રાતે સુતા પહેલા આ દાણાને દૂધમાં ઉકાળી કરો સેવન, જીવો ત્યાં સુધી નહિ થાય પેટ, પાચન, હૃદય અને હાડકાની સમસ્યા… ફાયદા જાણીને ચોંકી જશો…

મિત્રો ખસખસ પોષક તત્વોથી ભરપૂર હોય છે. ખસખસમાં કેલેરી, પ્રોટીન, ફેટ અને કાર્બોહાઇડ્રેટ નું પ્રમાણ વધારે ઉપલબ્ધ હોય છે. તેના સિવાય ખસખસમાં ફાઇબર, મેગેનીઝ, કોપર અને કેલ્શિયમ પણ વધુ હોય છે. તેથી સ્વાસ્થ્યવર્ધક રહેવા માટે તમારે પણ તમારા ડાયટમાં ખસખસ ને જરૂર શામેલ કરવી જોઈએ.

આમ તો તમે ખસખસ ને સ્મૂધી,શેક, ખીર વગેરેમાં નાખીને ખાઈ શકો છો પરંતુ જો તમે દૂધમાં ઉકાળીને ખસખસના પાવડરનું સેવન કરશો તો તેનાથી તમને વધારે લાભ મળી શકે છે. ખસખસ ના બીજ ના પાવડર ને દૂધમાં ઉકાળીને ખાવાથી તમને બંનેના પોષક તત્વો એક સાથે મળશે. આનાથી હાડકા મજબૂત બનશે, માસ પેશીઓનો પણ વિકાસ ઝડપથી થશે. તો આવો ખસખસ ના પાવડરને દૂધમાં ઉકાળીને પીવાથી કયા કયા ફાયદા થાય છે તે જાણીએ.👉 ખસખસ ના બીજ ને દૂધમાં ઉકાળીને પીવાના ફાયદા:-

1) હાડકા મજબૂત બનાવે:- ખસખસ અને દૂધ કેલ્શિયમના સારા સોર્સ માનવામાં આવે છે. એવામાં તમારા હાડકાને મજબૂત બનાવવા માટે તમે ખસખસ ના બીજને દૂધમાં ઉકાળીને સેવન કરી શકો છો. દરરોજ રાત્રે ખસખસ અને દૂધ પીવાથી તમારા હાડકા મજબૂત બનશે. સાથે જ હાડકા અને સાંધાના દુખાવામાં પણ રાહત થશે. જો તમે નાની ઉંમરથી જ ખસખસ ના બીજ ને  દૂધમાં ઉકાળીને તેનું સેવન કરશો તો તમને વધતી ઉંમરમાં હાડકાથી જોડાયેલી સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે.

2) સારી ઊંઘ આવે:- દરરોજ રાત્રે દૂધમાં ખસખસ નો પાવડર ઉકાળીને પીવાથી તમને ઊંઘ પણ સારી આવશે. ખસખસ શરીરમાં શાંત અસર પેદા કરે છે, જે તણાવના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. જો તમને અનિંદ્રા ની સમસ્યા હોય તો તમે દરરોજ રાત્રે દૂધમાં ખસખસ નો પાવડર ઉકાળીને સેવન કરી શકો છો. ખસખસમાં હાજર ગુણ સારી ઊંઘ અપાવવામાં મદદ કરે છે ખસખસ ઊંઘથી જોડાયેલી દરેક સમસ્યાઓનો ઈલાજ કરવામાં અસરકારક સાબિત થાય છે.3) પાચનમાં સુધારો કરે:- પાચનમાં સુધારો કરવા માટે તમે ખસખસના પાવડર ને દૂધમાં ઉકાળીને પી શકો છો. ખસખસમાં અદ્રવ્ય શીલ ફાઇબર હોય છે, જે આંતરડા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ખસખસ ના બીજ નું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે સાથે જ જો તમે દરરોજ રાત્રે સુતા સમયે દૂધમાં ખસખસ ના પાવડરને ઉકાળીને સેવન કરશો તો તેનાથી અપચાની સમસ્યા ઠીક થશે. કબજિયાત અને ગેસથી પણ છુટકારો મળશે.

4) આંખો માટે ફાયદાકારક:- ખસખસ ના પાવડરને દૂધમાં ઉકાળીને પીવાથી આંખોના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. ખસખસમાં ઝીંક અને એન્ટિઓક્સિડન્ટ ઉપલબ્ધ હોય છે જે આંખોની રોશની સારી બનાવવામાં મદદરૂપ થાય છે. સાથે જ આંખોને અનેક બીમારીઓથી પણ બચાવે છે. ખસખસ ના પાવડરને દૂધ સાથે ખાવાથી આંખોથી જોડાયેલી સમસ્યાઓમાં ખૂબ જ રાહત મળે છે.5) હૃદયના સ્વાસ્થ્ય માટે લાભદાયક:- હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટે પણ તમે ખસખસ ના પાવડરને દૂધમાં ઉકાળીને સેવન કરી શકો છો. ખસખસમાં ફાઇબર હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલ ને ઘટાડવામાં મદદ કરે છે સાથે જ સારા કોલેસ્ટ્રોલ ને વધારવામાં પણ મદદ કરે છે. તેની સાથે જ બ્લડ પ્રેશર અને બ્લડ સુગરના સ્તરને પણ નિયંત્રિત રાખે છે. આમાં હાજર ઓમેગા 3 ફેટી એસિડ હૃદયના રોગોના જોખમને ઘટાડે છે.

👉 ખસખસ ના બીજને દૂધમાં કેવી રીતે ઉકાળશો?:- ડોક્ટરના જણાવ્યા પ્રમાણે જો તમે ખસખસ ના બીજ ને દૂધમાં ઉકાળીને સેવન કરવા ઈચ્છતા હોય તો તેના માટે તમારે ખસખસના બીજને પાણીમાં પલાળવા પડશે. તમે ખસખસ ને અડધાથી એક કલાક માટે પાણીમાં પલાળીને રાખી શકો છો. હવે એક વાસણમાં દૂધ અને ખસખસ ના બીજ ને નાખો તેને પાંચથી છ મિનિટ સુધી ઉકાળો. ત્યારબાદ એક ગ્લાસમાં કાઢી ને સુતા સમયે પી લો. દરરોજ દૂધમાં ઉકાળેલા ખસખસ ના બીજ ખાવાથી તમને ઘણો જ લાભ મળે છે. અથવા તો તમે ખસખસ ના બીજનો પાવડર બનાવી લો અને તેને દૂધમાં ઉકાળીને પી લો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment