મિત્રો હાલ લોકડાઉન હોવાથી બધા ત્રાહિમામ થઇ ગયા છે. લોકોએ અમુક જરૂરિયાતની વસ્તુ લેવા માટે જ બહાર નીકળવાનું છે. તો એક યુવક રાશન અને શાકભાજી લેવા માટે ઘરની બહાર નીકળ્યો અને દુલ્હન લઈને પરત આવ્યો હતો. તો ચાલો જાણીએ આખી ઘટના વિશે.
મિત્રો ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં એક ખુબ જ દિલચસ્પ કિસ્સો સામે આવ્યો છે. ત્યાં એક વ્યક્તિ લોકડાઉન દરમિયાન શાકભાજી અને રાશન લેવા માટે ઘરેથી નીકળ્યો હતો, પરંતુ જ્યારે તે ઘરે પરત આવ્યો ત્યારે દુલ્હનને સાથે લઈને આવ્યો. આ મામલો સાહિબાબાદનો છે. લોકડાઉનમાં અચાનક દુલ્હન ઘરે આવી તો યુવકની માતાના હોશ ઉડી ગયા હતા. ખરેખર તો યુવક તેની ગર્લફ્રેન્ડને પત્ની બનાવીને ઘરે લઈને આવ્યો હતો. પરંતુ યુવકની માતા નારાજ થઇ ગઈ હતી અને દુલ્હનને તેના ઘરમાં આવતા અટકાવી હતી. ત્યાર બાદ આખો મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.
દુલ્હનના લિબાસમાં છોકરી અને તેની સાથે યુવક બંને પોલીસ સ્ટેશનમાં હતા. ત્યાં યુવકની માતા અને ભાઈએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે લોકડાઉનનું ઉલ્લંઘન કરનાર દીકરાને ઘરમાં ઘુસવા નહિ દવ. દીકરો રાશન લેવા માટે ગયો હતો અને છોકરી સાથે લગ્ન કરીને લેતો આવ્યો. હાલ તો યુવકની માતા રાજી ન થઇ, માટે પોલીસે યુવક અને યુવતીને અલગ ભાડાના મકાનમાં રહેવા માટે કહી દીધું હતું.
તમને જણાવી દઈએ કે લોકડાઉન દરમિયાન ઘરની બહાર નીકળેલા આ યુવક અચાનક જ દુલ્હન ઘરે લઈને આવ્યો હોવાથી, લોકોને હેરાનીમાં મૂકી દીધા હતા. ચોંકાવી નાખે એવો આ મામલો ગાજિયાબાદના પોલીસ સ્ટેશન ક્ષેત્રનો છે. ત્યાં આવેલ શ્યામ પાર્ક વિસ્તારમાં રહેતો આ યુવક પોતાની નવવિવાહિત દુલ્હનને ચાનક ઘરે લઈને પહોંચ્યો હતો, ત્યાર બાદ આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો અને નવવિવાહિત જોડી સાથે સાથે યુવાની નારાજ માતા પણ પોલીસ સ્ટેશન પહોંચી હતી.
યુવકના જણાવ્યા અનુસાર બંનેએ લગ્ન કરી લીધા છે અને તેનાથી એક મહિના પહેલા પણ બંને હરિદ્વારમાં લગ્ન કરેલા છે. જો કે છોકરીની માતા અચાનક પહોંચી અને દુલ્હનને ઘરમાં રાખવાની મનાઈ કરી દીધી હતી.
યુવકની માતાનું કહેવું છે કે, લગ્ન થયા કે નથી થયા, આ વાતનો કોઈ સબુત નથી. જ્યારે યુવકની સાથે વાત કરવામાં આવી તો તેનું કહેવું છે કે, મંદિરમાં લગ્ન થયા છે. આ આખા મામલો પોલીસ સ્ટેશન માટે માથાનો દુઃખાવો થયો હતો. જો કે ફિલહાલ પોલીસે યુવક અને યુવતીને સમજાવી દીધા હતા. યુવક પોતાની નવી દુલ્હનને લઈને ભાડાના મકાનમાં રહેવા માટે ચાલ્યો ગયો હતો. પરંતુ છોકરાની માતાએ સાફ કહી દીધું હતું કે લોકડાઉન ખતમ થયા પહેલા બંનેએ ઘરે આવવાની જરૂર નથી.