અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.
અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
🍮 ઘઉંના લોટમાંથી બનાવો અલગ જ રીતે એવી વાનગી જે તમે ક્યારેય બનાવી નહી હોય.. 🍮
💁 મિત્રો ઘઉંના લોટમાંથી સામન્ય રીતે રોટલી થેપલા અને ભાખરી જેવી વસ્તુઓ જ લોકો બનાવતા હોય છે. પરંતુ આજે અમે ઘઉંના લોટમાંથી એકદમ નવી વાનગીઓ લાવ્યા છીએ એક તો છે બરફી અને બીજું રોલ મીઠાઈ.
💁 મિત્રો આ મીઠાઈ બનાવવાની રીત એકદમ સરળ અને એકદમ અલગ જ છે. પરંતુ આ બનીને તૈયાર થઇ જશે પછી કોઈ કહી નહિ શકે કે તમે આ મીઠાઈઓ ઘઉંના લોટમાંથી બનાવેલી છે. તો બંને મીઠાઈ બનાવવાની રીતો એક પછી એક જાણીએ.
🍮 બરફી: 🍮
👩🍳 બરફી બનાવવા માટે જોઈતી સામગ્રી:- 👩🍳
🥣 એક કપ ઘઉંનો લોટ,
🥛અઢી કપ જેટલું દૂધ,
🍚સ્વાદ પ્રમાણે ખાંડ,
🥄 અડધી ચમચી એલચી પાવડર,
🥄 બે ચમચી ડ્રાયફ્રુટ્સ જીણા સમારેલા,
🥄 બે ચમચી ઘી,
👩🍳 ઘઉંના લોટમાંથી બરફી બનાવવાની રીત:- 👩🍳
🍳 સૌપ્રથમ એક પેન ગરમ કરવા મૂકો .પેન ગરમ થાય ત્યાર બાદ તેમાં એક કપ ઘઉંનો લોટ ઉમેરો અને તેમાં એક ચમચી જેટલું ઘી ઉમેરીને તેને ચારથી પાંચ મિનીટ માટે ધીમાં તાપે શેકી લો.
🥣 હવે તેમાં અઢી કપ દૂધ અને અડધી ચમચી એલચી પાવડર ઉમેરી દો.
🥣 મિશ્રણને ધીમા તાપે જ રાખવું અને હલાવીને મિક્સ કરી લો.
🥣 હવે તેમાં તમારા સ્વાદ મૂજબ ખાંડ ઉમેરો અને ફરી મિશ્રણને બરાબર રીતે હલાવી લો.
🥣 હવે મિશ્રણને ધીમા તાપે ત્યાં સુધી હલાવતા જાઓ જ્યાં સુધી તેમાંથી દૂધ શોષાય ન જાય.
🥣 દૂધ શોષાય જાય ત્યાર બાદ તેમાં એક ચમચી ડ્રાયફ્રુટ્સ નાખી દો અને એક મિનીટ સુધી તેને હલાવીને પકવી લો.
🥣 હવે મિશ્રણને ગેસ પરથી ઉતારી લો. એક ટ્રે માં ઘી લગાવી લો અને તેની ઉપર તે મિશ્રણ ફેલાવો. અને એકદમ લીસું બનાવી દો દબાવીને. હવે ઉપરથી એક ચમચી ડ્રાયફ્રુટ્સ ફેલાવીને સજાવી લો.
🥣 હવે એક કલાક સુધી તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો અને ત્યાર બાદ તેમાં બરફીના આકારના પીસ પાડી દો.
🍮 તૈયાર છે ઘઉંના લોટની સ્વાદિષ્ટ બરફી. મિત્રો ખુબ જ સરળતાથી તમે ઘરે બનાવી શકો છો આ બરફી.
🌯 રોલ મીઠાઈ 🌯
મિત્રો આ મીઠાઈને બનાવવાની રીત પણ એકદમ અલગ જ છે. લગભગ આ રીતે તમે ક્યારેય એક પણ મીઠાઈ નહિ બનાવી હોય. આ મીઠાઈ બન્યા બાદ દેખાવ અને સ્વાદમાં બજાર કરતા પણ સરસ લાગશે. એક વાર ઘઉંના લોટમાંથી રોલ મીઠાઈ બનાવી ઘરના સભ્યો તથા મહેમાનોને અવશ્ય ખવડાવી.
👩🍳 રોલ મીઠાઈ બનાવવા માટે જરૂરી સામગ્રી:- 👩🍳
🍚 એક કપ ઘઉંનો લોટ,
🥄અડધી ચમચી ખાવોનો ઓરેન્જ કલર (ફરજીયાત નથી .તમે ટાળી પણ શકો),
🥄 બે ચમચી ફ્રેશ નાળીયેર છીણેલું,
🥣 એક કપ જેટલી દળેલી ખાંડ,
🥣દૂધ જરૂરીયાત મૂજબ,
🥣 એક કપ માવો,
🥄 અડધી ચમચી એલચી પાવડર,
👩🍳 રોલ મીઠાઈ બનાવવાની રીત:- 👩🍳
સૌથી પહેલા એક બાઉલમાં ઘઉંનો લોટ લો તેમાં તાજું છીણેલું નાળીયેર, ત્રણથી ચાર ચમચી ખાંડ, અડધી ચમચી એલચી પાવડર અને અડધી ચમચી ખાવાનો કલર નાખી બધું બરાબર મિક્સ કરી લો.
🥛 હવે આપણે પૂડલા બનાવીએ તેવું બેટર દૂધની મદદથી તૈયાર કરવાનું છે. તેના માટે જરૂરીયાત મૂજબ દૂધ નાખતા જાઓ અને હલાવીને એક બેટર બનાવો. બેટર ખૂબ જાડૂ પણ ન હોવું જોઈએ અને સાવ પાતળું પણ ન હોવું જોઈએ.(તમે બેટર બનાવવા માટે પાણી નો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ દૂધનો કરશો તો સ્વાદ અલગ જ લાગશે.) આ મિશ્રણને થોડી વાર માટે અલગ રાખી દો.
🥣 હવે માવાનું મિશ્રણ પણ તૈયાર કરી લો તેના માટે એક કપ માવામાં ચારથી પાંચ ચમચી દળેલી ખાંડ ઉમેરી તેને મિક્સ કરી દો બરાબર રીતે હલાવીને.(તમે તમારા સ્વાદ મૂજબ ઓછી કે વધારે ખાંડનો ઉપયોગ કરી શકો છો.)
🍳 હવે એક પેન ગરમ કરો અને તેમાં એક ચમચી ઘી ફેલાવો અને તે બેટર નાખો તેમાં અને તેને પેનમાં પુડલાની જેમ ફેલાવો અને પકાવો. તે નીચેથી પાકી જાય એટલે કાળજી પૂર્વક તેને પલટી નાખો અને બીજી બાજુ પણ પકાવો. તેને ધીમા તાપે પકાવવું જેથી તે બળી ન જાય. જો બળી જાશે તો મીઠાઈનો દેખાવ બગડી જશે.
🍯 હવે એક પ્લેટમાં ઘઉંના બેટરમાંથી બનાવેલું પુડલું રાખી દો અને તેની ઉપર માવાનું મિશ્રણ ફેલાવી દો દબાવીને બધી બાજુ તે બેટર એકસરખું આવે તે રીતે ફેલાવો.
🌯 હવે તેનો રોલ વાળી લો અને ત્યાર બાદ તેને સ્લાઈઝ્ની જેમ કાપી લો.
🌯 તૈયાર છે ઘઉંમાંથી બનેલી રોલ મીઠાઈ. મિત્રો આં મીઠાઈ સ્વાદમાં તો લાજવાબ બનશે પરંતુ રંગ અને આકારમાં પણ એકદમ લાજવાબ બનશે.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ