જાણો જામફળનું સેવન કરવાની આ ખાસ રીત, વૃદ્ધાવસ્થામાં પણ દેખાશો યુવાન અને ચામડી સહિત આ રોગો મળી જશે છુટકારો…

જામફળની સીઝન વર્ષમાં બે વખત આવે છે એક ચોમાસામાં અને બીજી શિયાળામાં. જામફળ એક એવું ફળ છે જેની સુગંધથી જ આપણને ભૂખ લાગવા લાગે છે અને આપણને તેનું સેવન કરવાની ઈચ્છા ઊભી થાય છે. આયુર્વેદમાં પણ જામફળનું સેવન કરવાની સલાહ આપવામાં આવી છે. કારણ કે તે પાચનતંત્રને યોગ્ય કરીને ભૂખ વધારતું ફળ છે અને તેની સાથે જ તે આપણા પેટને બિલકુલ સાફ રાખે છે.

જામફળ વર્ષમાં બે વખત મળતા હોવાથી આપણે દર વખતે જામફળનું સેવન કરવું જોઈએ. કારણ કે તે આપણા પેટને સાફ કરીને આંતરડાંને મજબૂત બનાવે છે અને આપણા ચહેરા ઉપરનો ગ્લો પણ વધારે છે. તથા તેની સાથે સાથે આંતરડામાં ખોરાકને શોષવાની ક્ષમતા પણ વધારે છે.જામફળનું ફળજ નહીં પરંતુ તેના પાન પણ આપણી ત્વચામાં ચમક વધારવા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના પાનનો અર્ક આપણા ત્વચા પર લગાવવાથી એક્ને, પિંપલ્સ અને રેશિશ જેવી ઘણી બધી સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. તે આપણી ત્વચામાં ગ્લો વધારવાનું કામ પણ કરે છે.

ઓછી ઉંમરમાં જ આપણી ત્વચા ઉપર કરચલી પડવા લાગે છે તેથી જામફળને આપણે આપણા દરરોજના ડાયટમાં અને ઓઇલી સ્કિન કેરમાં સામેલ કરવું જોઇએ. માત્ર ચાર અઠવાડિયાની અંદર જ આપણી ત્વચામાં સુધારો દેખાશે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે વિશે અમે અહીં જણાવી રહ્યા છીએ.

ત્વચામાં ચમક વધારવા માટે : દિવસમાં એક જામફળ દરરોજ ખાઈને તમે તમારી ત્વચાની ચમક વધારી શકો છો. કારણકે જામફળમાં એન્ટિઓક્સિડન્ટની માત્રા વધુ જોવા મળે છે અને તેની સાથે જ વિટામિન સી અને વિટામિન કે આ ફળમાં ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી આપણી ત્વચાને પૂરતુ પોષણ મળે છે અને ત્વચામાં ચમક વધે છે. આ બંને વિટામિન અને એન્ટિઓક્સિડન્ટ આપણા સ્કીન સેલ્સને ચમકદાર અને લચીલુ બનાવીને રાખે છે. તેનાથી આપણી ત્વચા ગ્લોઇંગ અને ટાઈટ રહે છે.

વધતી ઉંમરને રોકવાની રીત : જાયફળનું સેવન કરીને તમે તમારી ઉંમરને વધતા ઓછી કરી શકો છો. જામફળમાં એન્ટિઓક્સિડેન્ટ પ્રોપર્ટિઝ જોવા મળે છે અને તે શરીરમાં ઓક્સિડેશનની પ્રક્રિયાને ધીમી કરે છે. તેનાથી ત્વચા ઉપર વધતી ઉંમરની અસર ઓછી થઈ જાય છે અને તમે વર્ષો સુધી જવાન રહી શકો છો.

પિરિયડમાં જામફળનું સેવન : મહિલાઓ માટે જામફળનું સેવન કરીને ખૂબ જ ફાયદાકારક હોય છે. કારણ કે તે પિરિયડના દુખાવા અને પીરિયડ્સ દરમિયાન થતી તકલીફોને ઓછું કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. તમારે પિરિયડ દરમિયાન જામફળ ખાવું જોઈએ નહીં, કન્ફ્યુઝ થશો નહીં આ વાતને આવી રીતે સમજો. જામફળ ની અંદર શરીરને આંતરિક રૂપથી મજબૂત બનાવવાની અને સ્નાયુનો દુખાવો ઝીલવાની ક્ષમતા વધુ હોય છે. તેથી તેને પચાવવા માટે શરીરને ખૂબ જ મહેનત કરવી પડે છે. જ્યારે પીરિયડ્સ દરમિયાન આપણી પાચન ક્ષમતા ખૂબ જ કમજોર થઈ જાય છે અને તેને પચાવવા માટે આપણે ખૂબ જ મહેનત કરવી પડે છે. તેથી મહિલાઓએ પીરિયડ્સ દરમિયાન તેનું સેવન કરવું જોઇએ નહીં, બાકીના સામાન્ય દિવસોમાં તમે તેનું સેવન કરી શકો છો.

જામફળ ખાવા નો યોગ્ય સમય : જામફળ ખાવાનો યોગ્ય સમય છે નાસ્તા અને બપોરના ભોજન કરવાના વચ્ચેનો સમય. સવારે નાસ્તાના બે કલાક પછી અને બપોરના ભોજનના એક બે કલાક પહેલા તમે ક્યારેય પણ જામફળ નું સેવન કરી શકો છો, સાંજે ચાર વાગ્યે નાસ્તામાં તમે ફળોનું સેવન કરો છો ત્યારે જામફળને પણ તમે ખાઈ શકો છો. પરંતુ સાંજે 6 વાગ્યા પછી તેનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ.

જામફળમાં એંજાઈમ ભરપૂર માત્રામાં હોય છે અને તે ભૂખ વધારવાનું કામ કરે છે. તેનો ગર્ભ ખૂબ જ જલદી પચી જાય છે પરંતુ તેના બીજને પચવા માટે સમય લાગે છે, તે સાંજના નાસ્તા કર્યા પછી ક્યારે પણ ત્યાં ફળનું સેવન કરવું જોઇએ નહીં. તેનાથી પેટના દુખાવાની સમસ્યા વધી શકે છે.

આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે ફળને ડાઇરેક્ટ જ ખાવું જોઈએ અથવા કોઈ પણ ફળને લોખંડ અથવા સ્ટીલના ચપ્પુથી સ્પર્શ કર્યા વગર હાથથી તોડીને અથવા ફોડીને ખાવું યોગ્ય માનવામાં આવ્યું છે. પરંતુ આજના સમયમાં આ વાત સંભવ નથી, તેથી તમે જામફળને કાપીને ખાઈ શકો છો પરંતુ તેની ઉપર સંચળ મીઠું જરૂરથી લગાવીને તેનું સેવન કરો, આમ કરવાથી તમારું પાચન સારું રહેશે અને ફળનો સ્વાદ પણ વધશે.

જામફળના પાનના ફાયદા : જામફળના પાન આપણી ત્વચાને જવાન રાખે છે અને ત્વચાને અંદરથી સ્વસ્થ બનાવવાનું કામ પણ કરે છે તમે જામફળના પાનનો લેપ બનાવીને ત્વચા ઉપર ફેસપેકની જેમ લગાવી શકો છો.

ચહેરા ઉપર એક્ને, પિંમ્પલ્સ અથવા રેશિશની સમસ્યા હોય તો તમે જામફળના પાનનો રસ કાઢીને તેને રૂની મદદથી ત્વચા ઉપર લગાવો. તેનાથી તમને ઠંડક મળશે અને તેની સાથે જ અમુક જ દિવસમાં તમારી સ્કિન એકદમ સાફ અને નિખારવાન થઈ જશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment