કાળો અને ગંદો થઈ ગયેલો ગેસ સ્ટવ સાફ કરો ફક્ત 10 જ મિનીટમાં, લગાવી દો આ એક વસ્તુ થઈ જશે એકદમ સાફ અને નવા જેવો ચમકદાર…

રસોઈ બનાવતી વખતે ગેસ સ્ટવ સૌથી વધુ ગંદો થાય છે, સવારના ચા બનાવવાથી શરૂ કરી આખો દિવસભર તેનો ઉપયોગ શરૂ રહે છે. ઘણીવાર તો દૂધ, ચા ગેસ બર્નર ઉપર પણ ઢોળાય છે, ત્યાં સફાય કરવી અઘરી પડે છે. જો યોગ્ય રીતે ગેસની સફાય ન કરવામાં આવે તો ગંદકી અને બેક્ટેરિયા વધી જાય અને ગેસ સ્ટવ પણ ખરાબ થઈ જાય છે, માટે તેને સમયાંતરે સાફ કરતા રહેવું જરૂરી છે. આજે અમે તમને જણાવીશું ગેસ સ્ટવને સાફ કરવાના અમૂક ઘરેલું ઉપાય, જેનાથી ગેસ સ્ટવ 10 જ મિનીટમાં ચમકવા લાગશે.

વિનેગર : ઘરની સાફ-સફાઈમાં વિનેગર ખૂબ ઉપયોગી છે. સફેદ વિનેગરનો ઉપયોગ ઘરમાં લાદી સાફ કરવા માટે કરવામાં આવે છે, આ સિવાય ગેસ સ્ટવ સાફ કરવામાં પણ કરી શકાય છે. આ માટે તમારે એક સ્પ્રે બોટલમાં ત્રીજા ભાગ જેટલું સફેદ વિનેગર અને બાકીનું પાણી લઈ મિક્સ કરી દેવું. હવે જયારે પણ તમારે રસોઈ બની જાય પછી ગેસ સ્ટવ પર બનાવેલ લીક્વીડનો સ્પ્રે કરવો અને પાંચ મિનીટ પછી સ્પંચ અથવા કપડાથી સ્ટવ સાફ કરી લેવો, હવે તમારો ગેસ સ્ટવ એકદમ ચમકવા લાગશે.

બેકિંગ સોડા : ગેસ બર્નર સાફ કરવા મોટા ભાગે લોકો વાસણ ધોવાના સાબુનો જ ઉપયોગ કરે છે, પણ અમે તમને જણાવી દઈએ કે જો તમે લીક્વીડ સોપમાં બેકિંગ સોડા મેળવીને ગેસ સ્ટવની સફાઈ કરશો તો સ્ટવ એકદમ ચમકવા લાગશે. આ માટે તમારે એક વાટકામાં વાસણ ધોવાનો સાબુ અને બેકિંગ સોડાને એક સરખી માત્રામાં મિક્સ કરી લેવાના છે, હવે તે લીક્વીડને કપડા અથવા સ્પંચથી સ્ટવ પર લગાવી દેવું અને પાંચ મિનીટ પછી કપડાથી સફાઈ કરી લેવી.

મીઠું અને બેકિંગ સોડા : ગેસ સ્ટવ સાફ કરવા માટે તમે મીઠું અને બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો. આ માટે તમારે 1 ચમચી બેકિંગ સોડા અને 1 ચમચી મીઠું મેળવીને તેની પેસ્ટ બનાવી લેવી. હવે તેને કપડા અથવા સ્પંચની મદદથી ગેસ સ્ટવ પર લગાવી સફાઈ કરવી ચીકાશ અને ડાઘા થશે ચપટીમાં ગાયબ.

એમોનીયા : ગેસ સ્ટવ બર્નરને તમે એમોનીયાની મદદથી પણ સાફ કરી શકો છો, તેના માટે તમે ગેસ બર્નર કાઢીને તેને ચેઈનવાળી બેગમાં રાખી દેવું અને તે બેગમાં એમોનીયા નાખીને આખી રાત મૂકી રાખવું. બીજે દિવસે બર્નર કાઢીને જોશો તો એકદમ સાફ થઈ ગયું હશે.

હાઈડ્રોજન પેરોકસાઇડ અને બેકિંગ સોડા : ગેસ સ્ટવની યોગ્ય સફાઈ માટે તમે હાઈડ્રોજન પેરોકસાઇડ અને બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ગેસ પર જામેલા ડાઘા અને ચીકાશ આસાનીથી દૂર થશે. આ માટે તમારે પેલા બેકિંગ સોડાથી ગેસને યોગ્ય રીતે સાફ કરી લેવાનો છે, ત્યારબાદ તેના પર હાઈડ્રોજન પેરોકસાઇડ છાટી એક કલાક રહેવું દેવું. ત્યારપછી પાણીથી યોગ્ય રીતે સફાઈ કરી લેવી. ખાસ ધ્યાન રાખવું કે આ રીતે સફાઈ કર્યા પછી યોગ્ય રીતે સૂકાય ગયા પછી જ સ્ટવનો રસોઈ બનાવવા ઉપયોગ કરવો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment