આ સૌથી મોટા ૪ પ્રોબ્લેમ્સનો ઉપાય શોધી લો અને તેનો બીઝનેસ કરો તો તમને કરોડ પતિ થતા કોઈ રોકી ના શકે…

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🤵 4 પ્રોબ્લેમ…..જેનો ઉપાય તમે શોધી લેશો તો તમને કરોડપતિ બનતા કોઈ રોકી નહિ શકે  🤵

🤵  મિત્રો આ દુનિયામાં કોઈ પણ પ્રોબ્લેમ હોય પરંતુ તેનું  નિવારણ પણ હોય જ છે. દરેક પ્રોબ્લેમમાં એક ખુબ જ સારો એવો બિઝનેસ છુપાયેલો હોય છે. આજે આપણે એવી વાત કરવા જઈ રહ્યા છીએ જેના પ્રશ્નનોનું હલ શોધી કાઢીએ તો આપણે લગભગ અરબ પતિ બની શકીએ છીએ. 

આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે કોમ્પીટીશન પણ ખુબ જ છે. કેમ કે દરેક વ્યક્તિ એવું જ ઈચ્છતો હોય છે કે તે એક અરબ પતિ બને. આ ચાર પ્રોબ્લેમમાંથી જો આપણે કોઈ પણ એક પ્રોબ્લેમને આપણે સોલ કરી નાખીએ તો આપણને પણ  અરબ પતિ બનતા કોઈ નહિ રોકી શકે.

 Image Source :

💁‍♂️ આ બધી વાતો કદાચ આપણને ઈમ્પોસીબલ પણ લાગે પરંતુ તેવું નથી તે વાત ખરેખર શક્ય છે.  આજ થી 25 થી 30 વર્ષ પહેલા સ્માર્ટ ફોન એક ઈમ્પોસીબલ વસ્તુ જ હતો. ત્યારે કોઈ એ એવું  વિચાર્યું ન હતું કે એક નાના એવા ડિવાઈસ દ્વારા એટલા બધા કામ થઇ શકતા હશે. તો વિચારીએ આપણે તો જીવનમાં ક્યારેય કોઈ પણ કામ અશક્ય નથી.

🛍 1. પ્લાસ્ટીકના બીજા વિકલ્પો : 🛍

🛍 પ્લાસ્ટીકને લઈને આખી દુનિયા પરેશાન છે. કેમ કે પ્લાસ્ટીકના કારણે આપણા કુદરતી વાતાવરણને ખુબ જ નુંકશાન કરે છે. આખી દુનિયાનું જો પ્લાસ્ટીક માર્કેટ જોવામાં આવે તો હાલમાં 650 બિલિયન ડોલરનું છે. અને 2020 સુધીમાં માત્ર પ્લાસ્ટીક પેકેઝીંગ ફેકટરીઓ 350 બિલિયન ડોલર સુધી જઈ શકે છે. આપણે ઘણા બધા વિડીયો પણ જોયા હશે અને ફોટા પણ જોયા હશે કે કે કેવી રીતે પ્લાસ્ટીકના કારણે જંગલી પ્રાણીઓ  મૃત્યુ પામી રહ્યા છે. અને આપણા પર્યાવરણ પર કેટલી ખરાબ અસર કરે છે. હાલમાં મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં સંપૂર્ણ પણે વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે.

 Image Source :

💈 આ દુનિયાને પ્લાસ્ટીકની જગ્યાએ ખુબ જ સારો વિકલ્પ જોઈએ છે. તેવો વિકલ્પ કે તે પ્લાસ્ટીકની જેમ મજબુત, રીસાયકલ, સસ્તું પણ હોય અને એટલી જ આસાનીથી મળી રહે તેવું હોવું જોઈએ. હમણાં થોડા સમય પહેલાની વાત છે. મકાઈથી પ્લાસ્ટીક બેગ જેવા બેગ બનાવી લીધા હતા. પરંતુ તે એટલા નબળા છે કે પાણીમાં ઓગળી જાય છે. અને તે એટલા સુરક્ષિત છે કે તેને ઘોળીને પી પણ શકીએ છીએ. પરંતુ આ બેગ ખુબ જ મોંઘા છે. અને  તેનું પ્રોડક્શન પણ વધારે નથી. તો જોઈ કોઈ વ્યક્તિ આવું સોલ્યુશન્સ કાઢી નાખે તો તે ખુબ જ પૈસા વાળો બની શકે છે.

 💧 2 પાણીની અછત : 💧

💧 આપણા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયજી એ કહ્યું હતું કે “હવેનું વિશ્વ યુદ્ધ પાણી માટે થશે.” આપણને પણ લાગે છે કે તેની વાતમાં ખરેખર દમ છે. 2016 નો એક રીપોર્ટ કહે છે કે દુનિયાના 9 માંથી એક માણસ સુધી પણ સાફ પાણી પહોંચતું નથી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 2018 ના અંતમાં તે વધીને એક અરબથી પણ વધારે થઇ જશે. અને 2025 માં દુનિયાના 2 કે ત્રણ વ્યક્તિ સુધી પણ ચોખ્ખું પાણી નહિ પહોંચે.

 Image Source :

💧 આત્યારે આપણે જોઈએ છીએ કે આપણા ભારતમાં કેટલા બધા વિસ્તારમાં પાણીની ખુબ જ અછત છે. પછી તે યુપીનું બુંદેલખંડ હોય કે મહારાષ્ટ્રનું મરાઠવાડા. પાણીના હિસાબે ખેડૂતો પણ આત્મહત્યા કરવા લાગ્યા છે. તે માત્ર હવે ભારત પુરતું જ નહી પરંતુ આ વર્ષે સાઉથઆફ્રિકાના સૌથી મોટા શહેરમાં કેપ્ટૌનમાં પણ પાણી ગાયબ થઇ ગયું હતું. તો પાણીનો પ્રશ્ન એ આખી દુનિયાનો છે.

💧 પરંતુ એવું નથી કે આપણી દુનિયામાં પાણી ખૂટી ગયું છે. જેમ કે પૂરી દુનિયામાં 70%  પાણીમાં જ છે. પરંતુ તેમાંથી પીવા લાયક પાણી માત્ર ૩ % જ છે. તેનો મતલબ એવો કે આપણી પૃથ્વી મુસીબતમાં નથી પરંતુ આપણે મુસીબતમાં છીએ.  સાફ પાણી ન મળવાથી ઘણા લોકો ખુબ જ બીમાર પડે છે અને મૃત્યુ પણ પામે છે.

💧 જો આપણે સાફ પાણીની મદદથી લોકોમાં આ પ્રશ્નનો હલ શોધી કાઢો કે જેના કારણે લોકોમાં પાણીની માથાકુટ ન રહે. અને દરેક ઘર માટે કોઈ પણ એવી ટેકનોલોજી શોધી કાઢો કે કોઈ પણ ઘરમાં વધારે પાણીનો બગાડ ન થાય. ત્યાર પછી કોઈ એવી પણ સિસ્ટમ કે પાણી ફિલ્ટર થઈને ખેતર સુધી જતું રહે. પાણી પહેલા તો ઘરમાં આવે અને ત્યાર બાદ પાણીના પ્લાન્ટમાં જાય અને તેમાંથી ફિલ્ટર થઈને ખેતરમાં જાય તેવો કોઈ પ્લાન્ટ હોવો જોઈએ.

💧 જો આ અથવા તો આનાથી પણ કોઈ સારો આઈડિયા હોય તો પણ એપ્લાય કરી શકીએ છીએ. અને અરબ પતિ બની શકીએ છીએ.

 💡 ૩ વીજળી સંગ્રહ : 💡

💡 એક વાત તો નક્કી જ છે કે આપણી દુનિયા વીજળી પર જ નિર્ભર રહેવાની છે. આપણા મોબાઈલ ફોન, આપણા બધા ગેજેટ્સ, સિક્યુરિટી સિસ્ટમ, આપણું ઘર, બાઈક, કાર પણ વીજળીથી ચાલે તેવી આવી રહી છે. અને સોલાર અને વિન્ડફાર્મ  જેવા સાધનોએ વીજળીના માર્કેટને વધારે ખોલી નાખ્યા છે.

 Image Source :

💡 પરંતુ આજે પણ દુનિયામાં 130 કરોડ લોકો પાસે દુનિયામાં વીજળી નથી પહોંચી.પરંતુ અમે એવું નથી કહેતા કે વીજળી બનાવો. આનો બીજો પણ એક રસ્તો છે કે તે છે જે વીજળીથી પણ ખુબ મોટો મુદ્દો છે. તે છે એનર્જી સ્ટોરેજ. ઇલેક્ટ્રિક કારને વધારે બેકઅપ વાળી બેટરી જોઈએ છે. મોબાઈલને પણ વધારે બેકઅપ વાળી બેટરી જોઈએ છે. આપણે આપણા મોબાઈલને દરરોજ ચાર્જ કરવા નથી માંગતા. જે પણ બેટરી બેકઅપ કરવાની ટેકનોલોજી શોધી લેશે તે ખુબ જ પૈસા વાળો વ્યક્તિ બનશે.

💡 આપણે ધારીએ કે કોઈ એવું ચાર્જર બનાવે કે 10 મિનીટ ચાર્જ કરીએ અને 1 મહિનો ચાલે છે. પછી કાર પણ વધારે બેટરી ઇન્ક્રીમેન્ટ કરી શકે છે. આ બધું શક્ય છે આજે નહિ તો કાલે પરંતુ જરૂર કોઈ મહાન વ્યક્તિ એક દિવસ શોધી જ લેશે.

💉 4  વેટલોસ દવાઓ :💉

💉 આવી દવાઓ જે વજન ઘટાડે અને શરીરને નુંકશાન પણ ન કરે. એક્સપર્ટનું કહેવું છે કે પૂરી દુનિયામાં હેલ્થ ઇન્ડસટ્રીઝ અડધા ટ્રીલીયન ડોલર સુધી પહોંચી જશે. આ દુનિયા ખુબ જ બદલી રહી છે અને પહેલી વાર લોકોના વધારે વજન વધવાથી લોકોના મૃત્યુ થાય છે. અને વધારે લોકો આળસુ પણ છે.

 Image Source :

💉 જો કોઈ એવી વજન ઘટાડવાની દવા શોધી લેવામાં આવે અને જેના કારણે કોઈ પણ પ્રકારની નુંકશાની ન થાય. આડ અસર ન થાય. તો લોકો ખુશી ખુશી મોં માંગી કિંમત આપણને આપવા રાજી થઇ જશે.

💉 vએટલા જ માટે દરેક ફાર્મા કંપની રીચર્સ માટે લાખો કરોડો રૂપિયા બગાડે છે. આવી દવાથી ખુબ જ જલ્દીથી પ્રોફિટ કરીને આપશે. વાયગ્રા માત્ર અમેરિકામાં જ વર્ષમાં 115 કરોડ ડોલરની વહેંચાય છે. અને તે પણ માત્ર પુરુષો માટેની  જ દવા છે. અને વજન ઘટાડવાની દવા તો સ્ત્રી અને પુરુષ બંને માટે છે.

💉 તો મિત્રો આ છે ચાર મોટા પ્રોબ્લેમ્સ જેના માટે આ દુનીયા તડપે છે.  તેના નિવારણ પણ લોકોને જડપથી જોઈએ છે. જો તમારા મગજમાં કોઈ સોલ્યુશન હોય તો તેને આપણા મગજમાંથી કાઢી અને બહાર ઓરીજનલ દુનિયામાં લાવો. તેમે પૈસા વાળા બની જશો.

 Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

2 thoughts on “આ સૌથી મોટા ૪ પ્રોબ્લેમ્સનો ઉપાય શોધી લો અને તેનો બીઝનેસ કરો તો તમને કરોડ પતિ થતા કોઈ રોકી ના શકે…”

  1. વજન ઘટાડવા માટે તો છે ફ્રૂડ સપ્લીમેન્ટ મારી પાસે અને એ પણ 100% નેચરલ મારી કંપની આ પ્રોડક્ટ બનાવે છે જે પણ સ્રિ કે પુરુષ ને વજન ઘટાડવા માટે કોન્ટેક્ટ કરી શકે છે
    અને આ સપ્લીમેન્ટ થી કોઈ આળ અસર કે કોઈ સાઇડ ઇફેક્ટ થતી નથી એ ગેરંટી જે પણ ભાઈ બહેન ને જરૂર હોય એ મને નીચેના નંબર ઉપર કોન્ટેક્ટ કરવો
    9898314142

    Reply
  2. ખરેખર તમારા બધા જ આર્ટીકલ તાર્કીક ઉપયોગી અને લાજવાબ હોય છે… આભાર ગુજરાતી ડાયરો

    Reply

Leave a Comment