પોતાની મહેનતના દમ પર મેળવે છે દુનિયાનું બધું જ સુખ…. આ રાશિના લોકો હોય છે સૌથી મહેનતુ…
મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં રાશિ અનુસાર વ્યક્તિમાં અમુક ખાસ ગુણો, સ્વભાવ અને લક્ષણો હોય છે. તો તેવી જ રીતે અમુક રાશિના જાતકો ખુબ જ મહેનતુ હોય છે. તો ચાલો જાણીએ રાશિ અનુસાર કે કોણ સૌથી મહેનતુ હોય છે જે પોતાની મહેનતના દમ પર દુનિયાનું બધું જ સુખ પ્રાપ્ત કરે છે.
સૌથી પહેલા છે મકર રાશિના જાતકો. મકર રાશિના જાતકો ખુબ જ મહેનતુ હોય છે. સામાન્ય લોકો જે સ્થિતિમાં હિંમત હારી જતા હોય છે તે સ્થિતિમાં પણ મકર રાશિના જાતકો પોતાની મહેનતથી સામનો કરતા હોય છે. દ્રઢતા અને લગન તેમની ખાસિયત હોય છે. તેમના આ ગુણોના કારણે જ મકર રાશિના જાતકોનું નામ મહેનતુ રાશિની સૂચિમાં પહેલું આવે છે.
બીજી રાશિ છે કુંભ. મિત્રો આ રાશિના જાતકોએ પોતાના મનમાં ઘણા સપનાઓ સજાવીને રાખ્યા હોય છે. દુનિયામાં નામ કમાવવાની અને કંઈક મોટું કરવાની ઈચ્છા કુંભ રાશિના જાતકોને પરિશ્રમી બનાવે છે અને તે પોતાના સપનાઓ પૂર્ણ કરવા માટે મહેનત કરવામાં અચકાતા નથી.
ત્રીજી રાશિ છે મીન. વધારે પડતા દિવાસ્વપ્નમાં રહેનાર મીન રાશિના જાતકો જ્યારે કોઈ લક્ષ્ય નિર્ધારિત કરી લે છે ત્યારે તે લક્ષ્યને પૂરું કરવાની તેમના પર ધૂન સવાર થઇ જાય છે. મીન રાશિના જાતકો ખુબ જ બુદ્ધિમાન હોય છે અને લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પરિશ્રમી હોય છે.
ત્યાર બાદ છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો ખુબ જ મહત્વકાંક્ષી હોય છે અને ધનવાન બનવું તે તેનું સપનું હોય છે અને તેઓ તે પ્રમાણે મહેનત કરવાની હિંમત પણ રાખે છે. આ રાશિના જાતકો કોઈની નીચે કામ કરવાનું પસંદ નથી કરતા. આ લોકો પોતાનું લક્ષ્ય જાતે જ બનાવે છે અને એકલા જ તેના પર કામ કરવા લાગે છે અને પોતાની મહેનતથી સફળ પણ રહે છે.
ત્યાર બાદ છે વૃષભ રાશિ. આ રાશિના જાતકો પૃથ્વી તત્વ સાથે જોડાયેલા હોય છે. આ રાશિના જાતકો હઠીલા હોય છે અને તેમનો આ જ ગુણ તેમનું લક્ષ્ય પ્રાપ્તિમાં પણ કામ આવે છે. હા એ વાત સાચી કે ક્યારેક ક્યારેક તેઓ આળસુ બની જતા હોય છે જેથી લોકો એવું માને છે કે તે મહેનતી નથી. પરંતુ એવું નથી તે લોકો પણ મહેનતી, કાર્યકુશળ અને પ્રવીણ હોય છે પરંતુ તે સમયની રાહ જોતા હોય છે. યોગ્ય સમય આવે એટલે એ પોતાનું મગજ ઉપયોગ કરી લેતા હોય છે.
હવે વાત કરીએ મિથુન રાશિની તો આ રાશિના જાતકો સામાન્ય રીતે તો મહેનતી હોય છે. પરંતુ તેઓ થોડા ચંચળ હોય છે જેથી તેઓ લક્ષ્ય નિર્ધારિત કરવામાં સમય લગાડે છે. પરંતુ એક વાર તેઓ લક્ષ્ય નક્કી કરી લે છે ત્યાર બાદ મહેનત કરવામાં પાછું વળીને નથી જોતા.
ત્યાર બાદ છે કર્ક રાશિ. આ રાશિના જાતકો ભાવનાત્મક હોય છે અને તેમનો મૂડ બદલાતો રહેતો હોય છે. તેમ છતાં પણ આ રાશિના જાતકો કોઈ કામને હાથમાં લે છે ત્યારે તેને પૂરું કરીને જ જંપે છે.
સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકો પોતાની ઉચ્ચ મહત્વકાંક્ષા, તાકત અને પ્રતિષ્ઠા પામવાની ઇચ્છાથી ઓળખાતા હોય છે. તેઓ પોતાના સપનાઓ પુરા કરવામાં કોઈ કસર નથી છોડતા.
ત્યાર બાદ છે કન્યા રાશિ. કોઈ પણ કાર્યને 100 % લગનથી પૂર્ણ કરવાની તેમની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ તેઓ તેના માટે વધારે મહેનત કરવા નથી માંગતા તેથી આ લીસ્ટમાં તેમનું સ્થાન નવમું છે.
તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના જાતકો મોજીલા સ્વભાવના અને આરામદાયી સ્વભાવના હોય છે. પરંતુ ત્રાજવાની જેમ બેલેન્સ જાળવી રાખવાનું હુનર પણ તેમાં જ જોવા મળે છે. તેથી તેઓ જો કોઈ મંજિલ પર જવાની ઈચ્છા ધરાવે છે તો તે મંજિલને પ્રાપ્ત કરીને જ જંપે છે.
વૃષિક જળ તત્વની રાશિ છે પરંતુ તે અન્ય જળ તત્વ રાશિ એટલે કે મીન રાશિ અને કર્ક રાશિના જાતકો કરતા ઓછા પરિશ્રમી હોય છે. તેમનું દિલ અને દિમાગ વિરોધીઓ પાસેથી બદલો લેવામાં અને તેમને અચૂક જવાબ આપવામાં લાગેલું હોય છે.
મહેનતી રાશિઓમાં ધન રાશિ સૌથી છેલ્લે આવે છે. આ રાશિના જાતકો ખુબ મહેનત કરવા માંગતા હોય છે. પરંતુ જોખમ ઉઠાવવાના પણ શોખીન હોય છે તેથી તેઓ ક્યારેક પોતાના સામર્થ્યની બહાર કાર્ય હાથમાં લઇ લેતા હોય છે અને તે કાર્યોને પુરા કરવા તે તેમની ક્ષમતા બહાર હોય છે. અનાવશ્યક જોખમ લેવાથી તેમજ પોતાના સામર્થ્યને વાસ્તવિકતાથી વધારે આંકવાને કારણે પેદા થયેલ પરિસ્થિતિઓ તેમને મહેનત કરવાથી દુર કરે છે.
તો મિત્રો આ છે ક્રમ અનુસાર કંઈ રાશિ કેટલી મહેનતી હોય છે. જો તમારી રાશિ હોય તો કોમેન્ટ કરીને જણાવો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google