સંત બજરંગ દાસ બાપાની જિંદગીનો અદ્દભુત પ્રેરણાદાયી પ્રસંગ.. 2 મિનિટ નો સમય કાઢી જરૂર વાંચજો

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

મિત્રો એ વાત તો એકદમ સાચી છે કે સંતના જીવનના પ્રસંગો યાદગાર અને માણસને એક શિખામણ આપે તેવા હોય છે. મિત્રો આજે અમે તેવા જ એક મહાન સંતના જીવનની એક સત્ય ઘટનાનો પ્રસંગ જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો આ પ્રસંગ દરેક વ્યક્તિએ ખાસ વાંચવો જોઈએ. કારણ કે આ ઘટના પાછળ પણ એક ખુબ સારી સીખ રહેલી છે.

એક સમયની વાત છે એક યુવાન બજરંગ દાસ બાપા પાસે આવ્યો અને બજરંગ દાસ બાપનને વિનંતી કરી કે બાપુ મારાથી બે ત્રણ ખુન થઇ ગયા છે. સમાજને તો તેની ખબર નથી પોલીસના ચોપડે પણ તેનું નામ નથી બોલાતું. પરંતુ હૃદય પરથી તે ખુનનો ભાર હળવો નથી થતો. મને એવું થાય છે કે બીજાને તો ખબર નથી પરંતુ મારું હૃદય અને પરમાત્મા જાણે છે કે મે ખૂન કર્યા છે. અને મેં એવું સાંભળ્યું છે કે જો આપણાથી કોઈ ભૂલ કે ગુનો થયો હોય તો સંતના શરણે આવવાથી પાપ ધોવાઈ જતા હોય છે. અને તેથી જ હું છેક મુંબઈથી ઘોડો કરીને ભાવનગર સુધી આવ્યો છું.

મિત્રો ત્યારે બજરંગ દાસ બાપાએ તે યુવાનની માથે હાથ ફેરવીને એટલું જ કહ્યું કે સીતારામના શરણે આવીને જે બેસે તેને કોઈ પાપ નથી રહેતા. પરંતુ હવે સત્યના માર્ગે ચાલજે હવે ક્યારેય ખોટા કામ કે ખૂન ન કરીશ તારા પાપ ધોવાઈ જશે.

યુવાને બાપુને પૂછ્યું કે મારા પાપ ધોવાઇ ગયા તેની મને ખબર ક્યારે પડશે. ત્યારે બાપુએ એક કાળો રૂમાલ યુવાનને આપ્યો અને એટલું કહ્યું કે આ રૂમાલ લઈને મુંબઈ ચાલ્યો જા અને જ્યારે આ રૂમાલનો રંગ સંપૂર્ણ સફેદ થઇ જાય ત્યારે સમજ જે કે તારા પાપ ધોવાઈ ગયા.

તે યુવાન મુંબઈ ગયો અને પોતાની નોકરી પર લાગી ગયો. અને એ યુવાન એક દિવસ રાત્રે રસ્તા પર જતો હતો ત્યાં તેને એક છોકરીની ચીસ સંભળાઈ. હવે તે યુવાન બજરંગ દાસ બાપાનો શિષ્ય હતો. આ ચીસ સાંભળતા જ તે અવાજની દિશા તરફ મદદ માટે ગયો. ત્યારે તેણે ત્યાં જોયું તો ચાર પાંચ યુવાનો એક છોકરીની ઈજ્જત લુંટવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. યુવાનથી રહેવાયું નહિ અને તેની કમર પર રહેલી કટાર કાઢી અને એક વ્યક્તિની છાતી પર વાર કર્યો. આ રીતે તે દીકરીની ઈજ્જત તો બચી ગઈ પરંતુ બજરંગ દાસ બાપાને આપેલું વચન તૂટી ગયું.

પછી તે યુવાન તરત જ બગદાણા આવી ચડ્યો અને બાપુને કહ્યું કે બાપુ ખૂન બંધ કરવાની વાત તો એકબાજુ રહી પરંતુ મારાથી હજુ એક વધારે ખૂન થઇ ગયું. ત્યારે બજરંગ દાસ બાપુએ ખૂનનું કારણ પૂછ્યું. ત્યારે યુવાને જવાબ આપતા કહ્યું કે પારકી દીકરીની આબરૂ લુંટાતી હું જોઈ ન શક્યો અને તે દીકરીની ઈજ્જત બચાવવા માટે મારી કટાર નીકળી ગઈ અને એક વ્યક્તિનું ખૂન કરી નાખ્યું.

ત્યારે બાપુ કહે છે કે હવે તારો પેલો રૂમાલ કાઢ. યુવાને રુમાલ ખિસ્સામાંથી કાઢ્યો તો રૂમાલ કાળામાંથી સફેદ થઇ ગયો હતો. દીકરીની આબરૂ બચાવવા માટે જો કોઈનું ખૂન થઇ જાય તો આગળ કરેલા ખૂનનું પાપ ધોવાઈ જાય. ત્યાર બાદ યુવાનનું હૃદય પરિવર્તન થયું અને તે આ રીતે સારા માર્ગે દોરાયો.

તો મિત્રો આ રીતે વ્યક્તિને મર્દાનગીના રસ્તે ચાલવાની સલાહ આપે તેને સંત કહેવાય છે અને સંત સમર્પણ અને ત્યાગની મૂર્તિ હોય છે માટે જ તો તેમને સંત કહેવાય છે. તેમાંના એક સંત એટલે બાપા બજરંગ દાસ.

તો જણાવો કોમેન્ટ કરીને કે તમે ક્યારેય બગદાણા ગયા છો? અને જો  ગયા હોવ તો એક વાર જરૂર ત્યાં બાપાના દર્શન કરવા માટે જજો . અને એમ કહેવાય છે કે બાપા તેના સાચા ભક્તોને  ત્યાં રહેલા વડના વૃક્ષમાં દર્શન પણ આપે છે… કોમેન્ટ કરો બાપા સીતારામ

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment