માર્કેટમાંથી ચોખા ખરીદતા સમય ચકાચો આ વસ્તુ, નકલી કે ભેળસેળ વાળા હશે તો તરત ખબર પડી જશે. સાથે જુના છે કે નવા એ પણ જાણી જશો..

ભાત તો લગભગ દરેકના ઘરમાં રંધાતા હોય જ છે. આપણા ભારતમાં કેટલાક રાજ્યોમાં તો ચોખાને જ મુખ્ય ભોજન માનવામાં આવે છે. તો કેટલાક લોકો ભાત વગર ભોજનને અધૂરું લાગે છે. એટલા જ માટે ઘઉં અને અનેક દાળોની સાથે લોકો ચોખાને પણ સ્ટોર કરીને રાખે છે. ચોખાનો ઉપયોગ કેટલીક રીતોથી કરવામાં આવે છે અને તેનાથી કેટલીક પ્રકારની સામગ્રી પણ બનાવવામાં આવે છે. ભાત ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે. પરંતુ ચોખાને બજાર માંથી ખરીદતા પહેલા કેટલીક સાવચેતીઓ રાખવાની જરૂર હોય છે. જેના વિશે આજે આ લેખમાં અમે તમને જણાવશું માટે આ લેખને અંત સુધી વાંચો.

બજારમાં તમને ઘણા પ્રકારની ચોખાની વેરાયટીઓ જોવા મળશે. સ્વાભાવિક રીતે, ઘણા પ્રકારના ચોખાને જોઈને, શ્રેષ્ઠ  ગુણવત્તાવાળા ચોખાને ખરીદવા અને ઓળખવા એ સરળ નથી. આ માટે અમે તમને કેટલીક ટિપ્સને આપીશું, જે તમારા માટે ખુબ જ મદદગારથશે.સાચા ખોટા ચોખાની ઓળખ : બજારમાં આવેલ દરેક વસ્તુમાં આજે ભેળસેળ થઈ રહી છે. ચોખા પણ તેમાંથી બાકાત નથી. તમને બજારમાંથી પ્લાસ્ટિક વાળા ચોખા પણ મળી રહેશે. દેખાવમાં તે ઓરિજિનલ ચોખા જેવા જ લાગે છે અને તેને ઓળખવાની સાચી રીત એ છે કે, તમે એક મૂઠી ચોખાને અગ્નિમાં નાખો. જો બળતી વખતે તેમાંથી પ્લાસ્ટિકની ગંધ આવે તો સમજી લો કે તે નકલી ચોખા છે.

ચોખાને ઉકાળીને તેને 2 થી 3 દિવસ ઢાંકીને ફ્રિઝની બહાર રાખો. જો ચોખા ચડી જતાં નથી અને તેમાં ફૂગી વળી જતી નથી તો સમજી જવું કે તે નકલી ચોખા છે.ચોખા સાચા કે ખોટા છે તે જાણવા માટે તમે 1 ચમચી ચોખાને પાણીમાં એક કટોરામાં નાખીને જુઓ. જો કટોરાની અંદર ચોખા નીચેની સપાટી પર બેસી જાય તો જાણો કે તે અસલી છે. અને તે તરવા લાગે તો સમજો કે એ ચોખા નકલી છે.

ચોખાની સાઈઝ જુઓ : બજારમાં તમને કેટલાક પ્રકારના ચોખા જોવા મળશે. રંગની સાથે જ તેની સાઈઝ પણ અલગ અલગ હોય છે. જો તમે બાસમતી ચોખાને ખરીદવા માંગો છો, તો તમને જણાવી દઈએ કે તે મોટી સાઈઝના હોય છે. બાફ્યા વગર પણ તેની ખુબ જ સારી સુગંધ આવે છે. પરંતુ તે પણ કેટલીક પ્રકારની સાઈઝમાં આવે છે. બાસમતી ચોખાની સાઈઝ જેટલી મોટી હશે તેટલી જ તેની કિંમત પણ હશે અને રાંધ્યા પછી તે દેખાવમાં પણ સુંદર લાગે છે. એટલું જ નહિ, પણ બાસમતી ચોખા ખાવામાં પણ ખુબ જ સ્વાદિષ્ટ હોય છે.નાના ચોખામાં ‘જોહા’ ચોખામાં પણ વિવિધતા જોવા મળે છે અને આ ચોખાને મોટાભાગે આસામમાં ઉગાડવામાં આવે છે. આ ચોખા દેખાવમાં ભલેને મોહક ન હોય, પરંતુ તે જમવામાં ખુબ જ ટેસ્ટી હોય છે.

બજારમાં તમને મધ્યમ આકારના ચોખા મળી જશે. તેમાં પરિમલ, આઇજોન, મન્સૂરી વગેરે વેરાયટીઓ હોય છે. જો તમે તમારા ડાયટમાં દરરોજ ચોખા ખવો છો, તો આ પ્રકારના ચોખા તમારા માટે બેસ્ટ છે. આ ચોખાથી તમે ખીચડી, ઇડલી-ઢોસાનું ખીરું અને પુલાવ વગેરે તૈયાર કરી શકો છો. આ ચોખા કિંમતમાં પણ સસ્તા હોય છે.નવા અને જૂના ચોખાનું અંતર કેવી રીતે જાણવું : સામાન્ય રીતે લોકો જાણતા હોતા નથી કે ચોખા જેટલા જૂના હોય છે, એટલા વધુ સારા હોય છે. પરંતુ નવા અને જૂના ચોખાને કેવી રીતે ઓળખવા તે એક મોટી સમસ્યા છે. આ માટે સૌથી પહેલા તો તમે તે ચોખાના રંગને તપાસો. જો ચોખામાં પીળાશ છે, તો તે જૂના ચોખા છે અને જો તે રંગના સફેદ દેખાય આવે છે તો તે ચોખા નવા છે. તેમજ તમે ઈચ્છો તો ચોખાને થોડા દબાવીને પણ જોઈ શકો છો. જો તમારા દબાવવાથી ચોખા ટૂટી જાય છે તો તે નવા ચોખા છે અને જે ચોખાને દબાવવાથી તૂટટા નથી તે ચોખા જૂના છે.

ચોખાને રાંધ્યા પછી પણ ખબર પડી જાય છે કે, તે નવા છે કે જૂના. નવા ચોખાને જો રાંધવામાં આવે તો તેમાંથી સ્ટાર્ચ વધારે માત્રામાં નીકળે છે અને તે પોચા(ગળેલા) બને છે. તો બીજી બાજુ જૂના ચોખાને રાંધવાથી આવું થતું નથી. નવા ચોખાની સુગંધ અને સ્વાદ પણ કંઈ ખાસ હોતો નથી અને કૂક થવાથી પણ તે ખાસ ફૂલતા પણ નથી.અનપોલીશ્ડ અને પોલીશ્ડ ચોખાની ઓળખ : ચોખાને આકર્ષક દેખાવ આપવા માટે મશીનમાં મૂકીને પોલીશ્ડ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં તે સરળ અને પારદર્શક બને છે, પરંતુ પોલીશ્ડ થવાથી ચોખામાં રહેલ બધા જ પોષકતત્વો નાશ પામે છે. જો તમે અનપોલીશ્ડ ચોખા ખરીદો છો, તો તેમાં બધા જ જરૂરી તત્વો હાજર હોય છે, પરંતુ તે દેખાવમાં રફ અને હલકા પીળા રંગના હોય છે.

હવે તમે જ્યારે પણ ચોખાને ખરીદવા માટે બજારમાં જવો તો ઉપર બતાવેલી ટિપ્સને જરૂરથી તમે ધ્યાનમાં રાખજો. જો તમને આ જાણકારી સારી લાગી હોય તો તમે લાઈક અને શેર જરૂરથી કરજો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment