સદાય ખુશ રહેવાના ઉપાયો – બસ આટલું કરો અને ખુશ રહો

“જીવન” એ એક સૌથી મોટી સમસ્યા બનીને આપણી સામે આવી ઉભી હોય છે, તેવું દરેક માનવીનું માનવું છે પણ ખરેખર જીવનમાં વિચારીએ તો આપણી દરેક બાબતમાં આનંદનો અહેસાસ થતો હોય છે. જયારે આનંદ આપણા સાર્થકજીવનને દરેક ક્ષણનો અદ્દભુત સ્વાદ આપે છે, ત્યારે જીવનમાં જે પ્રફુલ્લિતતા, આનંદ, મોજ, મજા, એ બધા પર્યાયો માત્ર એક જગ્યાએ આવીને મળતા હોય છે. અને એ જીવનને સાર્થક કરતા હોય છે.

વાસ્તવિક જીવનમાં આપણે ઘણાં બધા કારણો થી વિવશ હોઈએ છીએ, જીવનની અનંત યાત્રાનો આપણે વિચાર કરીએ તો જીવનમાં આત્મઆનંદની પરમ અનુભૂતિથી આપણે મોક્ષની પણ પ્રાપ્તિ કરી શકીએ. મનોવિજ્ઞાનીઓનું કહેવું છે કે મન પ્રફુલ્લિત ન હોય તો માણસ જીવન દરમિયાન શરીરિક કે માનસિક બીમારીનો શિકાર બની શકે છે.

સદાય ખુશ રહેવાના ઉપાયો.         

  • કોઈ પણ પરિસ્થિતિમાં તમને એમ લાગે કે મારી પાસે કોઈ સારી મોજશોખની વસ્તુ નથી ત્યારે તમે એ ગરીબ વિશે એક વાર વિચારજો કે જેની પાસે તમારી જેમ સારી જોબ, કે એક આરામ દાયક ઘર પણ નથી હતું. હવે તમને થશે કે ખરેખર હું નસીબદાર છું કે ભલે મારી પાસે મોજશોખની વસ્તુ નથી પણ સારી જોબ અને ઘર તો છે.
  • આવી રીતે જયારે કોઈ વસ્તુનો અભાવ જણાય તો એ માણસ વિષે વિચારવાનું કે જેની પાસે સામાન્ય જરૂરિયાત પણ પુરતી નથી હોતી, આનાથી તમને માનસિક રીતે થોડો આરામ મળશે.
  • રોજ ખુશ રહેવા માટે થોડું ધ્યાન, યોગ, ચિંતન કરવાથી તમને જીંદગીમાંથી થોડો આનંદ જરૂર મળશે.
  • કોઈ નાના બાળક અથવા તમારા પાલતું પ્રાણી સાથે તમારા દિવસનો થોડો સમય વિતાવો.
  • ગમે તેવી વિકટ પરિસ્થિતિ સર્જાય પણ તેની વધુ પડતી અસર દિલ પર ના પડવા દેવી. આ એક આનંદમાં રહેવાનો રામબાણ ઈલાજ છે.

વ્યક્તિ પોતાના જીવનમાં જયારે ખુશ નથી હોતો ત્યારે તે કોઈ નાની અથવા મોટી બાબતથી ટેન્શનમાં હોય છે પણ એ ટેન્શન માંથી જે તેને નુકશાન થાય છે જે એક ગંભીર વાત છે. આપણે જોઈએ તો આપણને  દરેક વસ્તુમાં આનંદ નથી મળતો પણ જે આપણે કામ કરતા હોઈએ છીએ તેમાં એક વાર મનથી વિચારીને કામમાં પરોવાઈ જઈએ તો એ આપણને તેમાં પણ સિદ્ધિ મળે છે. થોડા સમય પછી તે કામ આપણા માટે એક રોજીંદા જીવનનું કાર્ય બનીજાય છે. જેનાથી આપણે ટેવાય જઈએ છીએ.

સમાજમાં ઘણા વ્યક્તિઓ અને સાધુઓ સદા આનંદમાં હોય છે, તેને દુનીયાના કોઈ આનદમાં રસ નથી હોતો તે માત્ર સ્વઆનંદમાં રૂચી રાખે છે. સ્વઆનંદ એટલે પોતાની મસ્તી માં જીવનની પળેપળને રસ પૂર્ણ જીવવું. આપણે કદાચ જીવનમાં બધાજ પ્રકારની આનંદની અનુભૂતિ કરી લીધી હોય તો પણ પરમ આનંદનો સ્વાદ નથી મળતો અને સંતોષ પણ નથી થતો.પરંતુ જયારે માણસ આત્મદર્શનનો અર્થ સમજે ત્યારે તેને પરમઆનંદની પ્રાપ્તિ મનમાં થવા લાગે છે.

દા,ત,-  ‘આનંદ’ વિષે વિધાર્થીનું ઉદાહરણ લઇ લઈએ તો વિધાર્થીને જેતે વિષય રસ હોય એ કાર્ય કરે  તો તેમાં તે પારંગત થાય છે અને વાલીઓંના પસંદના વિષયમાં ઘણા વિદ્યાર્થીઓ રસ ન ધરાવતા હોય છતાં તેમાં ભણવું પડતું હોય છે. અને વિધાર્થી ઘણી વાર ફસ્ટટ્રેશનમાં આવીને કોઈ ખોટા પગલા પણ ભરી લેતા હોય છે તેનું એક જ કારણ કે પોતે જે કામ કરી રહ્યો છે તેમાં તે આનંદ અનુભવતો નથી.

ઘણા લોકો એવા હોય છે જેને સામાજિક જીવનમાં બિલકુલ પણ રસ નથી હોતો પણ સમાજ ના પ્રેશર થી તેને સબંધો નિભાવવા, વહેવારમાં રહેવું એવા કર્યોથી તેના માનસ ઉપર ખરાબ અસર કરતી હોય છે.આવા વલણોથી ઘણા લોકો વિમુખ હોય છે. જે વ્યક્તિના પર્સનલ વિકાસને અટકાવે છે અને નુકશાન પણ કરતુ હોય છે.

ઓશોએ કહ્યું છે કે “દુનિયાના એ દરેક આનંદ અને પ્રમોદ ના સાધનો નું સુખ માત્ર ક્ષણિક સુખની અનુભૂતિ કરાવે છે જયારે આપણી ભીતરમાં રહેલો આત્માનંદ આપણને સદાનંદ બનાવે છે અને જે ક્યારેય ખૂટે નહિ તેવા આનંદનું સુખ આપે છે”

એક વાત યાદ રાખો આનંદમાં વિતાવેલો સમય જ સાચી મૂડી છે.  એટલે બને ત્યાં સુધી સદાનંદમાં રહો અને તમારા જીવનને પ્રફુલ્લિત થઈને માણો.

                                                              *ALWAYS BE HAPPY*

Leave a Comment