એક ગ્લાસ પાણીમાં કરો આ ગુલાબી ટુકડાનું સેવન, માંસપેશીના દુખાવા મફતમાં મટાડી, ગળાની ખરાશ, પાચનની સમસ્યા સહિત 6 રોગો કરશે ગાયબ…

મીઠું આપણા ભોજન નો અભિન્ન ભાગ છે. મીઠા વગર કોઈપણ ભોજનનો સ્વાદ અધુરો છે. પરંતુ બજારમાં મળતું સફેદ મીઠું સ્વાસ્થ્ય માટે સ્વસ્થ નથી માનવામાં આવતું. પરંતુ મીઠાના અન્ય પ્રકાર જેમ કે સિંધવ મીઠું, કાળું મીઠું, ગુલાબી મીઠું વગેરેનું સેવન સ્વાસ્થ્ય માટે વધારે ફાયદાકારક માનવામાં આવે છે. સિંધવ મીઠું જેને રોક સોલ્ટ પણ કહેવાય માં આવે છે. જે અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર હોય છે. આપણામાંથી મોટાભાગના લોકો સિંધવ મીઠાના સેવનથી થતા ફાયદા વિશે ઘણુ સારી રીતે જાણતા હશે 

પરંતુ શું તમે જાણો છો માત્ર ભોજનમાં જ નહીં પરંતુ સિંધવ મીઠું ને પાણીમાં મેળવીને પીવાનું પણ ખૂબ જ ફાયદાકારક છે? જી હા સિંધવ મીઠું નું પાણી પીવાથી સ્વાસ્થ્ય ને અનેક  ફાયદા થાય છે. સિંધવ મીઠાનું પાણી પીવાથી પાંચ પ્રકારના ફાયદા થાય છે જે આજે આપણે આ લેખના માધ્યમથી જાણીશું.સિંધવ મીઠાનું પાણી પીવાથી થતા ફાયદા:-

1) શરીરને મળે છે જરૂરી પોષણ:- સફેદ  મીઠાની તુલનાએ સિંધવ મીઠું માં પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમાં આયર્ન,ઝીંક, મેંગેનીઝ જેવા મિનરલ્સ હાજર હોય છે. જેનાથી આ શરીરને જરૂરી પોષણ પ્રદાન કરે છે સાથે જ અનેક રોગોના જોખમથી પણ બચાવે છે.

2) પાચન મજબૂત બનાવે:- જો તમે સવારના સમયમાં સિંધવ મીઠુંના પાણીનું સેવન કરો છો તો તેનાથી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને પાચન મજબૂત બને છે.આ પેટમાં કબજિયાત, ગેસ, અપચો, બ્લોટીંગ, ઉલટી, ઝાડા અને પેટના દુખાવા જેવી સમસ્યાઓથી તમને બચાવે છે.3) ગળામાં ખરાશ ની સમસ્યા દૂર કરે:- ગળાની ખરાશ થી છુટકારો મેળવવા માટે તમે નવશેકા ગરમ પાણીમાં સિંધવ મીઠું મેળવીને તેનું સેવન કરી શકો છો. આ તમારા ગળાની ખરાશમાં જલ્દી રાહત પ્રદાન કરશે. જો તમે ઈચ્છો તો આ પાણીથી કોગળા પણ કરી શકો છો.

4) શરીરમાં સોડિયમ ની કમી થી બચાવે:- જેવી રીતે શરીરમાં સોડિયમનું વધારે સ્તર નુકસાનાયક હોય છે તેવી જ રીતે વધારે ઓછું હોવું પણ નુકસાનદાયક હોય છે. ઘણા બધા લોકો હાઈ સોડિયમથી બચવા માટે મીઠાનું સેવન ખૂબ જ ઓછું કરે છે જેનાથી શરીરમાં સોડિયમની કમી થઈ જાય છે. પરંતુ તમે સિંધવ મીઠાનું સેવન કરો છો તો તેનાથી શરીરમાં સોડિયમનું સ્તર નથી વધતું અને શરીરમાં સામાન્ય સ્તર જળવાયેલું રહે છે.5) ત્વચા ને હેલ્ધી રાખે:- સિંધવ મીઠાનું પાણી પીવાથી શરીરમાં હાઇડ્રેશનને વધારો મળે છે સાથે જ આ શરીરમાં જામેલી ગંદકી અને ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદ કરે છે. અને શરીરને કુદરતી રીતે ડિટોક્ષ કરે છે. જેની સીધી અસર  તમારી ત્વચા પર જોવા મળે છે 

6) માસ પેશીઓમાં કળતરની સમસ્યા દૂર કરે:- જો તમે મીઠાનું સેવન અત્યંત ઓછા પ્રમાણમાં કરો છો તો તેનાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ નું સંતુલન બગડી શકે છે. જો લાંબા સમય સુધી શરીરમાં મીઠું અને ઇલેક્ટ્રોલાઇટ ની વચ્ચે અસંતુલનની સ્થિતિ જળવાયેલી રહેતી હોય તો તેનાથી માસ પેશીઓમાં કળતર અને દુખાવાની સમસ્યા થઈ શકે છે. એવામાં સિંધવ મીઠું નું પાણી પીવાથી સંતુલન જાળવી રાખવામાં મદદ મળે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment