કરોડપતિ બનવાની સૌથી અસરકારક અને સાચી ટીપ્સ.. સામાન્ય નોકરી કરતો વ્યક્તિ આ રીતે બન્યો અમીર

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 કરોડપતિ બનવાની સૌથી અસરકારક અને સાચી ટીપ્સ.. 💁

💁 મિત્રો જ્યારે તમારા મગજમાં ધનવાન કે કરોડપતિ આવે તો કઈ વ્યક્તિ તમને યાદ આવે. દુનિયાના ધનવાન લોકો જેમ કે બીલ ગેટ્સ, વોરન બફેટ તથા મુકેશ અંબાણી જેવા વ્યક્તિઓ યાદ આવે. આ ઉપરાંત તમે કોઈ સૌથી મોટા સ્પોર્ટ્સ પર્સન અથવા તો કોઈ મશહૂર ફિલ્મ અભિનેતાને યાદ કરશો.Image Source :

💷 મિત્રો આપણા મગજમાં કરોડપતિની છબી એટલે કોઈ 40 કે 45 વર્ષ પછી કરોડપતિ બને તેવી હોય છે. ક્યારેય કોઈ એવું નથી વિચારતું કે કોઈ 24 વર્ષનો છોકરો પણ પોતાની મહેનતથી થોડા જ સમયમાં કરોડપતિ બની શકે છે. લોકો એવું વિચારે છે કે માત્ર ભાગ્ય સારું અને ખુબ ટેલેન્ટ હોય તો જ થોડા સમયમાં ધનવાન બની શકાય છે. પરંતુ આ વાત તદ્દન ખોટી છે તે અમે અમારા આર્ટીકલમાં સાબિત કરીશું.

💷 મિત્રો આજે અમે એક સફળ વ્યક્તિની મહેનત અને લગન દ્વારા કરોડપતિ બનવાની ટીપ્સ જણાવશું. મિત્રો આજે અમે જે વ્યક્તિની વાત કરવા જઇ રહ્યા છે તેને નાની ઉમરમાં જ પોતાનો બીઝનેસ ચાલુ કર્યો અને માત્ર ૩૦ વર્ષની ઉમરે સફળ થયો અને કરોડપતિ બન્યો. તે વ્યક્તિનું નામ છે M. J. DEMARCO.Image Source :

💰 મિત્રો તમે આ આર્ટીકલ વાંચી રહ્યા છો તેનો મતલબ છે કે ક્યાંક ક્યાંક તમારે પણ કરોડપતિ બનવાની ઈચ્છા છે. તેવી જ રીતે M. J. ને પણ કરોડપતિ બનવાની ઈચ્છા હતી અને તેઓ શરૂઆતમાં જ જાણી ગયા હતા કે 9 થી 7 વાળી નોકરી તેને કરોડપતિ નહિ બનાવી શકે. તેથી તેમણે બીઝનેસ કરવાનો પ્લાન બનાવ્યો. કોલેજ પૂરી થતા જ તેણે પોતાનું બધું જ ધ્યાન બીઝનેસ પર લગાવ્યું પરંતુ કમનસીબે તે બીઝનેસ સફળ થયો નહિ.

💰 હવે M.J. એ જે કર્યું તે આપણે અનુસરવાની જરૂર છે. મિત્રો M. J. એ હાર ન માની. તેઓ ઘરે બેઠા બેઠા કંઈકને કંઈક કરતા રહ્યા. પરંતુ એક દિવસ તેમને ખુબ ગુસ્સો આવ્યો અને તેમણે નક્કી કર્યું કે હવે હું કંઈક એવું કરીશ જેથી મારી જિંદગી બદલાઈ જાય. તેઓ ઘર છોડીને જતા રહ્યા. તેમના બેંક અકાઉન્ટમાં માત્ર ૯૦૦ ડોલર જ હતા તેવી સ્થિતિમાં પણ તેઓ બીજા શહેરમાં જતા રહ્યા. ત્યાં તેઓએ વેબસાઈટ બનાવવાનું કામ ચાલુ કર્યું ત્યારબાદ તેમને થયું કે હવે આ કરવામાં તો મારો બધો જ સમય જતો રહે છે તેથી તેમણે એક વેબસાઈટ બનાવી અને વહેંચી દીધી તેનાથી તેમને સાઈડમાં આવક ચાલુ થઈ ગઈ. તો મિત્રો અહીંથી આપણે પહેલી ટીપ્સ શીખવાની છે અને તે છે પોતાના પર વિશ્વાસ રાખવો. મિત્રો તમારે કરોડપતિ બનવું હોય તો તમારે સાચી પસંદગી કરીને તમારા પર વિશ્વાસ રાખવાનો છે કે તમે જે નક્કી કર્યું છે તે થઇને જ રહેશે.Image Source :

💰 હવે બીજી વસ્તુ છે તે કે તમારે અમુક  વસ્તુ પર માનવાનું છોડી દેવું જોઈએ. પહેલી વસ્તુ છે કે કરોડપતિ બનવા માટે નસીબ હોવું જોઈએ. મિત્રો આ માન્યતા તમારે તમારા મગજમાંથી કાઢી જ નાખવાની છે. કરોડપતિ બનવા માટે નસીબની જરૂર નથી હોતી અને જે લોકો આવું કહે છે તે લોકો નથી જોતા કે કરોડપતિ લોકોએ કેટલી મહેનત અને સેક્રીફાઈસ કરીને અહિયાં સુધી પહોંચ્યા હશે. જેમ કે કોઈ એવું વિચારે કે ફેસબુકના C. E. O. માર્ક ઝુકરબર્ગના નસીબે સાથ આપ્યો એટલે તે કરોડપતિ બન્યા તો તે વાત ખોટી છે. અહીં સુધી પહોંચવા માટે ઝુકરબર્ગ નાનપણથી જ પ્રોગ્રામિંગ કરવાનું ચાલુ કરી દીધું હતું.

💰 હવે તમારે જે માન્યતા છોડવાની છે તે છે સંપતિ અચાનક મળવી તે એક ઘટના છે. પરંતુ તે કોઈ ઘટના નથી પણ એક પ્રક્રિયા છે. એવું નથી કે તમે તમારી કંપની વહેંચી અને તમને કરોડો રૂપિયા મળ્યા તો તે તમારી કંપની વહેંચાવી તે એક ઘટના છે. પરંતુ તે એક લાંબી પ્રક્રિયા છે જેની શરૂઆત ત્યારથી થઇ ગઈ હોય છે, જ્યારથી તમે કંપની ખોલી હોય. પછી તમે તેને 10 કે 12 વર્ષ પછી વહેંચો છો. માટે એ એક ઘટના નહિ પરંતુ 10 થી 12 વર્ષથી ચાલી આવતી પ્રક્રિયા છે.

💰 હજુ એક વાત તમારા મગજમાંથી કાઢી નાખો કે કોઈ અન્ય વ્યક્તિ તમને કરોડપતિ બનાવશે. મિત્રો તમારે ક્યારેય એવું ન વિચારવું જોઈએ કે કોઈ તમને પૈસા આપશે અથવા તો તમને કોઈ લોટરી લાગી જશે. કારણ કે પૈસા તો આપણે પોતાએ જ કમાવવાના છે.  Image Source :

💵 મિત્રો હજુ એક વસ્તુ તમારે અપનાવવી પડશે અને તે છે તમારે સમયનો સદુપયોગ કરવાનો છે. મિત્રો કોઈ એવું કહે કે પાંચ કિલોમીટર દૂર એક દુકાને ફ્રીમાં સમોસા મળે છે તો કોઈ માધ્યમ વર્ગનો માણસ છે તે પોતાનો સમય બગાડીને ત્યાં જશે. પરંતુ આ જગ્યાએ કરોડપતિ દિમાગ એવું વિચારશે કે જો મારી બાજુમાં જ સમોસા મળતા હોય તો ત્યાંથી જ ખરીદી લેવા જોઈએ. પછી ભલેને તે ૧૫ રૂપિયાના આવે પણ સમય તો બચશે અને તે સમયમાં તે કામ કરશે, તો તમારે અહીં તમારા માઈન્ડ સેટને બદલવાની જરૂર છે.

💵 મિત્રો તમારે ઝડપથી કરોડપતિ બનવું હોય તો તમારે એક એવી મિલકત ઉભી કરવી પડશે કે જેના દ્વારા તમે સુતા હોવ છતાં પણ તમે પૈસા કમાતા હોવ. મિલકત મતલબ કે તમે કોઈ એપ બનાવો પછી તમારે કંઈ જ નથી કરવાનું. તે એપને અલગ અલગ વ્યક્તિઓને વહેંચીને તમે બેઠા બેઠા પૈસા કમાશો. મિત્રો એપ તો ખાલી ઉદાહરણ છે આવી રીતે તમે કોઈ પણ એવી વસ્તુ બનાવી શકો કે જેના દ્વારા તમે બેઠા હોવ છતાં પણ પૈસાની આવક ચાલુ રહે છે. પરંતુ તેને બનાવવા માટે તમારે ખુબ મહેનત કરીને બનાવવાની રહેશે. આ જ વસ્તુનું બીજું ઉદાહરણ લઈએ. “તમે એક ફ્લેટ ખરીદી લો અને તેને ભાડે આપી દો. તો બનશે એવું કે તમે સુતા હશો તો પણ તમારી આવક આવશે. તો એ જ રીતે કંઈ પણ તમે વિચારો તે એસેટ એટલે કે મિલકત તમે ઉભી કરીને પેસીવ મની કમાઈ શકો છો. મિત્રો આજનો જમાનો ડીજીટલ છે તો તમે કોઈ પ્રોડક્ટ બનાવીને ઓનલાઈન તેનું માર્કેટિંગ કરીને પણ વધારે પૈસા કમાઈ શકો.Image Source :

💵 હવે તમને આ ડીજીટલ યુગમાં કંઈ રીતે કરોડપતિ બનવું તે પણ જણાવી દઈએ કે આજના સમયમાં આ વસ્તુઓમાં ખુબ વધારે પૈસા મળી શકે છે. મિત્રો આવું જ્ઞાન તમને કોઈ નહિ આપે તો ચાલો જાણીએ કે તમે શું શું કરી શકો.

💵 પહેલો રસ્તો છે કે યુટ્યુબ ચેનલ બનાવીને. મિત્રો તમને ખબર જ હશે કે યુટ્યુબમાં લોકો ઘણા બધા પૈસા કમાય છે. તમારે પરીસ્થિતિ અને લોકોને ધ્યાનમાં રાખીને યુટ્યુબ ચેનલ ખોલીને પૈસા કમાઈ શકો છો.

💵 બીજી વસ્તુ છે કિન્ડલ એપમાં તમારી ઈ બૂક બનાવી તેના પર વહેંચીને પણ પૈસા કમાઈ શકો. મિત્રો ઈ બુક મોટી જ હોવી જોઈએ તેવું જરૂરી નથી નાની પણ ચાલે. તમે ન લખી શકતા હોય બુક તો તમે કોઈ વ્યક્તિને હાઈર કરી તેની પાસે પણ બુક બનાવડાવી શકો છો. એમેઝોનમાં કિન્ડલ એપ એ ખુબ જ મોટી માર્કેટ છે એ બુક માટે તો તમે ત્યાં કોઈ પણ પ્રકારની ઈ બુક મેળવી શકો છો.

💵 અંતે એટલું જ કહેવાનું કે તમે ચાહે કોઈ પણ કામ પસંદ કરો પણ એવું કામ પસંદ કરો કે જેના પર તમને વિશ્વાસ હોય ત્યારબાદ તેમાં ખુબ મહેનત કરો અને એવી આશાએ ક્યારેય ન બેસો કે કોઈ આવીને તમને મદદ કરશે. તમારા સમયને તમારો સાથી બનાવો અને મહેનત કરો એટલે કરોડપતિ બની જવાશે.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment