જે યુવાનો એમ કહેતા ફરે છે કે અમને વિકાસની તક કોઈ આપતું નથી…. અમને પુરતું પલેટફોર્મ મળતું નથી, સરકાર પુરતો રોજગાર ઉભો કરતી નથી તે તમામ યુવાનોને પ્રેરિત કરતી અમરેલી જીલ્લાના ગરીબ ચા વાળાના દીકરાની ચાની લારીથી લઇ હોલીવુડના ફિલ્મ ડાયરેકટર સુધીની સફર….
એક અમરેલી જીલ્લાના નાનકડા ખીજડીયા ગામના ગરીબ પરિવારનો છોકરો જયારે હોલીવુડમાં જઈ ગુજરાતના નામના ડંકા વગાડે ત્યારે દરેક ગુજરાતી ઓની છાતી ગજગજ ફૂલી જવી જોઈએ. આજ વાત કરવાની છે. આ ગુજરાતીની કે જેણે ખરા ગુજરાતીની પહેચાન હોલીવુડમાં કરાવી છે અને સાબિત કરી દીધું છે કે ગુજરાતી શું કરી શકે છે.
ગુજરાતનું અમરેલી જીલ્લાનું એક નાનકડું એવું ગામ ખીજડીયા રેલ્વે સ્ટેશન અને તે જંકશન પણ કહેવાય છે. ત્યાંથી જુના જમાના ની ટ્રેન પસાર થતી અને તે જુનાગઢ તરફ જતી હતી. એક દિવસ બે શિક્ષકો જુનાગઢ પરિક્રમા માટે તે ટ્રેન માં જતા હતા ત્યારે તે સ્ટેશને અડધા કલાક નો હોલ્ડ હતો બંને શિક્ષકો ચા પીવા માટે ત્યાં ઉતર્યા અને સ્ટેશનની બહાર ગયા જોયુ તો એક જ ચાની લારી હતી . એ પણ ખુબજ જર્જરિત હાલતમાં હતી તેની નજીક જઈ તેણે ચા મંગાવી. લારીના માલિકે તેના છોકરાને સાહેબને ચા આપવા કહ્યું . એક નાનો એવો છોકરો ચા લઈને તે શિક્ષકોને આપવા આવ્યો .
બંને શિક્ષકો ચા પીતા-પીતા પેલા છોકરાને પૂછ્યું, બેટા કેટલામુ ભણે છે. છોકરાએ નિખાલસતાથી જવાબ આપ્યો કે હું ભણવા નથી જતો. શિક્ષકોએ તે છોકરાના પીતા ને સામાન્ય મનસ્ક ભાવે પૂછ્યું કે આ છોકરો ભણતો કેમ નથી? અને તે છોકરાના પિતાએ પોતાની ગરીબી વિષે જણાવે છે. શિક્ષકો છોકરાને પૂછ્યું તને કઈ વસ્તુ માં રસ છે, ત્યારે તેના પિતાએ કહ્યું કે સાહેબ મારો છોકરો ચિત્રો સારા દોરે છે. તે શિક્ષકોએ પોતાની શૈક્ષણિક શૈલીમાં કહ્યું લાવ અમને બતાવ. ઝડપથી તે છોકરાએ પોતે દોરેલા ચિત્રો બતાવ્યા અને તે બંને શિક્ષકો તેના ચિત્રો જોઈને દંગ રહી ગયા.
શિક્ષકોએ પૂછ્યું તારે ભણવું છે અને તે છોકરાએ હા પાડી. શિક્ષકોએ કહ્યું અમે પરિક્રમામાંથી પાછા જતા હશું ત્યારે અમે તને સાથે લેતા જશું અને તે સાંભળીને તેના પિતા પણ માની ગયા. શિક્ષકો પરિક્રમા માંથી પાછા આવ્યા ત્યારે છોકરો પોતાના થોડા સામાન સાથે તૈયાર હતો .
શિક્ષકો સાથે આગળ આવવાના સપનાઓને લઈને તે અમરેલી ભણવા માટે ગયો..
તેણે ભારતીય શિક્ષણ પ્રણાલીને ક્યારેય પસંદ નથી કરી પણ તેના પ્રિય એવા ચિત્રના વિષયમાં થોડું વધારે ધ્યાન આપતો અને તે તેની મસ્તીમાં રહેતો. તે સ્ટેજપર ભજવતા પૌરાણિક નાટકોમાં અને પોતાની સુજબુજથી આગળ પોતાના કરિયરને હેન્ડલ કરતો ગયો..
તે છોકરાએ ધોરણ ૧૨ પાસ કર્યું અને કોલેજમાં તેણે વડોદરા ની એમ,એસ, યુનિવર્સીટીમાં ફાઈનઆર્ટસ નો કોર્સ કર્યો અને તે ત્યાં ચાર વર્ષ ભણીને નેશનલ ઇન્સટીટ્યુટ ઓફ ડીઝાઇનમાં ગયો. ત્યાર બાદ મુંબઈમાં તેમણે ૨૦ જેવી શોર્ટ્સ ફિલ્મો બનાવી. પછી તે આગળ ને આગળ પોતાની અંદર રહેલા કલાકારને જગાવતો ગયો.
ધીમે ધીમેં ફિલ્મ જગતમાં પણ તેનું નામ બનવા લાગ્યું અને તે ત્યાર પછી હોલીવુડમાં ફિલ્મો બનાવવા લાગ્યો અને પછી તે વિશ્વ વિખ્યાત ડાયરેક્ટર રૂપે જોવા મળે છે.
એ વ્યક્તિ પેન નલીનના નામથી ઓળખાય છે તેનું સાચું નામ નલીનકુમાર પંડ્યા છે અને તે હાલ વિદેશની ધરતી પર ગુજરાતનું નામ રોશન કરે છે. જેની સાથે કામ કરવા અમિતાભ બચચન જેવા અભિનેતાઓ ઈચ્છુક છે.
પેન નલીન ફીલ્મ ડાયરેકટર, સ્ક્રીન વ્રાઈટર અને ડોક્યુમેન્ટરી મેકર પણ છે.
નલીન તેના એવોર્ડ વિનિંગ માટે જાણીતાછે. સમસારા, વેલી ઓફ ફ્લાવર્સ અને આયુર્વેદા: આર્ટ ઓફ બીયીંગ તેની એવોર્ડ વિનિંગ ફિલ્મો છે.
પેન નાલીનનો ધમાકેદાર પ્રવેશ તેની ફિલ્મ સમસારા [૨૦૦૧]થી થયો હતો.તે ફિલ્મ ગ્રાન્ડ જ્યુરી પ્રાઈઝ, સ્પેશ્યલ મેન્શનનો એવોર્ડ AFI FEST અને “મોસ્ટ પોપ્યુલર ફીચર ફિલ્મ” એવોર્ડ મેલ બોનમાં ઈંટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ૨૦૦૨માં મળેલો.
તેની બીજી ફિલ્મ સિધાર્થ ગૌતમના જીવન પર આધારિત હતી “ધ ઇનર વોરિયર અ બાયોગ્રાફી ઓફ સિધાર્થ ગૌતમ”.નલીને તેની શોર્ટફિલ્મ અને ડોક્યુમેન્ટરી ફિલ્મને લઇ BBC, DISCOVERY, CANAL PLUS અને બીજા ઇન્ટરનેશનલ નેટવર્ક સાથે કામ પણ કર્યું.
તેની એક ફિલ્મ આયુર્વેદા: ધ આર્ટ ઓફ લીવીંગ વલ્ડવાઈડ થીએટરોમાં રીલીઝ થયેલી. આ ફિલ્મ સ્પેનના અમુક થીએટરોમાં ૧ વર્ષ સુધી અને ફ્રાંસમાં ૩ વર્ષ સુધી ચાલી હતી અને તેની ફિલ્મ સમસારા [૨૦૦૧]એ વલ્ડવવાઈડ સફળતા મેળવી અને ૩૧ કરતા વધારે ઇન્ટરનેશનલ એવોર્ડ જીતી લીધેલા છે.
ખરેખર આપણને પણ ગર્વ હોવો જોઈએ આવા ગુજરાતી પર.
ગમ્યું હોય તો શેર કરજો અને સાથે સાથે તમારો કિંમતી પ્રતિભાવ પણ આપજો. જય જય ગરવી ગુજરાત..
Wonderful blog you have here but I was curious if you knew
of any community forums that cover the same topics discussed in this
article? I’d really like to be a part of community where I can get opinions from other knowledgeable individuals that
share the same interest. If you have any suggestions, please let me
know. Kudos!
Faith connection also his amazing creation and storytelling