આ દાણા છે કેલ્શિયમ અને પ્રોટીનનો ભંડાર.. સાંધાના દુખાવા થી લઈ શરીરની આટલી બીમારીઓ ક્યારેય નહીં થાય

આપણે બદામ વિશે તમે એવું સાંભળ્યું જ હશે કે તેના પલાળીને ખાવાથી ઘણા ફાયદાઓ થાય છે અને આપણે બદામ પલાળીને ખાઈએ પણ છીએ. માટે ઘણા લોકો દરરોજ રાત્રે બદામ પલાળીને સવારે તેનું સેવન કરે છે. કારણ કે બદામના ઘણા ફાયદાઓ છે, જે આપણને તંદુરસ્ત રાખવામાં ખુબ જ મદદરૂપ કરે છે. પણ દિવસે દિવસે બદામના વધતા ભાવના કારણે તેને દરરોજ ખાવી ખુબ જ મુશ્કેલ થઈ જાય છે.

આજે અમે તમને એવી માહિતી આપીશું જેનું સેવન જો તમે કરશો તો તેનાથી તમને બદામ જેવા જ ફાયદાઓ થશે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે બદામ ખાવાથી જે ફાયદો થાય છે તે જ ફાયદા સિંગદાણા ખાવાથી પણ થાય છે. સિંગદાણાને પલાળીને ખાવાથી થતા ફાયદા વિશે બહુ ઓછા લોકો જાણે છે અને તમે એ પણ જાણો છો કે સિંગદાણા બજારમાં સસ્તા અને સરળતાથી મળી જાય છે. તો ચાલો જાણીએ પલાળેલા સિંગદાણાના અદ્દભુત ફાયદા વિશે.

હાર્ટ : પલાળેલ સિંગદાણા બ્લડ સર્ક્યુલેશન કંટ્રોલ કરીને શરીરને હાર્ટ એટેકની સાથે સાથે હાર્ટને લગતી ઘણી બીમારીથી પણ બચાવે છે. આથી હૃદયના સ્વાસ્થ્ય માટે પલાળેલા સિંગદાણા ખાવા ખુબ જ લાભકારી માનવામાં આવે છે.

સ્નાયુ : જો તમે પોતાના સ્નાયુઓ મજબૂત બનાવવા માંગતા હો તો તમારે દરરોજ સવારે સિંગદાણાને પલાળીને ખાવા જોઈએ. તેમજ જો તમે જીમ જતા હો તો પણ પલાળેલા સિંગદાણા ખુબ જ ફાયદાકારક છે. કારણ કે, જીમ ગયા પછી તમારે શરીરને પ્રોટીન અને કેલ્શિયમની જરૂર હોય છે એ તમને સિંગદાણા માંથી મળી રહે છે.

સ્કીન : સિંગદાણામાં ઓમેગા 6 ફેટી એસિડ રહેલ હોવાથી તે સ્કીન માટે ખુબ જ ફાયદાકારક છે. તેના સેવનથી તમારી સ્કીનના રંગમાં નિખાર આવે છે અને સ્કીન ચમકદાર બને છે.

ગેસ અને એસીડીટી : સિંગદાણામાં પોટેશિયમ, મેગેનીઝ, કોપર, કેલ્શિયમ, આયરન, સેલેલીયમના ગુણો રહેલા છે. આથી તેને પલાળીને સવારે ખાલી પેટ ખાવાથી ગેસ અને એસીડીટીની પરેશાની નથી રહેતી.

યાદશક્તિ : જો તમે સવારે ખાલી પેટ પલાળેલા સિંગદાણાનું સેવન કરો છો તો તેમાં રહેલ વિટામિન આંખની રોશની અને યાદશક્તિ તેજ કરવામાં તમારી મદદ કરે છે. તેમજ તેને ખાવાથી શરીરમાં લોહીની કમી પણ પૂરી થાય છે. આ સિવાય તેનાથી શરીરમાં ઉર્જા અને સ્ફ્રુતી પણ રહે છે.

કેન્સર સેલ્સ : સિંગદાણાથી તમારું પેટ ભરેલું રહે છે. આથી તમને ભૂખ પણ ઓછી લાગે છે. મહિલાઓએ તેનું સેવન જરૂર કરવું જોઈએ. તેમાં રહેલ એન્ટી ઓક્સીડેન્ટ, આયરન, કેલ્શિયમ, અને ઝીંક શરીરને કેન્સર સેલ્સ સામે લડવામાં મદદ કરે છે.

બ્લડ શુગર : દરરોજ પલાળેલ સિંગદાણાનું સેવન બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેનાથી તમે ડાયાબિટીસ જેવી સમસ્યાથી બચી શકો છો. આથી જો તમને શુગરની તકલીફ છે તો તમારે દરરોજ સવારે પલાળેલ 50 ગ્રામ સિંગદાણાનું સેવન જરૂર કરવું જોઈએ.

વિટામીન ઈ : સિંગદાણામાં વિટામીન ઈ ભરપુર માત્રામાં રહેલ છે. જે સ્કીનની કોશિકાઓને ઓક્સીકૃત થવાથી બચાવે છે, અને સ્વસ્થ રાખે છે. તે સૂર્યની UV કિરણોથી પણ બચાવે છે.

આમ તમે પલાળેલા સિંગદાણા તમારું મગજ તેજ કરવામાં પણ મદદ કરે છે અને તમને લાંબા સમય સુધી ભૂખ ન લાગવાથી તમારું વજન પણ કંટ્રોલમાં રહે છે. આમ એક રીતે પલાળેલા સિંગદાણા વજન નિયંત્રિત કરવામાં પણ તમારી મદદ કરે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment