શું તમે જાણો છો કે ગધેડીનું દૂધ છે એક ઉત્તમ ઔષધી એક લીટરનો ભાવ છે બે હજાર રૂપિયા.. જાણો કેમ ?

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

શું તમે જાણો છો કે ગધેડીનું દૂધ છે એક ઉત્તમ ઔષધી એક લીટરનો ભાવ છે બે હજાર રૂપિયા..

આપણા સમાજમાં ગધેડાને એક મુર્ખ પ્રાણી સમજવામાં આવે છે. પરંતુ ખરેખર તે જ મુર્ખ ગધેડીના દુધના ફાયદાઓ વિશે જાણશો તો તમને નવાઈ લાગશે અને ઘણા લોકોને તો આ વાત મજાક પણ લાગી હશે.img source
પરંતુ તમને જણાવી દઈએ કે ગધેડીના દુધમાં ઔષધીય ગુણો રહેલા હોય છે જે આપણા સ્વાસ્થ્ય અને આપણી સુંદરતા બંનેને ટકાવી રાખવામાં મદદરૂપ છે.

એક સંશોધન દ્વારા મેડીકલ સાઈન્સ દ્વારા એવું પુરવાર થયું છે કે ગધેડીના દુધમાં પણ તેટલા જ પોષકતત્વો અને ગુણો રહેલા હોય છે જેટલા એક નવજાત બાળકની માતાના દુધમાં હોય. તમે વિચારો કે નવજાત બાળકને છ મહિના સુધી તેની માતાનું જ દૂધ આપવાની સલાહ દેવાય છે કારણ કે તે ખુબ જ પૌષ્ટિક અને લાભદાયી ગણાય છે. કારણ કે તે દૂધ બાળકને અસ્થમા અને ગાળાની સમસ્યાઓથી બચાવે છે.

https://heatherclemenceau.files.wordpress.com/2013/11/donkey-and-foal.jpgimg source
વિશાખા પટટનમ જીલ્લાના પશુપાલન વિભાગના સંચાલક શ્રી જણાવે છે ગધેડીનું દુધ એક માતાના દૂધ જેટલું જ શક્તિશાળી છે. તેમાં પણ એવા ગુણો અને પોષકતત્વો રહેલા છે જે કોઈ પણ વ્યક્તિને અસ્થમા, ટીબી, વા, સાંધાનો દુઃખાવો તેમજ ગાળાની દરેક સમસ્યાઓ સામે રક્ષણ આપે છે. તેમજ જો તે બીમારી થઇ ગઈ હોય તો ગધેડીનું દૂધ તેના માટે રામબાણ ઈલાજ છે. જો ગધેડીના દૂધનું સેવન કરવામાં આવે તો તે સમસ્યા ઝડપથી દુર થાય છે. કારણ કે ગધેડીના દુધમાં જબરદસ્ત રોગ પ્રતિકારક એટલે કે રોગો સામે લડવાની ક્ષમતા હોય છે.

img source
મિત્રો સૌથી મહત્વની વાત તો એ છે કે તેનાથી ત્વચા ખુબ ચમકીલી રહે છે અને તમે લાંબા સમય સુધી યુવાન દેખાવ છો. વિશ્વની મહારાણી Cleopatra પણ ગધેડીના દુધથી નહાતી હતી. જેના કારણે તેની ત્વચા લાંબા સમય સુધી એક 16 વર્ષની કન્યા જેવી જ દેખાતી હતી અને તે 50 વર્ષની ઉમરે પણ ખુબ જ યુવાન લાગતી હતી તેનું કારણ હતું ગધેડીનું દૂધ.

img source
અત્યારે ઘણા કોસ્મેટીક બનાવવામાં પણ ગધેડીના દુધનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ તેમાંથી ડેરી પ્રોડક્ટ પણ બનાવવામાં આવે છે. પરંતુ મિત્રો તમને ગધેડીના દુધના ભાવ સાંભળીને હોશ ઉડી જશે એક લીટરનો ભાવ છે 2000 રૂપિયા છે અને તેમાંથી પનીર પણ બનાવી તે ભારતમાં તેમજ વિદેશમાં પણ સપ્લાય થાય છે. જે પનીરની કીમત છે એક કિલોના 68000 રૂપિયા. જેમાં 25 લીટર દૂધમાંથી એક કિલો પનીર બને છે. તો મિત્રો પનીર તો મોંઘુ હોય જ ને. તેમ છતાં પણ પનીર બનાવનાર કંપનીનું પનીર વહેંચાય છે અને તેઓ ઘણો નફો પણ કમાય છે. સાઈબેરીયાના jezevica શહેરમાં આ પનીર બનાવવાનું કાર્ય થાય છે.

img source
ભારતમાં હજુ આ દૂધ અંગે જાગૃતતા નથી. પરંતુ આંધ્રપ્રદેશના અમુક વણજારાઓ આ દૂધનું વેંચાણ કરે છે. તેમજ તેલંગણા રાજ્યના આદિલાબાદ શહેરની આસપાસ રહેતા 4 કુટુંબ 20 ગધેડીને પાળીને આ દૂધનું વેચાણ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે તે એક કપ દૂધ 200 રૂપિયામાં વહેંચે છે. જો કે તમારે દૂધ લેવું હોય તો ત્યાં જવાની જરૂર નથી તમે એમેઝોન પરથી મંગાવી શકો છો અને તમને ઘરે બેઠા મળી રહેશે.

img source
મિત્રો આમ જોઈએ તો ગધેડીના દુધનો વેપાર ખુબ ફાયદાકારક સાબિત થાય તેમ છે. કારણ કે આ વેપારમાં સ્પર્ધા ઓછી રહેશે અને ગધેડીનું  માવજત કરવામાં કોઈ ખાસ ખર્ચો નથી લાગતો. તેમજ તેના આહાર માટે પણ કોઈ ખાસ વસ્તુની આવશ્યકતા નથી હોતી. પરંતુ તેનું દૂધ એક લીટર 2000 રૂપિયાના ભાવે વહેંચાશે. જો તમારે તેના માટે વધારે માહિતી જોઈતી હોય તો તમે તમારા જીલ્લાના પશુપાલન વિભાગ પાસેથી મેળવી શકો છો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment