હાથ કે પગ ન હોવા છતાં પણ કરે છે અસંભવ કામો….. આપી જાય છે દરેક લોકોને જીવનની પ્રેરણા… જાણો અદ્દભુત વ્યક્તિ વિશે…

હાથ કે પગ ન હોવા છતાં પણ કરે છે અસંભવ કામો….. આપી જાય છે દરેક લોકોને જીવનની પ્રેરણા… જાણો અદ્દભુત વ્યક્તિ વિશે…

જ્યારે પણ આપણી જિંદગીમાં સમસ્યાઓ આવે છે ત્યારે લગભગ આપણે એવું વિચારતા હોઈએ છીએ કે મારી સાથે જ આવું કેમ બન્યું ? આવું વિચારીને ધીમે ધીમે આપણી અંદર ઘોર નિરાશા જન્મ લેતી હોય છે અને જિંદગી આપણને બોજ સમાન લાગતી હોય છે. પરંતુ તેવા સમયે જરૂર હોય છે આપણી જાત પર ભરોસો રાખવાની અને પૂરી તાકાત સાથે સમસ્યાનો સામનો કરવાની. આવું ત્યાં સુધી કરવું જોઈએ જ્યાં સુધી આપણે તે સમસ્યાઓ સામે જીત ન મેળવી લઈએ.

તો ઘણા લોકો પોતાની નાની સમસ્યાને એટલી મોટી જણાવતા હોય છે કે આખી દુનિયામાં તેને એક ને જ દુઃખ હોય છે. પરંતુ મિત્રો વિશ્વાસ રાખો જિંદગીમાં કોઈ પણ વસ્તુ અસંભવ નથી. જો તમને આ વાત પર વિશ્વાસ ન આવતો હોય તો આજનો અમારો આ લેખ વાંચો અને લેખના અંતમાં નીકના સ્વિમિંગના વિડીયોની લીંક પણ મુકેલી છે જોઇને તમે ચોંકી જશો.

આજે અમે અસંભવને સંભવ કરનાર એવા જીવંત ઉદાહરણ એટલે કે વ્યક્તિ વિશે જણાવશું. જેનો જન્મ થયો ત્યારે તેની માતા એ એ બાળકનું મોં જોવાની પણ ણા પાડી દીધી હતી. તેની પાસે નથી હાથ કે નથી પગ તેમ છતાં પણ આજે તે વ્યક્તિ એવા કામો પણ કરી જાણે છે જે સામાન્ય વ્યક્તિને કરવા અસંભવ લાગે છે. તે વ્યક્તિ આજે દુનિયા માટે એક મિસાલ છે અને લાખો લોકોને જીવનની સમસ્યાઓ સામે લડવાની પ્રેરણા આપે છે. તો મિત્રો તમારા જીવનમાં પણ જો કોઈ પણ સમસ્યા હોય તો આ લેખ જરૂર વાંચો. તમને તમારી સમસ્યા એટલી નાની લાગશે કે તમે તેનાથી ખુબ જ ઝડપથી નિજાત પામશો.

4 ડીસેમ્બર 1982 ના રોજ ઓસ્ટ્રેલીયામાં એક બાળકનો જન્મ થયો હતો. જેનું નામ હતું નીક વિજ્યુક. નીક વિજ્યુક અન્ય બાળકોની જેમ સામાન્ય ન હતા. તે જ્યારે જન્મ્યા ત્યારે તેના શરીરમાં phocomelia નામનો એક વિકાર હતો. જેના કારણે તેના બંને હાથ પગ ન હતા.

ત્યારે ડોક્ટર પણ હેરાન રહી ગયા હતા કે નીકના હાથ પગ કેમ નથી ! નીક વિજ્યુકના માતાપિતા તેના ભવિષ્યને લઈને ખુબ જ ચિંતિત હતા કે હાથ પગ વગર તેનું જીવવું કંઈ રીતે શક્ય બનશે ? જેમ જેમ નીક મોટા થતા ગયા તેમ તેમ શરૂઆતમાં તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવવા લાગી. તેમણે હાથ પગ વગર જીવાવમાં ઘણી તકલીફો થતી. પરંતુ તેમની વિકલાંગતાના કારણે તેઓ એકલતા અને નિરાશાના અંધકારમાં સંપૂર્ણ રીતે ડૂબી ગયા હતા.

તેઓ ભગવાનને હંમેશા પ્રર્થના કરતા કે તેમને હાથ પગ મળી જાય. નીક પોતાની વિકલાંગતાની સમસ્યાથી એટલા હેરાન અને નિરાશ થઇ ગયા હતા અને માત્ર 10 વર્ષની ઉંમરે તેમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાર બાદ તેમની માં દ્વારા અપાયેલા એક લેખ વાંચીને નીકનો જિંદગીને જોવાનો નજરીયો બદલાઈ ગયો. આ લેખ એક સમાચાર પત્રનો હતો. જેમાં એક વિકલાંગ વ્યક્તિએ પોતાની વિકલાંગતા સામે જંગ જીતી તેની કહાની હતી. ત્યારે નીકને સમજાયું કે તે એકલા એવા વ્યક્તિ નથી જે જીવનમાં સંઘર્ષ કરી રહ્યા છે.

ત્યાર બાદ નીક ધીમે ધીમે સકારાત્મક વિચારવા લાગ્યા કે તેઓ જો ઈચ્છે તો પોતાની જિંદગીને સામાન્ય કરી શકે છે. નીકે ધીમે ધીમે પોતાના પગની જગ્યાએ નીકળેલી થોડી આંગળી અને અન્ય ઉપકરણોની મદદથી તેઓ લખવાનું અને કોમ્યુટરમાં ટાઈપ કરવાનું શીખ્યા.

17 વર્ષની ઉંમરે તેણે પ્રાર્થના સમુહમાં સ્પીચ આપવાનું શરૂ કર્યું. ત્યાર બાદ 21 વર્ષની ઉંમરે નીકે એકાઉન્ટીંગ અને ફાઈનાન્સમાં ગ્રેજ્યુસન પૂર્ણ કર્યું અને એક પ્રેરક વક્તા તરીકે પોતાનું કરિયર શરૂ કર્યું. તેમણે Attitude is Attitude નામની એક પોતાની કંપની બનાવી અને ધીમે ધીમે તેઓ એક એવા પ્રેરક વક્તાના રૂપે ઓળખાવા લાગ્યા. જેનું પોતાનું જીવન કોઈ ચમત્કારથી કમ નથી. તેમણે પ્રેરણા અને સકારાત્મક સંદેશ આપવા માટે Life Without Limbs ના નામથી એક ગેર લાભકારી સંગઠન પણ બનાવ્યું છે. એટલે કે જે સંગઠનનો ઉદ્દેશ્ય પૈસા કે નફો કમાવવાનો નથી.

મિત્રો નીક વિજ્યુક એવા વક્તા છે જેની સ્પીચ જે પણ સાંભળે તે તેમની સ્પીચના દીવાના બની જાય. નીક વિજ્યુક આ ઉપરાંત હાથ પગ ન હોવા છતાં પણ દુનિયામાં એવું કોઈ કામ નથી જે સામાન્ય વ્યક્તિ કરી શકે અને નીક વિજ્યુક ન કરી શકે. હાથ પગ ન હોવા છતાં પણ સ્વીમીંગ અને સ્કાય ડાઈવીંગ જેવા કામો પણ નીક ખુબ જ સરળતાથી કરી શકે છે. પરંતુ તેનાથી પણ વધારે પ્રેરિત કરનારી વાત છે નીકની જીવન પ્રત્યેની ખુશી.

જે લોકોએ નીકની બુક્સ વાંચી છે અને તેના વિડીયો જોયા છે તેઓ નીકની તાકાતથી વાકેફ હશે કે નીક જે પણ બોલે છે તે પ્રેરણા બની જાય છે. તેઓ આજે દુનિયાભરના વિકલાંગ લોકો માટે મિસાલ બની ચુક્યા છે. એટલું જ નહિ, નીકનો જિંદગી જીવવાનો એક્ટીવ અને સાહસી નજરિયો કોઈ પણ વ્યક્તિને તેની સમસ્યાથી લડવાની તાકાત આપી શકે છે.

તમને જણાવી દઈએ કે નીકના લગ્ન પણ થઇ ચુક્યા છે અને તેની પત્નીને પણ નીક વિજ્યુકની પત્ની હોવાનો ખુબ જ ગર્વ છે કે તેણે જીવનસાથી તરીકે નીકને પસંદ કર્યા.

મિત્રો આપણે આપણા જીવનમાં નાની નાની સમસ્યાઓમાં હતાશ થઇ જતા હોઈએ છીએ. ત્યારે નીક વિજ્યુક જેવા લોકો દરેક ક્ષણે એવું સાબિત કરતા હોય છે કે જિંદગીમાં અસંભવ કંઈ પણ નથી. પ્રયત્નો કરવાથી દરેક વસ્તુ સરળ બની જાય છે.

તો મિત્રો તમે પણ આ વાતથી સહેમત હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો તેમજ તમને નીક વિજ્યુકના જીવનથી પ્રેરણા મળી કે નહિ ? પણ કોમેન્ટમાં જણાવજો અને જો પ્રેરણા મળી હોય તો આજથી તમે તમારી કંઈ અસંભવ ઈચ્છાને સંભવ બનાવવાનો પ્રયાસ કરશો તે પણ કોમેન્ટમાં અવશ્ય શેર કરજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment