અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.
અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
📲 તમારૂ આઈ ડી અને પાસવર્ડ કોઈ ચોરી જશે તો પણ તમારું ફેસબુક આઈ-ડી ખોલી નહિ શકે… જાણો કેવી રીતે
જી હા, તમે સાચું સમજ્યા… આજના મોર્ડન જમાનામાં જેટલી જ ટેકનોલોજીના ફાયદા થઇ રહ્યા છે તેટલા જ સામે નુકશાન પણ થઇ રહ્યા છે. આજે સૌ કોઈ લોકો ફેસબુક, વોટ્સઅપ અને તેની જેવા વિવિધ સોશીઅલ પ્લેટફોર્મનો ઉપયોગ પણ વધી રહ્યા છે.
તે પર તે તેમની અંગત જીવનના અને તેમના તહેવારોના ફોટા પણ અપલોડ કરતા હોય છે, ક્યારેક કોઈ લોકો ખરીદ વેચાણની પ્રક્રિયા કરવા માટે પેટના ક્રેડીટ અને ડેબીટ કાર્ડની માહિતી પણ ફેસબુક પર અપલોડ કરેલી હોય છે. કેટલીક છોકરાઓ, ગર્લ્સ અને મહિલાઓ પોતાના પતિ અથવા બોય/ગર્લ ફ્રેન્ડ સાથે પણ ફેસબુક પર ચેટ કરતા જોવા મળે છે. અને એકબીજાના ફોટો એકબીજાને મોકલતા હોય છે.
હવે આવી પરિસ્થિતિમાં એવું બને કે ક્યારેય કોઈક આપના ફેસબુકનું આઈડી અને પાસવર્ડ ચોરી લે છે. ત્યારે આપણા પગ નીચે થી જમીન ખસી જાય છે. અને તરત જ આપણને એ વિચારો આવવા માંડે છે કે મારા ફોટો, મારી અંગત ચેટ અને મારી અંગત માહિતીનું શું થશે, પણ ત્યારે આપને પસ્તાવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી….. તો આપના જીવનમાં આવી ગંભીર પરિસ્થિતિ આવે નહિ તે માટે આપણે અત્યારથી જ કોઈ પગલા લેવા જોઈએ જેથી તે સમયે આપણે પસ્તાવાનો સામનો ના કરવાનો આવે.
📲 પણ આપણને પ્રશ્ન થાય કે આ બાબતે આપણે શું કરવું, તો હવે તમે વધુ પરેશાન ના થાવ અમે તમારા માટે આ પ્રશ્નનો ઉકેલ લઈને આવ્યા છીએ કે “જો કોઈ તમારું આઈ ડી કે કોઈને ખબર પણ પસી જાય તો પણ તે તમારું એકાઉન્ટ ખોલી નહિ શકે” તો ચાલો આપણે તે વિશે જાણીએ કે કઈ રીતે આ બાબત શક્ય બની શકે.
📲 સૌ પ્રથમ તમારા સ્માર્ટ ફોનમાં ફેસબુકની એપ્લીકેશન ખોલો, (જો તમે ફેસબુકનું લાઈટ વર્જન વાપરતા હોવ તો તમે ફેસબુકનું લેટેસ્ટ વર્જન અપડેટ કરી લો, કેમ કે કદાચ લાઈટ ફેસબુકમાં આ સુવીધા નહિ આવતી હોય)
📲 હવે તમે તમારું ફેસબુકમાં તમારું એકાઉન્ટ લોગ ઇન કર્યા બાદ તમે તમે તમારા ફોનની સ્ક્રીનમાં ઉપરની જમણી બાજુ જુઓ ત્યાં ત્રણ આડી લીટી (લાઈન) કરી હશે ત્યાં ક્લિક કરો (તેને બધા એડીશનલ ઓપ્શન કહેવાય)
📲 હવે જુઓ ત્યાં તમને ઘણી બીજી માહિતી દેખાશે તેમાં (groups, friends, marketplace, events pages જેવી માહિતી દેખાશે) તે બાદ નીચે સ્ક્રોલ કરો એટલે વધુ નીચેની સાઈડ તમને છેલ્લે થી બીજું ઓપ્શન ” Setting & Privacy” ઓપન કરો.
📲 તેમાં તમને પાંચ ઓપ્શન દેખાશે તેમાંથી બીજું ઓપ્શન “Privacy Shortcuts” પર ક્લિક કરો. તો પછી તમને એક નવી જ સ્ક્રીન સામે આવેલી દેખાશે.
📲 હવે આ નવી સ્ક્રીનમાં જુઓ તમને પહેલું પેજ Privacy દેખાશે અને પછી થોડું નીચે સ્ક્રોલ કરો એટલે બીજું પેજ Account Security દેખાશે. તો હવે તમે આ બીજા ઓપ્શન માં જુઓ ત્યાં તમને ચાર લાઈન દેખાશે. તેમાંથી તમે સૌથી નીચેની લાઈન “Use two- factor authentication” હશે તેમાં તમે ક્લિક કરો.
📲 હવે તમારી સામે એક બ્લુ કલરનું બોક્ષ આવશે, તેમાં લખ્યું હશે “Get Started” તેની ઉપર ક્લિક કરો.
📲 ત્યાર બાદ તમને બે ઓપ્શન દેખાશે ૧) Text Message 2) Authentication App આ બંને ઓપ્શનથી તમે સીક્યુરીટી રાખી શકશો, પણ આપને પહેલા ઓપ્શન સાથે જઈશું કેમ કે તે ઓપ્શનથી બધા લોકોને સહેલું પડશે.
📲 હવે તમે પહેલા ઓપ્શન પર નજર કરો, ત્યાં તમને “Use a Different Number” દેખાશે જો તમારે તમારા અલગ મોબાઈલ નંબર નાખવો હોય તો તમે ત્યાં નાખી શકો છો. એટલે તે નંબર પર તમારે કોડ આવી શકે, મોટા ભાગે તમારો જે રેગ્યુલર નંબર હોય તે જ નાખવો. અને જો તમે પહેલેથી જ નંબર તમારી પ્રોફાઈલમાં એડ હોય તો કઈ ફેરફાર કરવાની જરૂર નથી.
📲 તો તમે હવે પહેલા ઓપ્શન પર ક્લિક કરો એટલે તમને તેઓ કન્ફર્મેશન કોડ માટે પૂછશે, આ કોડ તમારા મોબાઈલ પર આવશે, તે જ કોડ તમારે નાખવાનો છે અહિયાં, અને ત્યારબાદ તમે આગળની પ્રોસેસ્સ કરવા માટે Next દબાવો એટલે આ સિક્યુરીટી તમારા નંબરમાં એક્તીવેટ થઇ જશે.
📲 તેનાથી કોઈ તમારું અકાઉન્ટ લોગ ઇન કે હેક નહિ કરી શકે. અને જો પ્રયાસ કરશે તો તમારા નંબર પર OTP આવશે જેથી તમને પણ ખબર પડી જશે કે કોઈ તમારું અકાઉન્ટ લોગીન કરવાનો પ્રયાસ કોઈ કરી રહ્યું છે. પરંતુ ગભરાવાની જરૂર નથી કારણ કે ભલે તેને પાસવર્ડ ખબર હોઈ તો પણ તે OTP વગર લોગીન ક્યારેય નહિ કરી શકે.
📲 “હવે પછી અમે એક એવો આર્ટીકલ લખીશું કે જો તમારૂ એકાઉન્ટ કોઈ બીજું ખોલવાની ટ્રાય પણ કરતુ હોય તો પણ તમને મેસેજ અને ઈ મેઈલ આવી જશે..” જો આ આર્ટીકલ અમે લખીએ તો તેની માટે તમે કોમેન્ટમાં ” PART – 2 ” લખીને અમને મોકલો. આપના પ્રતિભાવની રાહ રહેશે
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
Part -2
Thanks for the article post.Really thank you! Great.
Google nu id koyi na kholi sake enu setting janavaso please
koyi khole to pan aapda account ma massage aave tevu koi setting hoy to moklo please