અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.
અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
👸 કૌરવોને જન્મ આપનાર માત્ર ગાંધારી નહોતા… 👸
💁 મિત્રો તમે અત્યાર સુધી વાર્તા, સીરીયલ અથવા તો ફિલ્મમાં લગભગ જોયું હશે કે તેવું દેખાડવામાં આવે છે કે સૌ કૌરવોની માતા ગાંધારી છે. તેની ઉત્પત્તિ ગાંધારીમાંથી થયેલી છે. તે કથા પ્રમાણે એવી વાત પ્રચલિત છે કે ગાંધારી દ્વારા એક માંસનો ટૂકડો ઉત્પન્ન થયો હતો. ત્યાર બાદ તેના સૌ ટૂકડા કરીને તેને ઘડામાં રાખવામાં આવ્યા અને ઘડામાં ગર્ભ જેવું વાતાવરણ કરવામાં આવ્યું પરંતુ
💁 મિત્રો હકીકતમાં મહાભારતમાં આવી કોઈ કથાનો ઉલ્લેખ જ નથી આપ્યો. તેવું કંઈ હતું જ નહિ. મહાભારતના શ્ર્લોક તો કંઇક બીજુ જ કહે છે. અને અમે તમારી સમક્ષ તે શ્લોક પણ પ્રસ્તુત કરીએ છીએ. આપણે અત્યાર સુધી જે માનતા આવ્યા છીએ કે તે સૌએ સો પૂત્ર ગાંધારીના હતા તે બિલકુલ ખોટું છે. હકીકત તો અલગ જ છે. તો જાણો આજે આ આર્ટીકલ દ્વારા કે જો આ સૌ પુત્ર માત્ર ગાંધારીના જ ન હતા. તો પછી કોના હતા અને શા માટે જરૂર પડી સૌ પુત્રની? મિત્રો ખૂબ જ રોચક તથ્ય છે તેની પાછળ તો જાણો કૌરવોના જન્મ પાછળની સત્ય વાસ્તવિકતા.
💁 મિત્રો આજે અમે તમને મહાભારતનો એક એવો શ્ર્લોક બતાવવા જઇ રહ્યા છીએ કે જેના દ્વારા સાબિત થશે કે સૌ પૂત્ર એકલા ગાંધારીના ન હતા. તો પછી કોના તે પણ શ્ર્લોકના આધારે કહી શકાય છે.
🤴 મિત્રો હકીકતમાં ધ્રુતરાષ્ટ્રના લગ્ન માત્ર ગાંધારી સાથે જ નહોતા થયા. પરંતુ મિત્રો ગાંધારી સાથે અન્ય દસ કન્યા સાથે પણ ધ્રુતરાષ્ટ્રના લગ્ન થયા હતા. અને એ દસ કન્યા બીજું કોઈ નહિ પરંતુ ગાંધારીની જ બહેનો હતી. હા મિત્રો, ગાંધારી સહીત અગિયાર પૂત્રી હતી ગાંધાર નરેશને અને આ અગીયાર કન્યાના લગ્ન ધ્રુતરાષ્ટ્ર સાથે કરેલા હતા. અને આ અગિયાર પત્નીઓના મળીને સૌ કૌરવો થયા હતા. તેથી આપણે તેમ ન કહી શકીએ કે તે સૌ કૌરવો માત્ર ગાંધારીના જ હતા. મિત્રો અમે તમને એ શ્ર્લોક પણ જણાવીએ જેમાં લખેલું છે આ વાતનું તથ્ય ;
“તસ્યાહ સહોદ્રાહ કન્યાહ પુન્રેવ દડોદસ
ગાંધાર્રાજહ સુબલો ભીશ્મેન તારીતસ્તદા
સત્યવ્રતામ,સતયસેનામ,સુદેશ્ણામ,ચ સુસમ્હીતામ
તેજહશ્રવામ સુશ્રવામ ચ તથૈવ નીકૃતિમ શુભામ
શામ્ભુવામ દશારળામ ચ ગન્ધારીદશ વિશ્રુતાઃ
એકહમ પ્રતીજગ્રહ ધ્રુતરાષ્ટ્રો જનેશ્વરહ .”
🤴 અર્થાત શ્લોકમાં ભીષ્મ પિતામહ ગાંધાર રાજને વિનંતી કરે છે તેની અગિયાર પૂત્રીના લગ્ન ધ્રુતરાષ્ટ સાથે કરવા માટેની. ભીષ્મ પિતામહ ના કહેવાથી જ ગાંધાર રાજે ગાંધારી સહીત બધી પુત્રીઓના લગ્ન ધ્રુતરાષ્ટ્ર સાથે કરાવ્યા હતા. તે પૂત્રીઓના નામનો ઉપર શ્ર્લોકમાં પણ વર્ણન આપેલું છે. સત્યવ્રતામ, સતયસેનામ, સુદેશ્ણામ, સુસમ્હીતામ, તેજહશ્રવામ, સુશ્રવામ, નીકૃતિમ, શુભામ, શામ્ભુવામ, દશારળામ અને ગાંધારી આમ અગિયાર પૂત્રીઓના લગ્ન ધ્રુતરાષ્ટ્ર સાથે કરાવ્યા હતા. તેનાથી જ સૌ પુત્રની પ્રાપ્તિ થઇ હતી..પરંતુ મિત્રો સવાલ એ થાય કે આવું શા માટે ભીષ્મ પિતામહ આવી વિનંતી કરી ગાંધાર રાજને તો તેની પાછળ પણ એક કારણ હતું.
🤴 તેની પાછળ કારણ હતું ક્ષત્રિયની વંશવૃદ્ધિ. હા મિત્રો, ત્યારે ક્ષત્રિયોની ખૂબ જ કમી હતી કારણ કે વિચિત્રવિર્યની કોઈ સંતાન ન હતી. વ્યાસ દ્વારા કરેલા વિયોગથી તેમના પુત્રનો જન્મ થયો હતો ત્રણ પૂત્ર વિદુર, પાંડુ અને ધ્રુતરાષ્ટ્ર પરંતુ વિદુરજી તો ધર્માત્મા હતા. તેથી તેમણે પોતાનો ઘર સંસાર આગળ ચલાવ્યો ન હતો.
પાંડુને પણ બીમારી હતી જેને કારણે તે વધારે પૂત્ર પ્રાપ્ત કરી શકે તેમ ન હતા. પરંતુ ધ્રુતરાષ્ટ્ર એક જ એવા હતા કે જેના કારણે ક્ષત્રીયની વૃદ્ધી થઇ શકે માટે ભીષ્મ પિતામહએ ગાંધાર રાજને વિનંતી કરી હતી તેમની બધી પૂત્રીના લગ્ન કરવાની ધ્રુતરાષ્ટ્ર સાથે. કારણ કે એક ધ્રુતરાષ્ટ્રમાં જ એવું સામર્થ્ય રહેલું હતું કે તે સૌ પુત્રની ઉત્ત્પત્તિ કરી શકે. માટે તેનું શાશન પ્રશાશન આગળ વધે તે હેતુથી તેમણે પણ ગાંધારી સહીત તેની અન્ય દસ બહેનો સાથે પણ વિવાહ કાર્ય હતા. અને ગાંધારી સહીત અગિયાર પત્ની અને બીજી અન્ય પત્નીનું નામ “વૈશ્યવત્તિ” એમ કરીને કૂલ બાર પત્નીઓ દ્વારા તેને એક સોને એક સંતાનોની પ્રાપ્તિ થઇ હતી. જેમાં સૌ કૌરવો અને એક પૂત્રી હતી.
🤴 તો મિત્રો માત્ર ગાંધારીના જ સૌ પૂત્રો નહોતા પરંતુ આ રીતે તેની બહેનોનું પણ યોગદાન હતું તેમાં. મિત્રો આ વાત અમે કોઈ હવામાં તીર માર્યાની જેમ નથી કરતા પરંતુ મહાભારતમાં આપેલા શ્ર્લોક પરથી કહેલીં છે. અને આજ હકીકત છે અત્યાર સુધી આપણે જે કથા સીરીયલ કે ફિલ્મોમાં જોયું તે બધા તારણો હતા અને કલ્પનાઓ હતી. વાસ્તવિકતા તો કંઇક અલગજ હતી.
અમે આ વાત સાબિત કરતો વિડીઓની પણ અમે નીચે અંતમાં આપેલો જ છે. જેમાં તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે..
🤴 વાસ્તવમાં તમે જ વિચાર કરો એક સ્ત્રી સૌ પૂત્રને કઈ રીતે જમણ આપે પરંતુ મહાભારત અનુસાર એવો ક્યાય ઉલ્લેખ નથી કે સૌ પુત્રની ઉત્પત્તિ માત્ર ગાંધારી દ્વારા જ થઇ. આપણે જે માનતા આવ્યા છીએ અને જોતા આવ્યા છીએ તે બધુ ખોટું છે. શ્ર્લોક દ્વારા જે પૂરવાર થાય છે તેજ હકીકત છે. કારણ કે મહાભારતનું કહેવું તો તેવુ જ છે. બાકી બધી તાર્કિક વાતો છે. તો મિત્રો આ હતી હકીકત કૌરવોના જન્મ પાછળની. આવી જ રસપ્રદ વાતો અને રોચક તથ્યો જાણવા માટે જોડાયેલા રહો અમારી સાથે. અને તમારા રીવ્યુ અમારી શાથે શેર કરો કોમેન્ટ દ્વારા.
https://www.youtube.com/watch?v=pYKA8RldtTc
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ