વિજ્ઞાને પકડી લીધા ભૂત પાછળના સાચા રહસ્ય….ભૂતો અને આત્માઓથી ડરતા લોકો ખાસ વાંચે…
મિત્રો તમે ટીવી અને યુટ્યુબ પર ભૂત અને આત્માઓ વિશે અવશ્ય સાંભળ્યું અને જોયું હશે. પરંતુ આજે અમે જે છોકરીની સત્ય ઘટના જણાવવા જઈ રહ્યા છીએ તેવી ભૂતની સ્ટોરી તમે ક્યારેય નહિ સાંભળી હોય. મિત્રો તમને જણાવી દઈએ કે આજનો આ લેખ શરૂઆતમાં થોડો ડરાવનો લાગશે, પરંતુ આપણે સાંભળતા આવ્યા છીએ કે “ડર કે આગે જીત હે.” તો ખરેખર મિત્રો જે લોકોને ભૂતો અને આત્માઓનો ડર સતાવે છે તેના માટે આ લેખ ખુબ જ ખાસ છે. તેમનો ડર હંમેશા માટે દુર કરવામાં આ લેખ મદદરૂપ થશે. માટે દરેક વ્યક્તિએ આ લેખ વાંચવો જોઈએ તેમજ અન્યને પણ શેર કરવો. જેથી કોઈ પોતાની આ સમસ્યાથી છુટકારો મેળવી શકે અને સત્યને જાણી શકે.
આજે અમે જેની વાત ક જઈ રહ્યા છીએ તેનું નામ છે કેરી પોપી. કેરી પોપી આજથી 8 વર્ષ પહેલા જ્યારે 25 વર્ષની હતી ત્યારે તે લોસ એન્જલસના એક નાના ઘરમાં એકલી રહેતી હતી. એક દિવસ તેને અચાનક ડરાવનારી ફીલિંગ આવી, અને તેને એવું ફિલ થયું કે તેના સિવાય પણ ઘરમાં કોઈ છે. ત્યારે તેને એવું લાગ્યું તે માત્ર તેની કલ્પના હશે, બાકી કંઈ પણ નહિ હોય. પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ તેની ડર વાળી ફીલિંગ વધારે મજબુત થતી ગઈ. હવે થોડા દિવસ બાદ તો તેને રાત્રે અવાજો પણ સંભળાવા લાગ્યા, જાણે કોઈ તેના કાનમાં કંઈક કહી રહ્યું છે તેવું લાગતું.
દિવસે દિવસે કેરીની હાલત ખરાબ થતી ગઈ. જેના કારણે તેને લાગ્યું કે કદાચ આ ઘર જ ભૂતિયા હશે. તેથી તેણે ઘરમાં પૂજા અને યજ્ઞ જેવી વિધિઓ પણ કરાવી. પરંતુ તેનાથી પણ કોઈ ફાયદો થયો નહિ. તેની હાલત એટલી ખરાબ થઇ ગઈ હતી કે તે આખી આખી રાતો રડીને પસાર કરતી હતી. તે મનોચિકિત્સક પાસે પણ ગઈ પરંતુ તેનાથી પણ કંઈ ફરક પડ્યો નહિ.
હવે આ બાબતે સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે તેની અંદર કોઈ આત્મા રહે છે. જેનાથી પહેલા વ્યક્તિ તડપે છે અને તેને કોઈ પણ વ્યક્તિ તેની મદદ નથી કરી શકતા અને છેલ્લે તે પોતાની આત્માની સમસ્યા સાથે જ મૃત્યુ પામે છે અને લોકો તેનું મૃત્યુ કોઈ આત્માએ કરાવ્યું તેવું પણ સમજી બેઠે છે. પરંતુ કેરી પોપીના કેસમાં જે બન્યું તે આ વાતથી બીલકુલ હટકે છે.
આ સમસ્યાથી પરેશાન થઈને કેરીએ ઈન્ટરનેટ પર એક પેરા નોર્મલ ઇન્વેસ્ટીગેટરનો સંપર્ક કર્યો. પેરા નોર્મલ ઇન્વેસ્ટીગેટર એ લોકો ઘોસ્ટ હન્ટર જેવું કાર્ય કરે છે. જે લોકો આપણા ભૂતિયા સમસ્યાઓનું વૈજ્ઞાનિક નિવારણ લાવે છે. તેમાં આપણે આપણી સાથે થતા બધા જ ડરાવના અનુભવો આપણે વિગતવાર કહેવાના હોય છે. તેના આધાર પર તેઓ તેનું વૈજ્ઞાનિક નિવારણ આપે છે.
તો તે ઘોસ્ટ હન્ટરનો સંપર્ક કેરીએ કર્યો અને પોતાની સમસ્યા જણાવી. ત્યારે તેણે કેરીને જણાવ્યું કે તમને તમને કાર્બન મોનોક્સાઈડ પોઈઝનીંગ વિશે ખ્યાલ છે ? અને કહ્યું કે, આ એક એવી સમસ્યા છે, “જેમાં જો ઘરમાં ગેસ લીક હોય તો તેના લક્ષણ રૂપે એવી ફીલિંગ આવે છે કે જાણે ઘરમાં કોઈ છે. કોઈ આહટ વગેરેનો અહેસાસ થવો વગેરે જેવું થાય માટે તમે તમારા ઘરનો ગેસ તપાસી જુઓ.
બીજે દિવસે કેરીએ ગેસ કંપનીને ફોન કરીને તેને બોલાવ્યા અને જ્યારે તેણે તપાસ કરી ત્યારે ગેસ ઠીક કરનાર વ્યક્તિએ જણાવ્યું કે સારું થયું તમે અત્યારે બોલાવ્યા કારણ કે ગેસ થોડો લીક છે જો તમે થોડા દિવસ સુધી ન બોલાવ્યા હોત તો તમે મૃત્યુ પામ્યા હોત. ત્યાર બાદ કેરીની સમસ્યા ઠીક થઇ ગઈ હવે તે એક સામાન્ય વ્યક્તિ બની ગઈ છે. એટલું જ નહિ પરંતુ તે એક પેરા નોર્મલ ઇન્વેસ્ટીગેટર બની ગઈ છે અને અત્યાર સુધી તેણે 20 જેટલા ભૂતિયા કેસ સોલ્વ કર્યા છે. તેને અત્યાર સુધી કોઈ પણ એવો પુરાવો નથી મળ્યો જેનાથી ઘરમાં ભૂત છે કે વ્યક્તિના શરીરમાં આત્મા રહે છે તે સાબિત થાય.
એટલું જ નહિ કોઈ પણ ઘોસ્ટ હન્ટરને આ વાત પરના પ્રમાણભૂત પુરાવા નથી મળ્યા. જેનાથી એ વાત સાબિત થાય. મિત્રો તમને જણાવી દઈએ કે આપણા ઘરમાં ઘણા એવા ઇલેક્ટ્રિક મેગ્નેટિક તરંગો છોડે તેવા ઉપકરણો તેમજ વસ્તુઓ હોય છે. જેના કારણે આપણને કોઈ છે તેવો અહેસાસ થઇ શકે છે. એટલું જ નહિ મિત્રો ઘણી વખત વાતાવરણ પણ એવું બની શકે છે. જેના કારણે હવામાં એવા મેગ્નેટિક તરંગો હોય છે જે કોઈ હોવાનો અહેસાસ કરાવી શકે છે. માટે ભૂતો અને આત્માના અસ્તિત્વ પર આજ સુધી કોઈ પ્રમાણભૂત પુરાવા નથી મળ્યા.
તો આ વાત પર તમારું શું માનવું છે શું ભૂત અને આત્માઓ હકીકતમાં હોય છે કે એવું કંઈ હોતું જ નથી ? કોમેન્ટ કરીને તમારો જવાબ જણાવો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google