મફતમાં મળી જતા સરગવાના પાંદનો… આ રીતે ઉપયોગ કરશો તો જિંદગીભર દવાખાનું નહીં આવે. જાણો ઘરે પાવડર બનવાવની રીત.

કોરોનાના પ્રકોપના લીધે લોકો સ્વાસ્થ્ય અને જીવનશૈલીને લઈને ગંભીર થઈ ગયા છે અને એકવાર ફરીથી આયુર્વેદિક ઔષધિઓ તરફ વળાંક લીધો છે અને આ ઔષધિઓ પર વિશ્વાસ કરીને તેને અપનાવી રહ્યા છે. એવામાં સરગવાના ગુણ તમને અનેક બીમારીઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. સરગવાનું વૃક્ષ અનેક પોષક તત્વો અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. એવામાં જો તમને આનુ શાક ભાવતું ન હોય તો આના પાનની ચા નું સેવન પણ કરી શકો છો. તે હૃદય, મગજ અને આંતરડાને સ્વસ્થ રાખવા અને તમને લાંબા સમય સુધી યુવાન રાખવાનું કામ કરે છે.

આ મહત્વપૂર્ણ ખનીજ અને પ્રોટિન, વિટામિન, બીટાકેરોટિન, એમિનો એસિડ અને વિવિધ ફેનોલીક્સનો એક સારો સ્ત્રોત છે. આના પાન, મૂળ, બીજ, છાલ, ફળ, ફૂલ અને કાચી શીંગો તમને ઘણી ગંભીર બીમારીઓથી બચાવી શકે છે. હૃદય અને સંચાર ઉત્તેજક ના રૂપમાં કાર્ય કરે છે. તેમાં એન્ટીટ્યુમર, એન્ટિપીયરેટિક, એન્ટિપાયલેપ્ટિક, એન્ટી એમ્ફલેમેટરી, એન્ટી અલ્સર, એન્ટિસ્પેસ્મોડિક, મૂત્રવર્ધક પદાર્થ, એન્ટિહાઇપરટેન્સિવ, કોલેસ્ટ્રોલ ઘટાડનાર, એન્ટીઑકિસડન્ટ હોય છે. આ સિવાય તેમાં એન્ટી ડાયાબિટીક, હેપેટોપ્રોટેક્ટીવ, જીવાણુરોધી અને એન્ટીફંગલ ઔષધીય ગુણો હાજર હોય છે.સરગવાના ઘણા ઉપનામ છે. તેને મોરિંગા પણ કહેવાય છે. તેની જડો નો સ્વાદ તીખો હોય છે તેથી તેને સરગવાનું વૃક્ષ કહેવાય છે. આના ઔષધીય ઉપયોગના કારણે કેટલાક લોકો આને ચમત્કારીક વૃક્ષ પણ કહે છે. સંશોધનકર્તાઓ આના સંભવિત સ્વાસ્થ્ય લાભો ને જોઈ રહ્યા છે. આ રસપ્રદ છોડ નો આનંદ લેવાની સૌથી સરળ રીત માંથી એક તેની ચા છે. સરગવાના પાન વિટામીન સી નો શ્રેષ્ઠ સ્ત્રોત છે. પરંતુ આ સુકાયા બાદ આમાં વિટામિનની થોડીક જ માત્ર રહી જાય છે. પરંતુ આના સિવાય આમાં કેલ્શિયમ, આયર્ન, વિટામિન એ, થઈમીન હાજર હોય છે. જે અનેક પ્રકારની ગંભીર બિમારીઓમાં ફાયદાકારક છે.

1) હૃદય:- એક અભ્યાસ પ્રમાણે સરગવાના પાનમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ પ્રાપ્ત થાય છે. આ શરીરમાં ઇન્ફલેમેશનના કારણે થતી સમસ્યાઓથી રાહત આપવાનું કામ કરે છે. સાથે સરગવાના પાનમાં હાજર બીટાકેરોટિન એન્ટીઓક્સીડેન્ટના રૂપમાં કાર્ય કરીને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.2) ડાયાબિટીસ:- સરગવાની ચા શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.એક અભ્યાસથી જાણવા મળે છે કે સરગવાના પાનમાં એન્ટી ડાયાબિટીક ગુણ હોય છે. જો તમને આની ચા કે શાક ન ભાવતું હોય તો ટેબલેટ પણ લઈ શકો છો.

3) વજન ઘટાડવા:- સરગવામાં અનેક પ્રકારના આવશ્યક વિટામિન અને ખનીજ સમૃદ્ધ પ્રમાણમાં હોય છે અને એવું પણ કહેવાય છે કે આ આંતરડામાં જામેલી ચરબીને દૂર કરવાનું કામ કરે છે. આમાં ક્લોરોજેનિક એસિડ ઉપલબ્ધ હોય છે જેમાં એન્ટી ઓબેસીટી ગુણ હાજર હોય છે. જે સ્થૂળતા કે વજનની સમસ્યાથી લડવામા તમારી મદદ કરે છે. 4) બ્લડ પ્રેશર ઘટાડવા:- સરગવાની ચા સૂકા અને પીસેલા પાંદડામાંથી તૈયાર કરવામાં આવે છે. આ પાનમાં કવેરસેટીન નામનું પોષક તત્વ ઉપલબ્ધ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેના સિવાય આ બીપીના દર્દીઓ માટે તેની ઓક્સિડેટિવ ક્ષમતાના કારણે સોજાથી લડવામાં પણ મદદ કરે છે.

5) આવી બીમારીઓમાં પણ ઉપયોગી:- સરગવાના ઔષધિય ગુણોના કારણે આના પાન માંથી બનેલી ચા કેન્સર, કમજોર હડકા, લોહીની કમી, અલ્ઝાઇમર, લીવર સંબંધિત રોગો, કમજોર ઇમ્યુનિટી, આંતરડાનું સ્વાસ્થ્ય એન્ટી એજિંગ અને ત્વચા સંબંધીત સમસ્યાઓથી લડવામાં મદદ કરે છે.

સરગવાની ચા તૈયાર કરવાની રીત:- સરગવાની ચા બનાવવી અત્યંત સરળ છે, તેના માટે તમારે વધુ મહેનત કરવાની જરૂરત નથી કારણકે સરગવાનો પાવડર આજકાલ ઓનલાઇન અને કરિયાણાની દુકાનમાં વ્યાપક પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. તમારે બસ આને પાણીમા ઉકાળીને ગાળવાની હોય છે. અને ત્યાર બાદ તમે આ ચા નો આનંદ લઈ શકો છો. 

સૌપ્રથમતો સરગવાના તાજા પાંદડા તોડી લાવો આપણા ગામડામાં તો આ આસાનીથી અને મફતમાં મળી જતા હોય છે. તોડ્યા બાદ લગભગ 4-5 કલાકમાં પાંદડા કરમાઈ જાય છે. એક બાઉલમાં પાણી લઈ પાંદડાને પલાળી તેને વ્યવસ્થિત સાફ કરી દો.

પાંદડાને અલગ કર્યા પછી, તેને કાણા વાળા વાસણમાં ભરી દો એટલે પાણી બરાબર નીતરી જાય. પાંદડામાંથી તેની નાની નાની શખાઓને દૂર કરી દો અને સૂર્યપ્રકાશમાં સુકવી દો . ગરમ ઉનાળામાં પાંદડાને સુકાતા 1 દિવસ લાગે છે પરંતુ તમે 2 દિવસ સુધી રાખી શકો છો એમાં કઈ વાંધો નય. પાંદડા સુકાય ગયા બાદ વધારાનો કચરો સાફ કરી તેને મિક્સરમાં નાખી ઝીણો પાવડર બનાવી લો. ચુસ્તબંન્ધ એર ટાઈટ વાસણમાં લઈ તેને ભરી લો. આ પાવડર ઓછામાં ઓછા 6 મહિનાઓ સુધી સારો રહેશે. અને વધારે ઉપયોગમાં લેવો હોય તો ફ્રિજમાં પણ રાખી શકો છો .

ગરમ હૂંફાળા પાણીમાં 1 ચમચી આ પાવડરની ચા બનાવી તમે પીય શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment