ગુજરાતના આ ચાર જિલ્લાના શહેરોના શિક્ષકોને મળી રાહત, શિક્ષણ મંત્રી દ્વારા આદેશ જારી. 

હાલ દેશમાં અને રાજ્યમાં કોરોના ખુબ જ ભયંકર પરિણામો સામે લાવી રહ્યો છે, તેવામાં રાજ્યમાં પ્રાથમિક શાળામાં ફરજ નિભાવતા શિક્ષકો પર સરકાર દ્વારા એક બાદ એક કામકાજ સોંપવામાં આવી રહ્યા છે. આ પહેલા જ્યારે ગુજરતમાં તીડનું આક્રમણ થયું એ સમયે પણ શિક્ષકોને તીડ ભગાડવા માટેનું કામ આપવામાં આવ્યું હતું. તો હાલ ચાલી રહેલી મહામારીમાં લોકોના ઘર પર જઈને સર્વે કરવાની કામગીરી પણ શિક્ષકોને સોંપવામાં આવી હતી. પરંતુ ત્યાર બાદ રાજ્યના શિક્ષકો પર એક નવી જવાબદારી આપવામાં આવી હતી. 

પ્રાથમિક શાળામાં જવાબદારી નિભાવી રહેલા શિક્ષકોને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, વિદ્યાર્થીઓના ઘરે-ઘરે જઈને શિક્ષકો વાર્ષિક પત્રો પહોંચાડે. પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલ આ નિર્ણયને લઈને પ્રાથમિક શાળાના શિક્ષકો ખુબ જ નારાજ થયા અને રોષે પણ ભરાયા હતા. પરંતુ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરી અને જણાવ્યું હતું કે, કોરોના વાયરસથી ગ્રસિત ચાર મુખ્ય શહેરોમાં શિક્ષકોએ વિદ્યાર્થીના ઘર પર નહિ જવાનું. ચાર શહેરો,અ શિક્ષકો વાર્ષિક પ્રશ્નપત્ર આપવા માટે જવાની કામગીરી નથી કરવાની. 

મળતી માહિતી અનુસાર, પ્રાથમિક શાળામાં નોકરી કરતા શિક્ષકોને દરેક લોકોના ઘર પર જઈને સર્વે કરવા માટેની કામગીરી કરવા કહ્યું હતું. આ કામગીરી કરવા માટે શિક્ષકોને પુરતી સુવિધા અને સુરક્ષા સાધનો ન મળતા, કેટલાક શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ આપણા રાજ્યની પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા બધા જિલ્લાઓના શિક્ષણ અધિકારીઓ, જિલ્લા શિક્ષણ સમિતિ અને શાસન અધિકારીઓને એક પત્ર મોકલવામાં આવ્યો છે. તે પત્રમાં શિક્ષકોને આદેશ કરવામાં આવ્યો છે. તેમાં જણાવ્યું છે કે, હાલમાં મહામારીની આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્ટડી ફ્રોમ હોમના સંકલ્પ હેઠળ વિદ્યાર્થીઓ તેના ઘર પર જ અભ્યાસ કરી રહ્યા છે. હાલની સ્થિતિને જોતા વાર્ષિક પરીક્ષા લઈ શકાય તેવી સ્થિતિ નથી. માટે દરેક વિદ્યાર્થી ઘર પર શિક્ષક પ્રશ્નપત્ર આપવા માટે જશે. 

પરિપત્ર પ્રમાણે, જે શિક્ષકો પ્રાથમિક શાળામાં નોકરી કરે છે, તેમણે તેની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ધોરણ પ્રમાણે બધા જ વિષયોના પ્રશ્નપત્ર તૈયાર કરવા અને ત્યાર બાદ તૈયાર કરેલ પેપર સેટને વિદ્યાર્થીના ઘર સુધી પહોંચાડવાની જવાબદારી આપવામાં આવી છે. પ્રશ્નપત્ર આપ્યા બાદ વિધાર્થીઓએ પ્રશ્નપત્રના સેટમાંથી  જવાબો તેની નોટબુકમાં લખવાના રહેશે. અને જ્યારે નવું શિક્ષણ સત્ર શરૂ થશે ત્યારે એ નોટબુક સ્કુલમાં વિદ્યાર્થીએ જમા કરવાની રહેશે. 

આ પ્રકારની કામગીરી આપવાને લઈને કેટલાક શિક્ષકોમાં રોષ જોવા મળ્યો હતો, તેને લઈને આપણા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરી હતી અને જણાવ્યું કે, સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવા ચાર મોટા શહેરોમાં શિક્ષકોએ વિદ્યાર્થીને ઘર પર પ્રશ્નપત્ર ન જવા માટે જણાવ્યું હતું. 

Leave a Comment