શું તમે જાણો છો કે મંદિરમાં ઘંટ શા માટે વગાડવામાં આવે છે? તેનાથી થાય છે આવા રહસ્યમય ફાયદા

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે

શું તમે જાણો છો કે મંદિરમાં ઘંટ શા માટે વગાડવામાં આવે છે?

મિત્રો ક્યારેક તો તમે મંદિરે જરૂર ગયા હશો. ક્યારેક નહિ પરંતુ ઘણા લોકો રોજ મંદિર જતા હોય છે. તો યાદ કરો કે તમે મંદિરમાં પ્રવેશો તો સૌથી પહેલું કામ શું કરો ? સૌથી પહેલા બધા જ લોકો મંદિરમાં પ્રવેશે એટલે તરત જ ઘંટ વગાડતા હોય છે. ત્યાર બાદ જ આપણે મંદિરમાં દેવી દેવતાના દર્શન કરીએ છીએ.

આ ઘંટ વગાડવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે અને આપણે બધા પણ તે પ્રથા અનુસાર ઘંટ વગાડતા આવ્યા છીએ. પરંતુ મિત્રો શું તમે જાણો છો કે મંદિરમાં ઘંટ શા માટે રાખવામાં આવે છે ? અને મંદિરમાં પ્રવેશતાની સાથે જ આપણે ઘંટ શા માટે વગાડીએ છીએ ? તો આ સવાલોનો જવાબ પણ ખુબ રોચક છે. ઘંટને વ્યર્થજ નથી વગાડવામાં આવતો. તેની પાછળ ધાર્મિક કારણ તો છે જ પણ સાથે સાથે એક વૈજ્ઞાનિક કારણ પણ જોડાયેલું છે. તો ચાલો જાણીએ આ લેખ દ્વારા.

સૌપ્રથમ આપણે ધાર્મિક કારણ જાણી લઈએ. તો મિત્રો ઘંટ વગાડવા પાછળનું ધાર્મિક કારણ છે કે ઘંટ વગાડવાથી લોકોની એક આસ્થા જોડાયેલી રહે છે. એવું માનવામાં આવે છે કે જો આપણે મંદિરમાં જઈને ઘંટ વગાડીએ તો તેનાથી ભગવાન પ્રસન્ન થાય છે. તેમજ ઘંટ વગાડવાથી દેવી દેવતાઓ સમક્ષ આપણી હાજરી ઉપસ્થિત થાય છે. એવું પણ માનવું છે કે ઘંટ વગાડવાથી ત્યાં જે દેવી દેવતાઓની પ્રતિમા હોય તેમાં ચેતના જાગૃત થાય છે. જે આપણી પ્રાર્થનાને વધારે પ્રભાવશાળી બનાવે છે.

ઘંટ વગાડવા પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે ઘંટ વગાડવાથી જે વાઈબ્રેશન ઉત્પન્ન થાય છે તેનો સીધો પ્રભાવ આપણા શરીર પર પડે છે. જેથી આપણે ધ્યાન લગાવવામાં એકાગ્રતા પ્રાપ્ત કરી શકીએ છીએ. આ ઉપરાંત ઘંટ વગાડવાથી જે અવાજ પેદા થાય છે તે ખુબ જ કર્ણ  પ્રિય હોય છે. જેના લયની સાથે જોડાવાથી મનને શાંતિની અનુભૂતિ થાય છે. તેનાથી પણ આપણું મન ભગવાનમાં એકાગ્ર થાય છે.

તમે જોયું હશે કે જ્યારે પણ મંદિરોમાં આરતી થતી હોય છે ત્યારે આરતી દરમિયાન સતત ઘંટ વગાડવામાં આવે છે. જેના કારણે ત્યાં ઉપસ્થિત લોકોનું ધ્યાન ભગવાનમાં એકાગ્ર થાય. ઘંટના નાદથી માણસનું ધ્યાન આસપાસ ભટકતું નથી પરંતુ તમારું મન ભગવાનમાં જ તલ્લીન થવાનો પ્રયત્ન કરે છે. તેનાથી મન ભગવાનની પૂજા કે આરતીમાં બરોબર પરોવાય છે.

મિત્રો હજુ પણ એક ખુબ જ મહત્વનું વૈજ્ઞાનિક કારણ છે તેની પાછળ. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જ્યારે ઘંટ વગાડવામાં આવે છે ત્યારે તેમાંથી એક વાઈબ્રેશન એટલે કે કંપન ઉત્પન્ન થાય છે. જે વાયુંમંડળના કારણે ઘણું દુર સુધી ફેલાય છે. તે કંપનથી ફાયદો એ થાય છે, કે મંદિર અને તેની આસપાસના ક્ષેત્રમાં આવનાર બધા જીવાણું, વિશાણું અને સૂક્ષ્મ જીવો વગેરે નષ્ટ પામે છે. આસપાસના વાતાવરણને શુદ્ધ કરે છે. માટે જે મંદિરમાં નિયમિત ઘંટ વાગતો હોય તેની આસપાસનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર રહે છે. તેમજ નકારાત્મક તરંગોનો નાશ થાય છે.

આ ઉપરાંત એક માન્યતા એવી પણ છે કે જ્યારે સૃષ્ટિનો પ્રારંભ થયો ત્યારે એવો જ નાદ એટલે કે અવાજ ગુંજ્યો હતો જેવો ઘંટ વગાડવાથી આવે છે અને આ ઘંટ તે જ નાદનું પ્રતિક છે.

તો મિત્રો હવે જ્યારે પણ મંદિરમાં જાવ ઘંટ વગાડવાનું ભૂલતા નહિ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

 Image Source: Google

Leave a Comment