોટ બાંધતા સમયે તેમાં દહીં પણ ઉમેરી શકો છો. તમારે ધ્યાન રાખવાનું છે કે, તમારે દહીં તાજું લેવાનું છે. જો તમે પહેલાનું દહીં લેશો, તો તે ખાંટુ હોય શકે છે, જેથી તમારા પરાઠાનો સ્વાદ ખરાબ થઈ શકે છે. લોટ બાંધતી વખતે લોટ અને દહીંનું કમ્બાઇન કરો.
જો દહીં પૂરી રીતે કમ્બાઇન ન થાય, તો તેમાં પાણીનો ઉપયોગ કરો. જો પૂરો લોટ કમ્બાઇન થઈ જાય તો તેમાં પાણીને ન ઉમેરો. આ પછી લોટને એક પ્લેટની મદદથી ઢાંકી દો. 5 થી 6 મિનીટ પછી તમે જ્યારે લોટને ફરીવાર બાંધો, ત્યારે હાથમાં થોડું પાણીને લેવું. લોટ તૈયાર થઈ જાય, ત્યારે પરોઠાને બનાવો. તમારા પરોઠા ખુબ જ સોફ્ટ બનશે અને ઠંડા થયા પછી પણ સોફ્ટ જ રહેશે.બેંકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો : દહીં સિવાય તમે પરોઠામાં બેંકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો. 2 કપ લોટમાં ¼ ચમચી બેંકિંગ સોડાને ઉમેરી શકો છો. હવે પાણીની મદદથી તમે જે પણ પ્રકારે લોટને કમ્બાઇન કરો છે તે રીતે કરી લો. 6 થી 7 મિનીટ સુધી ઢાંકી દો અને છેલ્લે પાણીની મદદ દ્વારા ફરીવાર લોટને ગૂંથી લો. જો તમે આવું કરશો તો, લોટ પરફેક્ટ તૈયાર થઈ જશે અને પરોઠા પણ સોફ્ટ બનશે. આ રીત ખુબ જ સહેલી છે, આ રીતે પરોઠા બનવાવની જરૂરથી ટ્રાય કરો.
જરૂરી વાત :
પરોઠા બનાવતી વખતે લોટ સોફ્ટ બાંધ્યો છે કે નહીં, તે ખુબ જ જરૂરી છે. આ સિવાય તમે પરોઠાને કંઈ રીતે સેકો છો, આ વાત પર પણ ધ્યાન આપવું એ પણ ખુબ જ જરૂરી છે. જ્યારે તમે પરોઠાને વણીને, લોઢી પર મૂકો છો, ત્યારે તમે ગેસ તેજ રાખી શકો છો, પરંતુ જ્યારે તમે પરોઠાને પલટો છો, ત્યારે ગેસ ધીમો કરવો એ ખુબ જ જરૂરી છે. પરોઠા પલટી વખતે તેની એક સાઈડ બળેલી ન હોવી જોઈએ. પરાઠાને નરમ બનાવવા માટે ગેસની આંચને મધ્યમ રાખવાનો પ્રયત્ન કરો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી