બુધનું થઇ રહ્યું છે મહર્ષિ પરિવર્તન….બધી રાશિઓમાં થશે સુખ સુવિધાનો વધારો…. જાણો તમારી રાશિમાં કયું સુખ આવશે.

બુધનું થઇ રહ્યું છે મહર્ષિ પરિવર્તન….બધી રાશિઓમાં થશે સુખ સુવિધાનો વધારો…. જાણો તમારી રાશિમાં કયું સુખ આવશે.

મિત્રો ગ્રહોના રાશિ પરિવર્તનના કારણે ઘણી વાર આપણા જીવનમાં શુભ અને અશુભ સમય આવતો હોય છે. તેના આધારે અમે તમને આજે ખુબ જ દુર્લભ માહિતી જણાવવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ  કે બુધનું મહારાશી પરિવર્તન થઇ રહ્યું છે. જેનો શુભ અને અશુભ પ્રભાવ દરેક રાશિના જાતકોના જીવનમાં જોવા મળશે.

બુધ વૃષભ રાશિમાંથી નીકળીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે અમુક રાશિઓ પર તેની કૃપા રહેશે, તો અમુક રાશિના જીવનમાં તેનો અશુભ પ્રભાવ જોવા મળશે. તો આજે અમે તમને આ લેખમાં જણાવશું કે બુધના રાશિ પરિવર્તન તમારી રાશિ પર શું પ્રભાવ થાય છે અને તે અશુભ રહેશે કે શુભ. અશુભ પ્રભાવને દુર કરવા રાશિ અનુસાર એક ઉપાય પણ જણાવશું. જેના દ્વારા તમે બુધના અશુભ પ્રભાવથી બચી શકો છો અને શુભ ફળને સુનિશ્ચિત કરી શકો છો.

સૌથી પહેલા મેષ રાશિની વાત કરીએ. તો મેષ રાશિમાં બુધનું ગોચર ત્રીજા સ્થાન પર થશે, જેના કારણે પરિવાર અને સગા સંબંધીઓનો પુરેપુરો સહયોગ મળશે, બુધના શુભ પ્રભાવથી આ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં ઉન્નતિ પ્રાપ્ત થશે, આર્થિક સ્થિતિ મજબુત બનશે. પરંતુ વધુ શુભ ફળ પ્રાપ્ત કરવા માટે રોજ રાત્રે લીલા મગ પલાળી સવારે પશુ અને પક્ષીને ખવડાવવા.

વૃષભ રાશિમાં બુધ બીજા સ્થાન પર ગોચર કરશે. વૃષભ રાશિ પર બુધનો શુભ પ્રભાવ રહેશે, જેના કારણે તેનો વેપાર અને વ્યવસાય સારો ચાલશે અને નફામાં પણ વૃદ્ધિ થશે, આવકમાં વધારો થશે અને બૌધિક ક્ષમતામાં પણ વૃદ્ધિ થશે. આ સમય દરમિયાન આ રાશિના જાતકો પોતાનામાં જ મસ્ત રહેવાના પ્રયાસ કરશે. આ ઉપરાંત વાણીને યોગ્ય રીતે વાપરવાથી દરેક કાર્યોમાં સફળતા મળશે. આ રાશિના જાતકો ચાંદીની વસ્તુ ધારણ કરીને બુધનો શુભ પ્રભાવ મેળવી શકે છે.

મિથુન રાશિમાં બુધ પહેલા સ્થાન પર ગોચર કરશે. તેથી આ રાશિના જાતકો પર પણ બુધ મહેરબાન રહેશે. આ રાશિના જાતકો પોતાની મહેનતના બળે કોઈ પણ વસ્તુ અને સુખ સુવિધાઓ પ્રાપ્ત કરશે. આ રાશિના જાતકોના માન સમ્માનમાં વૃદ્ધિ થશે, સંબંધો મજબુત બનશે. આ ઉપરાંત ધન સંબંધી સમસ્યાઓનો અંત આવશે, આ રાશિના જાતકોએ બુધનો શુભ પ્રભાવ મેળવવા માટે લીલા રંગના કપડા વધુ પહેરવા, તેમજ લીલા રંગની વસ્તુઓનું દાન કરવું જોઈએ.

કર્ક રાશિમાં બુધ બારમાં સ્થાનમાં ગોચર કરશે. આ રાશિના જીવનમાં બુધનો અશુભ પ્રભાવ જોવા મળી શકે છે. આ રાશિના જાતકો પોતાનું કામ કઢાવવા માટે ખોટું બોલતા અટકાશે નહિ, પરંતુ તેના કારણે તેને ઘણું નુકશાન થશે. આ રાશિના જીવનમાં આળસ આવી શકે છ, .આ ઉપરાંત આ રાશિના જાતકોએ સંદેહ કરવાથી બચવું જોઈએ, તેથી જો બધા પર વિશ્વાસ કરશો તો સારું પરિણામ મળશે તેમજ કાર્ય સ્થળ પર બધા સાથે સારું વર્તન કરવાથી લાભ થશે. આ ઉપરાંત વેપાર અને વ્યવસાયમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. બુધના અશુભ પ્રભાવથી બચવા માટે તમારે ગણેશજીનું રિદ્ધિ સિદ્ધિ સાથે પૂજન કરવું જોઈએ.

સિંહ રાશિમાં બુધ અગિયારમાં સ્થાન પર ગોચર કરશે. તેથી તેના પર બુધનો પ્રભાવ શુભ અને અશુભ બંને રહેશે. એક બાજુ આવકમાં વધારો થાય તેના માટે તમે પ્રયત્ન કરશો, પરંતુ તમારે વ્યર્થ વસ્તુ પર ખર્ચા કરતા પહેલા ધ્યાન રાખવું તેમજ કારણ વગર સમય બરબાદ કરવાથી બચવું જોઈએ. બુધનો શુભ પ્રભાવ મેળવવા માટે દુર્ગા માતાને લીલા રંગની ચુંદડી ચડાવવી.

કન્યા રાશિમાં બુધનું દશમાં સ્થાન પર ગોચર થશે. આ રાશિના જાતકોને બુધનો શુભ પ્રભાવ પ્રાપ્ત થશે. જેના કારણે તમારું મન અને ચિત પ્રસન્ન અને સંતુષ્ટ રહેશે, કામ અને કાર્યસ્થળ સાથે લગાવ રહેશે, તમારી પ્રતિભામાં વધારો થશે જેથી તમે બધાના ચહિતા બનશો, બીજા પાસેથી મદદ મળતી રહેશે, દરેક સુખ સુવિધાઓ પ્રાપ્ત થશે. શુભ ફળોને સુનિશ્ચિત કરવા માટે દેવ મંદિરમાં માટીના ઘડાનું દાન કરવું.

તુલા રાશિમાં બુધ નાવમાં સ્થાન પર ગોચર કરશે. તેથી તેના જાતકો પર શુભ અને અશુભ બંને પ્રભાવ રહેશે. તમને ભાગ્યનો એટલો સાથ નહિ મળે, તેથી તમારે જાતે જ મહેનત કરવી પડશે. તમે કરેલા વાદાને તમારે ખાસ પુરા કરવા જોઈએ તેનાથી લાભ થશે. આ રાશિના જાતકોએ અશુભ પ્રભાવથી બાચવા અને શુભ પ્રભાવ પ્રાપ્ત કરવા માટે લીલા રંગની વસ્તુનો વધારે પ્રયોગ કરવો તેમજ લીલા રંગની વસ્તુઓનું દાન કરવું.

વૃષિક રાશિમાં બુધ આઠમાં સ્થાન પર ગોચર કરશે. બુધના શુભ પ્રભાવથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, બૌધિક ક્ષમતા મજબુત બનશે. તેથી શારીરિક અને માનસિક સ્થિતિ ખુબ જ સારી રહેશે અને કાર્યોપમાં સફળતા મળશે. તમારે બુધનો શુભ પ્રભાવ પ્રાપ્ત કરવા માટે રોજે વહેલી સવારે બુધ ગ્રહના બીજ મંત્રનો જાપ કરવો જોઈએ. તે મંત્ર છે “ઓમ બ્રામ બ્રીમ સહ બુધાય નમ:”

ધન રાશિમાં બુધ સાતમાં સ્થાન પર ગોચર કરશે. તેથી આ રાશિના જાતકોને જીવનસાથીનો સહયોગ મળશે અને કોઈ પણ યાત્રા ફાયદાકારક રહેશે. કલમની તાકાત દુશ્મનોને પરાસ્ત કરવામાં કામ આવશે. વિજય તમારા પક્ષમાં રહેશે તેથી પ્રયાસો કરતા રહેવું. બુધનો શુભ પ્રભાવ મેળવવા મંદિરમાં પલાળેલા મગનું દાન કરવું.

મકર રાશિમાં બુધ છઠ્ઠા સ્થાનમાં ગોચર કરશે. જેના કારણે તમારી રાશિમાં બુધના સારા ફાળો નહિ મળે, વૃદ્ધોએ ખાસ ધ્યાન રાખવું તેમજ તમારે લાલચથી બચવું જોઈએ, આ ઉપરાંત આંખોનું ખાસ ધ્યાન રાખવું, બુધના અશુભ પ્રભાવથી બચવા અને શુભ ફળ પ્રાપ્ત કરવા માટે મહિલાએ ડાબા હાથમાં ચાંદીનું કડું પહેરવું. આ ઉપરાંત તમારે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે જતા હોય ત્યારે કન્યાઓના આશીર્વાદ લેવા તેમજ તેમણે ફૂલ વગેરે જેવી ગીફ્ટ આપવી.

કુંભ રાશિમાં બુધ પાંચમાં સ્થાન પર ગોચર કરશે. જેનાથી શુભ ફળ પ્રાપ્ત થશે, તમેં આવનારા સમયમાં ખુશ અને સંતુષ્ટ રહેશો. લોકો તમારી વાતો માનશે અને પરિવારમાં સમૃદ્ધિ આવશે. ધનલાભનો પ્રબળ યોગ બની રહ્યો છે. સમાજમાં માન સમ્માન અને યશની પ્રોટી થશે. બુધનો શુભ પ્રભાવ સુનિશ્ચિત કરવા માટે ગાયને લીલો ચારો ખવડાવવો.

મીન રાશિમાં બુધ ચોથા સ્થાન પર ગોચર કરશે. જેથી શુભ ફળ પ્રાપ્ત થશે, તમારા જીવનમાં માતા પિતાના આશીર્વાદ અને સુખ  મળી રહેશે, ધન અને આયુષ્યમાં વધારો થશે, બુધના શુભ પ્રભાવથી પ્રગતિ નિશ્ચિત છે, આવનારા સમયમાં ધૈર્યવાન રહેશો તો કાર્યક્ષેત્રમાં અવશ્ય લાભ થશે. બુધનો શુભ પ્રભાવ પ્રાપ્ત કરવા વહેલી સવારે બુધના બીજ મંત્ર “ઓમ બ્રામ બ્રીમ સહ બુધાય નમ:” મંત્રનો જાપ કરવો અથવા “ઓમ બુધ્ધાય નમ:” નો પણ જાપ કરી શકો છો.

તો મિત્રો બુધના મહર્ષિ પરિવર્તનના લીધે દરેક રાશિના જાતકો પર સ્થિતિ અનુસાર શુભ અશુભ પ્રભાવ રહેશે. બુધ ગ્રહને મજબુત બનાવી તેની કૃપા પ્રાપ્ત કરવા કોમેન્ટમાં “ઓમ બુધ્ધાય નમ:” જરૂર લખજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

2 thoughts on “બુધનું થઇ રહ્યું છે મહર્ષિ પરિવર્તન….બધી રાશિઓમાં થશે સુખ સુવિધાનો વધારો…. જાણો તમારી રાશિમાં કયું સુખ આવશે.”

Leave a Comment