વિક્રમ વૈતાલ શ્રેણી…- શા માટે વિક્રમ જ વૈતાળને લેવા માટે જાય છે, વિક્રમ જ કેમ બીજું કોઈ કેમ નહિ… જાણો તેનું રહસ્ય.

વિક્રમ વેતાળ

શા માટે સમ્રાટ વિક્રમાદિત્યને વેતાળને લેવા જવું પડ્યું.

મિત્રો તમે સમ્રાટ વિક્રમાદિત્યના ઈતિહાસ તેમજ તેમન અમૂલ્ય નવરત્નો વિષે આગળના આર્ટીકલ  ગયા. મિત્રો આપણે આગળ જોઈ ગયા તેમાં વેતાળ ભટ્ટ રાજા વિક્રમના નવ રત્નોમાનો એક રત્ન છે. કહેવાય છે કે, વિક્રમ વેતાળની વાર્તાઓ તેના જ અનુસંધાનમાં છે. તો મિત્રો આજે અમે આ લેખ દ્વારા વિક્રમ વેતાળની રોમાંચક વાર્તા જણાવવા જઈ રહ્યા છીએ.

આ વાર્તા દ્વારા જાણવા મળશે કે, શા માટે સમગ્ર વિશ્વમાંથી માત્ર સમ્રાટ વિક્રમાદિત્યને જ પસંદ કરવામાં આવ્યા વેતાળને લાવવા માટે. મિત્રો આ વાર્તા ખુબ જ રસપ્રદ છે અને રહસ્યમય પણ છે. જરૂરથી વાંચો આ વાર્તા.

એક વાર સમ્રાટ વિક્રમાદિત્યના મહેલમાં રાજસભા ભરાય હતી. રાજા વિક્રમાદિત્ય સભામાં ઉપસ્થિત મંત્રીઓને તેમજ પ્રજાને પૂછતા હતા કે, રાજ્યમાં કોઈ સમસ્યાઓ તો નથી ને, કોઈ ની કઈ ફરિયાદો નથી ને. પરંતુ મિત્રો જે રાજ્યના રાજા વિક્રમાદિત્ય જેવા મહાન અને પ્રમાણિક રાજા હોય ત્યાં લગભગ સમસ્યાઓનું પ્રમાણ સાવ ઓછું હોય છે. મંત્રીઓએ જવાબ આપતા કહ્યું રાજ્યમાં કોઈ પ્રશ્ન કે કોઈ ફરિયાદ નથી પરંતુ બહાર એક સાધુ આવ્યા છે. તે તમારી રાહ જોવે છે. રાજા વિક્રમે તેમને અંદર પધારવાની અનુમતિ આપી. સાધુ સભમાં આવ્યા. રાજાએ જોયું કે તે સાધુની આંખમાંથી દિવ્યતા છલકાય રહી હતી. રાજાએ સાધુને પ્રણામ કર્યા અને સભામાં આવવાનું કારણ પૂછ્યું. સાધુએ જણાવ્યું કે, “હું તમને એક ફળ ભેટ આપવા માંગું છું.” મારી ભેટનો સ્વીકાર કરો. રાજાએ ભેટનો સ્વીકાર કર્યો. પછી સાધુ ત્યાંથી ચાલ્યા ગયા. સમ્રાટ વિક્રમાદિત્યએ સાધુએ આપેલ ફળ સાચવીને રાખવાની આજ્ઞા કરી.

બીજા દિવસે ફરી તે સાધુ રાજાને ફળ ભેટમાં આપવા આવ્યા. રાજાએ થોડા આશ્વર્ય સાથે તે ભેટનો સ્વીકાર કર્યો. આમ, ઘણા દિવસો સુધી સાધુ રોજ એક ફળ રાજાને ભેટમાં આપતા.

એક વાર રાજાએ મંત્રીને બોલાવી અને કહ્યું કે દીવાલની પાળ પર વાંદરો બેઠો છે તેને આ ફળ ખાવા માટે આપો. અને તેમને રાજાની આજ્ઞા પ્રમાણે ફળ વાંદરાને આપ્યું. વાંદરાએ તે ફળ ખાધું પણ અદ્દભુત વાત એ છે કે તે ફળમાંથી કિંમતી રત્ન નીકળ્યો.

રાજાએ આજ્ઞા કરી કે હું દરેક ફળ કાપીને તપાસવા માંગું છે. રાજા સમક્ષ સાધુએ બધા ફળ સાચવેલા હતા તે રાખવામાં આવ્યા.  રાજાએ દરેક ફળ કાપીને તપાસ્યું. દરેક ફળમાંથી અલગ અલગ કિંમતી અને બહુમુલ્ય રત્નો નીકળ્યા.

રાજા  આશ્વર્યમાં પડી ગયા. બીજા દિવસે સભમાં તે સાધુ આવ્યા રાજાએ સાધુને તે બહુમુલ્યો રત્નો પાછળનું કારણ પૂછ્યું કે, “શા માટે તમે મને આટલી મુલ્યવાન ભેટ આપી તેની પાછળ તમારો કોઈ સ્વાર્થ છે કે પછી તમે તમારૂ  સામર્થ્ય બતાવવા માંગો છો.”

સાધુએ જવાબ આપતા કહ્યું કે, “મેં મારા સ્વાર્થ માટે તમને ભેટ આપી હતી. જો હું આવું ણ કરેત તો કદાચ તમે મારી વાત પર આટલું ધ્યાન ણ આપ્યું હોત. માટે મારી પાસે તેના સિવાય બીજો કોઈ રસ્તો ન હતો.”

રાજાએ તે ભેટ પાછી આપતા કહ્યું કે, હું કોઈના સ્વાર્થ માટે આટલી બહુમુલ્ય ભેટ ન સ્વીકારી શકું. તમારે કોઈ કામ હોય તો આજ્ઞા કરો હું રાજીખુશીથી  કરી આપીશ.

સાધુએ કહ્યું, હું આજે રાજા  વિક્રમાદિત્યની પાસે નથી આવ્યો પણ એક વ્યક્તિ વીર વિક્રમાદિત્ય પાસે આવ્યો છું મને જાણ છે કે, મારું કામ માત્ર તમે  જ કરી છો મને તમારા સામર્થ્ય પર પૂરો ભરોસો છે. માત્ર તમે જ મને મદદ કરી શકો છો.

રાજાએ કહ્યું, “આજ્ઞા કરો  હું જરૂર તમારી મદદ કરીશ.”    

સાધુએ કહ્યું, “હું ઘણા દિવસોથી તપ  કરું છું, સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે તમારી મદદની જરૂર છે. તેના માટે રાત્રે અંધકારમાં તમારે જંગલમાં મારા તપના સ્થાને આવવું પડશે. અને હા તારી સાથે બીજા કોઈને આવવાની અનુમતિ નથી. માત્ર તું એકલો જ આવી શકે છે.”

રાજાએ સંમતી આપતા કહ્યું કે, “જેવું તમે કહ્યું તે પ્રમાણે જ હું આવીશ.” રાત થતા રાજા મહેલમાંથી વીરતા પૂર્વક સાધું પાસે જવા નીકળ્યા. એકદમ ખુમારી અને વીરતાથી ઘોડેસવારી કરતા કરતા સાધુ પાસે પહોંચ્યા અને પ્રણામ કરી કહ્યું બોલો શું મદદ કરી શકું હું તમારા માટે ?

સાધુએ જણાવ્યું “આજે મારા તપ માટે મારે એક મડદાંની જરૂર છે. જો તે મડદું અહી લાવવામાં  આવે તો જ મારું તપ સફળ થશે અને મને તે સિદ્ધિઓ પ્રાપ્ત થશે. અને તે સિદ્ધિઓ પ્રજા કલ્યાણના હિત માટે ખુબ જ મહત્વની છે. માટે અહીંથી દક્ષીણે એક ગાઢ જંગલ છે. ત્યાં જંગલને પાર કરતા એક સ્મશાન આવશે તેમાં એક  મડદું હશે તે મડદું તારે અહીં લાવવાનું  રહેશે.

સમ્રાટ  વિક્રમાદિત્યએ જવાબ આપતા કહ્યું કે, “હું મારા પ્રજાકલ્યાણ માટે કોઈ પણ સમસ્યાનો સામનો કરવા તૈયાર છું. તે સિદ્ધિઓ પ્રજાના હિત માટે જ છે. હું તે મડદાને લેવા માટે અવશ્ય જઈશ.”

ત્યાર બાદ રાજા વિક્રમાદિત્ય વીરતા પૂર્વક પોતાના કાર્ય પર લાગી ગયા. અને ગાઢ અને ભયંકર જંગલમાંથી ખંત પૂર્વક આગળ વધતા રહ્યા. અંતે એક ઝાડ પર તેમને એક મડદું ઉલટું લટકાયેલું દેખાયું. તેણે તે મડદાને પોતાની પીઠા પર ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. મડદું પણ ખુબ તાકાતવર હતું. આસાનીથી કોઈના હાથમાં આવે તેમ ણ હતું. પણ મિત્રો બળવાન, પરાક્રમી અને  બુદ્ધિમાન સમ્રાટ વિક્રમાદિત્ય પાસે તે મદદની શું વિસાત. અંતે તેમનો પ્રયત્ન સફળ થયો અને તેમણે મડદું પીઠ પર ઉઠાવી લીધું અને આગળ ચાલતા થયા.

મડદાએ કહ્યું, “વાહ રાજાન તારી વીરતા પર કોઈ સંદેહ નથી. હું વેતાળ તારા જેવા વીર રાજાની જ રાહ જોઈ રહ્યો હતો અંતે  તું આવી જ ગયો.”

વેતાળે કહ્યું, “તું મને લઇ જઈ શકે છે.  પરંતુ, મારી શરતો છે. જેનું તારે પાલન કરવું પડશે.

વેતાળે પોતાની શરતો જણાવતા કહ્યું કે, “મારી બે શરતો છે. પહેલી કે “તું કઈ બોલીશ નહિ.” જો તુ એક પણ  શબ્દ બોલીશ તો હું પાછો તે ઝાડ પર ચડી જઈશ. અને મારી બીજી શરત એ છે કે, હું તને વાર્તા કહીશ, પરિસ્થિતિઓ કહીશ અને  અંતે હું તેમાં રહેલ રહસ્યો પૂછીશ. તારે તે રહસ્યો ઉકેલાવવ પડશે. જો તું તે રહસ્ય નહિ જણાવે તો તારા માથાના બે ટુકડા થઇ જશે.” હસતા હસતા વેતાળે આગળ જણાવ્યું કે, “હું જાણું છું તું એક સત્યવાદી અને ન્યાયી રાજા છે. તેમજ નિયમાનુસાર રાજા છો માટે તું મારી શરતોનું અવશ્ય પાલન કરીશ.” આટલું કહી વેતાળ હસવા લાગ્યો.

વૈતાળની કહેલી ૨૫ વાર્તાઓ અમે આગળના આર્ટીકલથી શરુ કરીશું… આ વાર્તાઓ ખાલી મનોરંજન માટે જ નથી, તેમાં ન્યાય શાસ્ત્રના તેમજ સમજદારીના ગુઢ રહસ્યો છુપાયેલા છે, અને આજની પેઢી ડીજીટલ યુગ આવતા આવી કથાઓ વાંચવાનું પસંદ નથી કરતી તો અમે તમારા માટે અહીંજ આ સમજવા લાયક અને જ્ઞાનથી ભરપુર વિક્રમ અને વૈતાલની વાર્તા અહીં આપણી સમક્ષ આવતા અંકમાં લાવીશું.

મિત્રો આ વાત હતી કે શા માટે વિક્રમાદિત્ય વેતાલને લાવવા માટે ગયા. તેમજ સાધુએ કઈ રીતે પોતાની વાતનો પ્રસ્તાવ મુક્યો રાજા પાસે.

પરંતુ મિત્રો વેતાળની શરત અનુસાર વેતાળ વાત કહેશે અને પ્રશ્ન તથા રહસ્યો પૂછશે. તે કોઈ આખા રસ્તે ચુપ તો નહિ જ રહે તે રાજાને બોલવા માટે અનેક વાર મજબુર કરશે. તો તે વાર્તા જાણવા માટે જોડાયેલા રહો અમારી સાથે આગળની વાર્તા આવતા અંકે……

અમારો આ આર્ટીકલ તમને પસંદ આવ્યો હોય તો શેર કરજો તેમજ વિક્રમ વેતાળની વાર્તા માટેના તમારા વિચારો મંતવ્યો કોમેન્ટ દ્વારા અવશ્ય શેર કરજો.

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

 

Leave a Comment