માત્ર થોડો સમય 1 વાટકી આનું સેવન કબજિયાત, નબળાઈ થાક ને જડમૂળથી દૂર કરી સડસડાટ ઉતરશે તમારું વજન.

મમરા ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેને નાસ્તા તરીકે પણ ખાવામાં આવે છે. મમરાને ઇંગ્લિશમાં Puffed rice કહેવામાં આવે છે. મમરાનું સેવન ઘણી રીતે કરવામાં આવે છે. કેટલાક લોકો તો મમરાની ભેળપુરી બનાવે છે. કેટલાક લોકો ઝાલપુરી, ચીક્કી, લાડુ બનાવતી વખતે તેનો ઉપયોગ કરે છે. સ્વાદિષ્ટ હોવાની સાથે જ, મમરા સ્વાસ્થય માટે પણ ખુબ જ ફાયદાકારક છે.

મમરા ખાવાથી શરીરને કેટલાક લાભો થાય છે. તેથી તમારે તેનું સેવન જરૂરથી કરવું જોઈએ. આ ખુબ જ સહેલાઈથી બજારમાં મળી જાય છે અને મમરા ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ મળે છે, તેની જાણકારી આ પ્રમાણે છે.

સિલિએક રોગમાં ફાયદાકારક : જે પણ લોકોને સિલિએક રોગ છે, તે લોકોએ મમરાનું સેવન કરવું જોઈએ. ખરેખર આ રોગમાં ઘઉં, રાઈ અને જવ ખાવાની મનાય હોય છે. તેવામાં જે પણ લોકોને સિલિએક રોગ છે, તે લોકો મમરાનું સેવન કરી શકે છે. મમરા ગ્લુટેન ફ્રી હોય છે અને આ રોગ જે પણને હોય છે, તેને ગ્લુટેન યુક્ત પદાર્થ ન ખાવાની સલાહ દેવામાં આવે છે. સિલિએક રોગમાં ગ્લુટેનનું સેવન કરવાથી નાની આંતરડીને નુકશાન પહોંચે છે.

વજન કંટ્રોલ : વજનને ઓછું કરવામાં મમરા મદદ કરે છે. તેનું સેવન કરવાથી વજન ઓછું થવા લાગે છે. મમરામાં કેલેરીની માત્રા ખુબ જ ઓછી હોય છે. તેથી તેનું સેવન કરવું, એ લાભકારી છે. એટલું જ નહીં, મમરામાં ડાયટરી ફાઈબરની પણ ખુબ જ માત્રા હોય છે. જેના કારણે પેટ ભરેલું છે, તેવો અનુભવ થાય છે અને ભૂખ ખુબ જ ઓછી લાગે છે.શરીરને પૌષ્ટિક તત્વો : મમરાનું સેવન કરવાથી શરીરને કેટલાક પૌષ્ટિક તત્વો મળે છે. દરરોજ એક વાટકો મમરા ખાવાથી પ્રોટીન, ઉર્જા, કાર્બોહાઈડ્રેટ, આયરન, પોટેશિયમ, નિયાસીન, થિયામિન અને રાઈબોફ્લેવિન જેવા કેટલાક પોષ્ટિક તત્વોની ખામી શરીરમાં થતી નથી.

એનર્જી : જે પણ લોકો મમરાનું સેવન કરે છે, તેના શરીરમાં એનર્જીની ખામી થતી નથી. મમરાનું સેવન કરવાથી એનર્જી લેવલ વધે છે અને થાક પણ લાગતો નથી. ખરેખર, મમરામાં વધારે માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે. શરીર કાબર્સને ગ્લુકોજમાં પરિવર્તિત કરે છે, જે એનર્જી માટેનો મુખ્ય સ્ત્રોત છે.  તેથી જ જે પણ લોકોને નબળાઈ અને થાકની સમસ્યા છે, તે લોકોએ મમરાને પોતાની ડાયટમાં શામિલ કરવા જોઈએ અને દરરોજ તેનું સેવન કરવું જોઈએ.પાચનતંત્ર : મમરાનું સેવન કરવાથી પાચનતંત્ર સારું રહે છે અને કબજિયાત પણ થતી નથી. મમરામાં ડાયટરી ફાઈબર વિપુલ પ્રમાણમાં હોય છે, જેથી ભોજન ખુબ જ સહેલાઈથી પચી જાય છે અને કબજિયાતની સમસ્યા પણ થતી નથી. જે પણ લોકોને કબજિયાતની સમસ્યા રહે છે, તે લોકોએ જમ્યા પછી, દરરોજ થોડા મમરા ખાવા જોઈએ અને તે લોકોને કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે.

ઈમ્યુનિટી : મમરામાં વિટામિન, મિનરલ્સ અને ફાઈટોકેમિકલ્સની ભરપૂર માત્રા હોય છે. આ તત્વ ઈમ્યુનિટીને તાકાત આપે છે અને તેને ખાવાથી ઈમ્યુનિટી બુસ્ટ થાય છે.

તો આ છે મમરાથી જોડાયેલ કેટલાક લાભો, જેને જાણ્યા પછી તમારે તેનું સેવન જરૂરથી કરવું જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment