સામાન્ય દેખાતા આ લાલ ફળના ટુકડા વજન ઘટાડીને પેટની ચરબી કરી દેશે એકદમ ઓછી…

ભારતમાં મોટા ભાગના લોકો વજન ઘટાડવાના પ્રયત્નો કરતા રહે છે. વજન ઘટાડવું એ કોઈ સરળ કામ નથી. ખોરાક, રહેણીકરણી અને શરીરની પ્રકૃતિ એ વજન વધવાના મુખ્ય કારણો છે. વજન ઘટાડવા માટે લોકો અનેક પ્રકારના પ્રયત્નો કરતા રહે છે. તેની માટે તેઓ ખાવા પીવાનું ઓછું કરી દે છે. હેવી વર્ક આઉટ કરે છે, દિવસભર પરસેવો વહાવે છે, એટલું જ નહીં કેટલાક લોકો તો લિક્વિડ ડાયટ પર જ રહેવાનું શરૂ કરી દે છે.

પરંતુ વજન ઘટાડવા માટે આપણે આપણી પ્રકૃતિ નો સહારો લઇ શકીએ છીએ જેમકે, આપણા દેશ માં અનેક પ્રકારના ફળ ફળાદી થાય છે. તેમાં તમે ફળ ખાઈને પણ વજન ઘટાડી શકો છો. હા, ગરમીમાં મળતું ફળ તરબૂચ વજન ઘટાડવા માટે અત્યંત ફાયદાકારક છે. આનું નિયમિત સેવન કરવાથી પેટની ચરબી અને વજન  ફટાફટ ઓછું કરી શકાય છે. તરબૂચમાં કેલેરી ઓછી અને ફાયબર વધુ હોય છે. આનાથી વજનને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.વાસ્તવમાં તરબૂચમાં 90 ટકા પાણી હોય છે, તેનાથી શરીર હાઈડ્રેટ રહે છે. તેના સિવાય તરબૂચમાં એન્ટિઓક્સિડન્ટ, વિટામીન્સ અને મીનરલ્સ વધુ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. તરબૂચ માં વિટામીન સી, વિટામીન એ, પોટેશિયમ વગેરે હોય છે. આ દરેક પોષક તત્વો વજન ઘટાડવામાં અને સ્વસ્થ રહેવા માટે જરૂરી હોય છે. તો આવો જાણીએ વજન ઘટાડવા માટે તરબૂચનું સેવન કઈ કઈ રીતે કરી શકાય છે.

1) તરબૂચનું જ્યુસ:- તરબૂચ નું જ્યુસ હૃદય, સ્વાસ્થ્ય, પાચન માટે અત્યંત ફાયદાકારક હોય છે, સાથે જ શરીરને હાઈડ્રેટ પણ રાખે છે. જો તમે વજન ઘટાડવા ઈચ્છતા હોવ તો તરબૂચ નું જ્યુસ તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. તરબૂચમાં કેલેરીની માત્રા ઓછી હોય છે સાથે જ ફાઇબર્સ વધુ પ્રમાણમાં હોય છે.ઉનાળામાં દરરોજ તરબૂચ નું જ્યુસ પીને તમે તમારું વજન સરળતાથી ઘટાડી શકો છો. તરબૂચનું જ્યૂસ શરીરમાં જમા થયેલી ગંદકી ને દૂર કરવામાં પણ સહાયક છે. તરબૂચ ના ફાયદા મેળવવા માટે તમારે તરબૂચ નું જ્યુસ જરૂર પીવું જોઈએ 

2) ફળ ની રીતે ખાઓ:- વજન ઘટાડવા માટે તરબૂચ ને તમે ફળ ની રીતે પણ ખાઈ શકો છો એટલે કે તરબૂચના નાના નાના ટુકડા કાપી લો અને તેને ખાઓ. તમે દરરોજ એક વાટકી તરબૂચનું સેવન કરી શકો છો. તરબૂચમાં ફાયબર વધુ હોય છે તેનાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તમને વારંવાર ભૂખ નહીં લાગે. અને તેથી વજન ઓછું કરવામાં પણ મદદ મળશે.3) સંપૂર્ણ દિવસ દરમિયાન તરબૂચ ડાયટ પર રહો:- વજન ઘટાડવા માટે તરબુચ ડાયટ પર રહેવું પણ એક સારો વિકલ્પ  છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે તમે તરબૂચ ડાયટ પર આખા દિવસ દરમિયાન રહી શકો છો. એટલે કે આખો દિવસમાં તમે માત્ર તરબૂચ ખાઓ એના સિવાય બીજો કોઇ જ આહાર ન લેવો. તમે ખાધા ના કેટલાક સમય બાદ પાણી પી શકો છો. તરબૂચમાં હાજર લો કેલેરી તમારું વજન ઘટાડવામાં મદદ કરશે. તરબૂચ ખાવાથી શરીરની બીજી અન્ય સમસ્યાઓ પણ દૂર થશે.

જો તમે વજન ઘટાડવા ઈચ્છતા હોવ તો તરબૂચ ને અધિક માત્રામાં તમારા ડાયટમાં સામેલ કરી શકો છો પરંતુ જો તમે પહેલાથી દુબળા પાતળા હોવ તો તરબૂચનું સીમિત માત્રામાં જ સેવન કરવું. સાથે જ જે લોકોને ગેસ, પેટ ફૂલવું, ઝાડા જેવી પાચન સમસ્યાઓ હોય તેમને તરબૂચનું સેવન કરવાથી બચવું. તેના સિવાય જે લોકો વિશેષ ડાયટ પ્લાન ફોલો કરી રહ્યા હોય તેઓ એક્સપર્ટની સલાહ લીધા બાદ જ તરબૂચ ને પોતાના ડાયટમાં સામેલ કરવું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment