🚩 નિધિવન. 🚩
🚩 આજે પણ રાધા સાથે રાસ રચાવે છે કૃષ્ણ…..
ભારતમાં ઘણી ઘણી એવી જગ્યાઓ છે , જ્યાં તે પોતાના દામનમાં રહસ્યો સમાવેલા છે તેમાંથી એક જગ્યા છે વૃંદાવનમાં આવેલ નિધિવન જેના વિષે એવું માનવામાં આવે છે કે, ત્યાં રોજ રાત્રે કૃષ્ણ ગોપીઓ સાથે રસ રચાવે છે. એ જ કારણ છે કે સ્વરે રોજ બોલવામાં આવતા નીધીવનને સંધ્યા સમયની આરતી પછી બંધ કરી દેવામાં આવે છે. ત્યાર બાદ ત્યાં કોઈ નથી રહેતું.
🚩મિત્રો આટલું નહિ પરંતુ એવું માનવામાં આવે છે કે જે લોકો તે રાસલીલા જોવે છે તે પાગલ થઈ જાય છે.
આમ તો સાંજ થતા જ નિધિવન બંધ થઇ જાય છે. ત્યારે બધા લોકો ચાલ્યા જાય છે. કોઈ પણ ત્યાં અંદર રહેતા નથી. પરંતુ આમ છતાં કોઈ વ્યક્તિ સંતાયને રાસલીલા જોવાની કોશિશ કરે છે તો તે પાગલ થી જાય છે. આવી એક ઘટના ૧૦ વર્ષ પહેલા બની હતી. તેવું માનવામાં આવે છે.જેમાં જયપુર થી આવેલ કૃષ્ણ ભક્ત રાસલીલા જોવા હેતુ ત્યાં છુપાઈને બેઠો હતો. જયારે સવારે નિધિવનના ગેટ ખુલ્ય ત્યારે તે બેહોશ અવસ્થામાં મળી આવ્યો. અને તેનું માનસિક સંતુલન પણ બગડી ગયું. હોવાનો દાવો છે. આવી ઘણી ઘટના ઓ ત્યાં લોકો બતાવે છે. એવા એક જ નહિ પણ ઘણા લોકોને તેનો અનુભવ થયો છે. અન્ય એક વ્યક્તિ પણ હતો તેને પણ આ ઘટનાનો અનુભવ થયો અને પાગલ અવસ્થામાં આવી ગયો અને જેની સમાધિ નીધીવનમાં બનાવવામાં આવેલી છે.
🚩 રંગ મહેલ
નિધિવનની અંદર જ રંગ મહેલ છે જેના વિષે એવી માન્યતા છે કે રોજ રાત્રે રાધા અને કૃષ્ણ આવે છે. રંગ મહેલમાં રાધા અને કૃષ્ણ માટે રાખેલ ચંદનના પલંગને સાંજે સાત વાગ્યા પહેલા જ સજાવી દેવામાં આવે છે. પલંગની બાજુમાં પાણી, રાધાજીના શ્રુંગારનો સામાન અને પણ રાખી દેવામાં આવે છે. એક માન્યતા પ્રમાણે એવું માનવામાં આવે છે કે, સવારે પાણી ખાલી થાય ગયું હોય છે, પાન પણ ખવાય ગયેલું હોય છે, રંગમહેલમાં ભક્તો માત્ર શૃંગાર ચડાવે છે અને પ્રસાદ સ્વરૂપે તેમને પણ શ્રુંગારનો સામાન જ મળે છે.
🚩 અજબ ગજબ ના વૃક્ષો
નીધીવનમાં વૃક્ષો પણ અલગ અલગ દરેક વૃક્ષોની ડાળીઓ ઉપરની તરફ વધે છે. પરિસ્થિતિ તો એવી છે કે રસ્તો બનાવવા માટે આ વૃક્ષોને લાકડીના સહારે રોકી દેવામાં આવે છે.
🚩 ચમત્કારી તુલસી વૃક્ષ
નિધિવનની એક અન્ય ખાસ વાત એ છે કે તેના ચમત્કારી તુલસી વૃક્ષો. નિધિવનમાં તુલસીના દરેક વૃક્ષોની બે ની જોડીમાં છે. તેની પાછલ ખાસ માન્યતા છે કે જયારે રાધા સાથે કૃષ્ણ વનમાં રાસ રચાવે છે ત્યારે તે તુલસી વૃક્ષો ગોપીઓ બની જાય છે. જેવી સવાર પડે ત્યારે ફરીથી તે તુલસીના વૃક્ષમાં બદલી જાય છે. આ સાથે એક અન્ય માન્યતા પણ જોડાયેલી છે. કે તે વનમાં રહેલ તુલસીના વૃક્ષમાંથી કોઈ પણ વ્યક્તિ તેની એક ડાળખી પણ નથી લઇ જઈ શકતા અને જે લોકો લઇ જાય છે તે કોઈ ને કોઈ મુશ્કેલીનો શિકાર થાય છે. તેથી કોઈ તેને સ્પર્શ પણ નથી કરતુ.
🚩 વનની આસપાસ રહેલા મકાનો :
વનનની આસપાસ રહેલા મકાનોમાં બારીઓ જ નથી. ત્યાં ના લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે, સાંજે સાત વાગ્યા પછી તે વન તરફ કોઈ પણ નથી કરતા. જે લોકો ત્યાં જોવાની હિમત કરી લે તો તે આંધળા થઇ જાય છે. તો તેની પર કોઈ મુશ્કેલી આવે છે. જેના મકાનોમાં બારીઓ છે તે લોકો તે લોકો સાંજે સાત વાગ્યા ની મંદિરની આરતી નો ઘંટ વાગતા જ બંધ કરતી દે છે.
🚩 વિશાખા કુંડ પાછળનો ઈતિહાસ:
નીધીવનમાં આવેલ વિશાખા કુંડ વિશે કહેવામાં આવે છે કે, ભગવાન શ્રી કૃષ્ણ પોતાની સખીઓ સાથે રાસ રમી રહ્યા હતા. ત્યારે એક સખી વિશાખાને ખુબ તરસ લાગી ત્યારે ત્યારે કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે કૃષ્ણએ આ કુંડની વ્યવસ્થા કરી આપી. જેમાંથી નીકળેલ પાણી પી ને વિશાખાએ તરસ છીપાવી. તેથી તે કુંડનું નામ વિશાખા કુંડ પાડવામાં આવ્યું છે.
🚩 બાંકેબિહારીનું પ્રગટ્ય સ્થાન
વિશાખા કુંડ સાથે ત્યાં એક બાંકેબિહારીજીનું પ્રગટ્ય સ્થાન ગણાય છે. સંગીત સમ્રાટ સ્વામી હરિદાસ પોતાના સ્વરચિત પદોનું વીણાના માધ્યમ દ્વારા મધુર ગાયન કરતા હતા. જેમાં સ્વામી હરિદાસજી એટલા લીન થઇ જતા. જે તેમને તન મનની કોઈ ભાન ન રહેતી. બાંકેબિહારી તેમની ભક્તિ સંગીત થી પ્રસન્ન થઈ અને એક દિવસ સ્વપ્નમાં આવી કહ્યું કે, ” હું વિશાખા કુંડની બાજુની જમીનમાં છુપાયેલો છું.
સપનાના આધારે હરીદાસજીએ પોતાના શિષ્યોની સહાયતા લઈને બીહારીજીને ત્યાંથી કાઢવામાં આવ્યા અને તેની સેવા પૂજા કરવા લાગ્યા. આજે પણ તે પ્રગટ્ય સ્થાન તે જ જગ્યા પર છે. ત્યાં દરેક વર્ષે સમારોહ પણ ધામધૂમ થી મનાવવામાં આવે છે. પ્રગટ્ય મૂર્તિ ત્યાં જ સ્થાપિત છે. અને આજે પણ તેની પૂજા અર્ચના કરવામાં આવે છે. તે બાંકેબિહારીના મંદિર ના નામે પ્રસિદ્ધ છે.
🚩પ્રસિદ્ધ સંગીતજ્ઞ બૈજુબાવરા અને તાનસેન સ્વામી હરિદાસજીના શિષ્ય હતા.🚩