મફતમાં મળતી આ ઔષધી પેટની ચરબી અને કબજિયાત કરી દેશે દુર, જાણો ઉપયોગ કરવાની પેટની બધી ગંદકી થઈ જશે સાફ…

આખી દુનિયામાં અનેક પ્રકારના ઔષધીય છોડ અને વૃક્ષ મળી આવે છે. તેમાંથી એક મીંઢી આવળનો છોડ છે. મીંઢી આવળને સેનાના નામે પણ ઓળખવામાં આવે છે. આ એક એવો છોડ છે જેમાં ઘણા ફૂલ આવે છે. આ દાળ અને ફળોના પરિવારનો છોડ છે. તેની 50 થી પણ વધુ પ્રજાતિઓ આવે છે.

આ છોડના ઘણા ભાગોનો ઉપયોગ કરી શકાય છે. ખાસ કરીને તેના પાન અને ફૂલોનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. આ છોડમાં લેક્સેટીવ ગુણ મળે છે. જે કબજિયાતની સમસ્યા દુર કરવામાં અસરકારક છે. તેમાં રહેલ ઔષધીય ગુણો આંતરડાની સાફ-સફાઈ માટે ઓળખાય છે. ચાલો તો તેના ફાયદાઓ વિશે વિસ્તારથી જાણી લઈએ.

વાયરલ ઇન્ફેકશન : મીંઢી આવળના છોડ અને પાનનો ઉપયોગ વાયરલ ઇન્ફેકશનની સમસ્યા દુર કરવા માટે કરવામાં આવે છે. તેનું સેવન કરવા માટે 1 થી 2 ગ્રામ મીંઢી આવળનું ચૂર્ણ લો. તેમાં 10 લગભગ મિલી જેટલો આમળાનો રસ મિક્સ કરીને પીવો. તેનાથી વાયરલ ઇન્ફેકશનની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

લીવર : મીંઢી આવળ લીવરને લગતી બીમારી દુર કરવામાં અસરકારક છે. જો તમે નિયમિત રૂપે 1 ગ્રામ મીંઢી આવળનું ચૂર્ણનું સેવન કરો છો તો તેનાથી લીવરને લગતી સમસ્યાઓને ઘણી હદ સુધી કંટ્રોલ કરી શકાય છે.

ઇરીટેબલ બાઉલ સિન્ડ્રોમ : મીંઢી આવળના ઉપયોગથી ઇરીટેબલ બાઉલ સિન્ડ્રોમનો ઈલાજ કરી શકાય છે. રીસર્ચ અનુસાર મીંઢી આવળના પાનનો ઉપયોગ ઇરીટેબલ બાઉલ સિન્ડ્રોમની સમસ્યાઓથી બચાવ માટે કરવામાં આવે છે. વાસ્તવમાં આ સમસ્યાથી પીડિત વ્યક્તિઓને પેટમાં દુખાવો, ડાયેરિયા, કબજિયાત જેવી સમસ્યાઓ રહે છે. મીંઢી આવળના પાનમાં લેક્સેટીવની અસર હોય છે. જે કબજિયાતથી રાહત મેળવવામાં મદદ કરે છે. સાથે જ તે પેટ ફૂલવાની અને અપચો જેવી પરેશાની દુર કરે છે.

વજન : મીંઢી આવળના પાન અને ફૂલના સેવનથી તમે પોતાનું વજન કંટ્રોલ કરી શકો છો. તેના પાન અને ફૂલથી હર્બલ ચા બનાવીને પીય શકાય છે. હર્બલ ટી ના નિયમિત સેવનથી તમે પોતાના વજનને ઘણા અંશે કંટ્રોલ કરી શકો છો. પરંતુ ધ્યાન રાખો કે આની ચા નું સતત સેવન 1 થી 2 અઠવાડિયા સુધી જ કરવું. ચા ની સાથે પોતાના ખાનપાનનું પણ ધ્યાન રાખો. સાથે જ નિયમિત રૂપે કસરત પણ કરો.

સ્કીનના સંક્રમણ : મીંઢી આવળના પાન અને તેના ફૂલના ઉપયોગથી સ્કીન પર રહેલ સંક્રમણને દુર કરી શકાય છે. સ્કીન પર કોઈ પણ પ્રકારના ડાઘ, નિશાન દેખાય તો મીંઢી આવળની પેસ્ટ લગાવો. તેનાથી સ્કીનમાં રહેલ સંક્રમણ નષ્ટ થઈ જાય છે.

કબજિયાત : મીંઢી આવળના પાન અને ફૂલથી બનેલ ઉકાળો પીવાથી કબજિયાતની સમસ્યાથી રાહત મેળવી શકાય છે. આ તમારા માટે પેટ સાફ કરવાની કામ કરે છે. તેના સેવનથી આંતરડાની ગતિવિધિને વધારી શકાય છે. સાથે જ તે તમારી બાઉલ મુવમેન્ટને પણ સારી કરે છે.

મીંઢી આવળનો ઉપયોગ : મીંઢી આવળના ફૂલ અને પાનને સુકવીને તેનું ચુર્નના રૂપમાં ઉપયોગ કરી શકાય છે. મીંઢી આવળના પાનને સાગના રૂપમાં પણ સેવન કરી શકાય છે. મીંઢી આવળનાં પાન અને ફૂલથી તૈયાર કરેલ ઉકાળાનું પણ સેવન કરી શકાય છે. માર્કેટમાં મીંઢી આવળની કેપ્સુલ પણ મળે છે.

મીંઢી આવળનું સેવન તમે ઘણી બીમારીઓના નિવારણ માટે કરી શકો છો. પરંતુ ધ્યાન રાખો કે તેનું વધુ સેવન ન કરવું જોઈએ. તેના વધુ સેવનથી અન્ય પરેશાની પણ થઈ શકે છે. આથી યોગ્ય માત્રામાં સેવન કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

2 thoughts on “મફતમાં મળતી આ ઔષધી પેટની ચરબી અને કબજિયાત કરી દેશે દુર, જાણો ઉપયોગ કરવાની પેટની બધી ગંદકી થઈ જશે સાફ…”

Leave a Comment