આ તેલનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે છે હાનિકારક, ઉપયોગ કરો માત્રા આ ખાદ્ય તેલ.

મિત્રો આજે દરેક ઘરોમાં ભોજન બનાવવા માટે રિફાઈન તેલનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આજના સમયમાં ખુબ જ ઓછા લોકો જાણતા હોય છે કે આપણા સ્વાસ્થ્ય માટે ક્યું તેલ ફાયદાકારક છે, અને ક્યું તેલ નુકશાનકારણ છે. માટે આજે અમે તમને રિફાઈન તેલની એવી વાસ્તવિકતા વિશે જણાવશું, જેને જાણીને તમે ચોંકી જશો. જેને આપણે રોજ સેવનના ભાગમાં લઈને એ વસ્તુ આપણા માટે કેટલા અંશે નુકશાનકારક છે એ જાણીએ. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

મિત્રો જે રિફાઈન તેલથી આપણે આપણા નાના બાળકોના માલીશ નથી કરી શકતા, જે રિફાઈન તેલને આપણે વાળમાં લગાવી નથી શકતા, તો પછી તે હાનિકારક રિફાઈન તેલનું સેવન આપણે બધા શા માટે કરીએ છીએ ?

કોઈ પણ તેલનો એક પ્રકાર ભારતના અલગ અલગ સ્થાનોના વિસ્તારોમાં ઉપયોગ ન કરવો જોઈએ. અર્થાત તમે તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં જે તેલી પાકનું ઉત્પાદન થતું હોય, એ તેલનું સેવન કરવું જોઈએ. જેવી રીતે રાજસ્થાનમાં સરસવનું તેલ વધારે ઉત્પન્ન થાય, ચેન્નઈ તમિલનાડુમાં નાળીયેરનું તેલ વધારે ઉપયોગી થાય છે. આ સિવાય રિફાઈન તેલનો ઉપયોગ બિલકુલ પણ ન કરવો જોઈએ.

રિફાઈન તેલ કેમ બને છે : રિફાઈન તેલ બનવાની પદ્ધતિ જાણીને તમે પણ ચોંકી જશો. કોઈ પણ રિફાઈન તેલને બનવામાં 6 થી 7 કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે અને ડબલ રિફાઈન કરવાથી આ સંખ્યા 12 થી 13 થઇ જાય છે. તેમાં મેળવવામાં આવતા કેમિકલ માનવ સર્જિત હોય છે. પ્રયોગશાળામાં ભગવાન દ્વારા બનાવેલ એક પણ કેમિકલ ઉપયોગમાં નથી લેવાતું. ભગવાનનું બનાવેલ એટલે કે પ્રાકૃતિક કોઈ પણ વસ્તુનો ઉપયોગ હોય છે, પરંતુ તેમાં કેમિકલ્સનો ઉપયોગ તેલની શુદ્ધતા નથી હોતી.

તો હવે એવો પ્રશ્ન થાય કે, ક્યાં તેલનું સેવન કરવું  ? તો તમને જણાવી દઈએ કે, શુદ્ધ તેલનું સેવન કરવું જોઈએ. સરસવનું તેલ, મગફળીનું તેલ, સેઇ તેલ, અથવા તો નાળિયેરનું તેલ. હંમેશા આ પ્રકારના શુદ્ધ તેલને ઓળખવા માટે એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે, શુદ્ધ તેલ જેનું બનેલું હોય તેની વાસ આવતી હોય છે. તેમજ શુદ્ધ તેલમાં ચિકાસ પણ વધારે હોય છે.

જ્યારે શુદ્ધ તેલ પર શોધ અને રીચર્સ કરવામાં આવ્યું તો તેમાં જાણવા મળ્યું કે, તેલની ચિકાસ તેનું સૌથી મહત્વપૂર્ણ ઘટક છે. તેલમાંથી જેમ જેમ ચિકાસ નીકળતી જાય, ત્યારે જાણવા મળે કે, આ તેલ છે જ નહિ. ત્યાર બાદ તેમાં આવતી વાસ આવતી હોય તે તેનું પ્રોટીન કન્ટેન્ટ હોય છે. શુદ્ધ તેલોમાં પ્રોટીન ખુબ જ માત્રામાં હોય છે. દરેક દાળમાં કુદરતી પ્રોટીન ખુબ જ પ્રમાણમાં હોય છે. પરંતુ દાળ બાદ જો કોઈ વસ્તુમાં પ્રોટીનની માત્રા વધારે હોય તો કુદરતી તેલોમાં હોય છે. જેને ઓર્ગેનિક પણ કહીએ છીએ.

મિત્રો તમે જો રિફાઈન ઓઈલનું સેવન કરતા હો, તો આજે જ બંધ કરો અને શુદ્ધ તેલ અપનાવો જે કુદરતી રીતે બનેલ હોય, કોઈ પણ ભેળસેળ વગરનું તેલ અપનાવો. તમારું અને તમારા પરિવારનું સ્વાસ્થ્ય લાઈટ ટાઈમ હેપ્પી રહેશે.

Leave a Comment